મધુકાન્ત ભગવાનજી પંડ્યા

નવાયસ લોહ

નવાયસ લોહ : આયુર્વેદિક ઔષધ. શરીરમાં લોહી ઘટી જવાથી જે ફીકાશ–પાંડુતા આવી જાય છે તેને દૂર કરનાર આ ઔષધિ છે. હરડે, બહેડાં, આમળાં, સૂંઠ, મરી પીપર, વાવડિંગ, નાગરમોથ અને ચિત્રક એ દરેક ઔષધિનું બારીક ચૂર્ણ સરખા પ્રમાણમાં લઈ તેમાં તેટલા જ પ્રમાણમાં શાસ્ત્રીય વિધિથી તૈયાર કરેલ લોહભસ્મ ભેળવી ખરલમાં ઘૂંટીને…

વધુ વાંચો >

નારાયણ ચૂર્ણ

નારાયણ ચૂર્ણ : આયુર્વેદિક ઔષધિ. ચિત્રક, હરડે, બહેડાં, આમળાં, સૂંઠ, મરી, પીપર, જીરું, હપુષા, ઘોડાવજ, અજમો, પીપરીમૂળ, વરિયાળી, તલવણી, બોડી અજમોદ, કચૂરો, ધાણા, વાવડિંગ, કલોંજી જીરું, દારૂડી, પુષ્કરમૂળ, સાજીખાર, જવખાર, સિંધવ, સંચળ, બીડલવણ, મીઠું, વડાગરું મીઠું અને કઠ – એ ઓગણત્રીસ ઔષધો એક એક ભાગ, ઇંદ્રવારુણીનાં મૂળ બે ભાગ, નસોતર…

વધુ વાંચો >

નારાયણ તૈલ

નારાયણ તૈલ : આયુર્વેદિક ઔષધિ. અશ્વગંધા, બલામૂળ, બીલીનું મૂળ, કાળીપાટ, ઊભી ભોંરિંગણી, બેઠી ભોંરિંગણી, ગોખરુ, અતિબલા, લીમડાની છાલ, શ્યોનાકનું મૂળ, સાટોડીનાં મૂળ, પ્રસારિણીનું મૂળ તથા અરણીનું મૂળ – આ દરેક ઔષધ સરખા પ્રમાણમાં લઈ અધકચરું ખાંડીને સોળગણા પાણીમાં ઉકાળી ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે ઉતારી ગાળી લે છે. પછી…

વધુ વાંચો >

પથ્યાદિ ક્વાથ

પથ્યાદિ ક્વાથ : આંખ, કાન, દાંત વગેરેની પીડામાં, માથા-લમણાંના દુખાવા-આધાશીશીમાં, જીર્ણજ્વર, વિષમજ્વર વગેરેમાં વપરાતી આયુર્વેદિક ઔષધિ. હરડે અને બહેડાંની છાલ, આમળાં, કરિયાતું, હળદર અને લીમડાની ગળો – આ છ ઔષધોને સરખા પ્રમાણમાં લઈ સૂકવી ખાંડણી-દસ્તા વડે અધકચરો ભૂકો તૈયાર કરવામાં આવે છે. આ ભૂકો 20થી 25 ગ્રામ જેટલો લઈ તેમાં…

વધુ વાંચો >

પંચતિક્ત ઘૃત

પંચતિક્ત ઘૃત : પાંચ કડવી વનસ્પતિના રસ અથવા ઉકાળાથી સિદ્ધ કરેલું ઘી. આ પાંચ ઔષધિઓ છે : અરડૂસીનાં પાન, લીમડાની અંતરછાલ, લીમડાની ગળો, ભોરિંગણી તથા કડવા પરવળનાં પાન. આ પાંચેય ઔષધિઓને સરખા પ્રમાણમાં લઈ અધકચરી ખાંડી તેમાં ચારગણું પાણી નાખી ક્વાથ બનાવવામાં આવે છે. ક્વાથ ઊકળતાં ઊકળતાં ચોથા ભાગનો બાકી…

વધુ વાંચો >

પંચામૃત-પર્પટી

પંચામૃત–પર્પટી : આયુર્વેદિક રસ-ઔષધિ. તેમાં શુદ્ધ કરેલો પારો 4 ભાગ, શુદ્ધ કરેલો ગંધક 8 ભાગ, લોહભસ્મ 2 ભાગ, અભ્રકભસ્મ 1 ભાગ તથા તામ્રભસ્મ 1 ભાગ લઈ પ્રથમ લોખંડના ખરલમાં પારો અને ગંધકનો ખૂબ લસોટી કાજળ જેવું બનાવી તેમાં બાકીની ત્રણેય ભસ્મો થોડા થોડા પ્રમાણમાં નાખતા જઈ લોખંડના બત્તા વડે ખૂબ…

વધુ વાંચો >

પંચામૃત-લૌહ-ગૂગળ

પંચામૃત–લૌહ–ગૂગળ : માથા તેમજ મગજના રોગો પર વપરાતી આયુર્વેદિક ઔષધિ. તે ગોળીના સ્વરૂપમાં તૈયાર થાય છે. શુદ્ધ પારદ, શુદ્ધ ગંધક, અભ્રકભસ્મ, સુવર્ણમાક્ષિકભસ્મ અને રૌપ્યભસ્મ  એ દરેક એક એક ભાગ, લૌહ ભસ્મ બે ભાગ તથા શુદ્ધ કરેલો ગૂગળ સાત ભાગ લઈ પ્રથમ પારદગંધકને લોખંડની ખરલમાં ઘૂંટી તેમાં બાકીની ભસ્મો મેળવીને ખૂબ…

વધુ વાંચો >

બિલ્વાદિ ચૂર્ણ

બિલ્વાદિ ચૂર્ણ : આયુર્વેદિક ઔષધ. તે વિવિધ પ્રકારના અતિસારના રોગોમાં વપરાય છે. તેમાં કાચા બીલીના ફળનો ગર્ભ, લજામણીનાં બીજ, શુદ્ધ કરેલ ભાંગ, કડાછાલ, જાયફળ, જાવંત્રી, ખસખસના દાણા, લીંડીપીપર, મોચરસ (એટલે કે શીમળાના ઝાડનો ગુંદર), જાંબુડાની છાલ, આંબાની છાલ, મહુડાની છાલ, જેઠીમધ, સુગંધી વાળો, ધાણા, જીરું, સૂંઠ અને ધાવડીનાં ફૂલ –…

વધુ વાંચો >

બૃહદ્ વાતચિંતામણિ રસ

બૃહદ્ વાતચિંતામણિ રસ : વાત-વ્યાધિઓ માટેનું એક આયુર્વેદિક ઔષધ. સુવર્ણભસ્મ 3 ભાગ, રૌપ્યભસ્મ 2 ભાગ, અભ્રકભસ્મ 2 ભાગ, લોહભસ્મ 5 ભાગ, પ્રવાલભસ્મ 3 ભાગ, મુક્તાભસ્મ 3 ભાગ અને રસસિંદૂર 7 ભાગ લઈ કુંવારપાઠાના સ્વરસ સાથે ખરલમાં ઘૂંટીને આશરે 360 મિગ્રા.(3 રતી)ની ગોળીઓ બનાવવામાં આવે છે અને સૂકવીને શીશીમાં ભરવામાં આવે…

વધુ વાંચો >

બ્રાહ્મી ઘૃત

બ્રાહ્મી ઘૃત : બ્રાહ્મીનાં તાજાં લીલાં પર્ણોના રસ અને ગાયના ઘીમાંથી બનાવવામાં આવતું એક આયુર્વેદિક ઔષધ. તેની બનાવવાની પદ્ધતિ આ પ્રમાણે છે : બ્રાહ્મીનાં તાજાં લીલાં પર્ણોનો રસ 48 ભાગ લઈ તેમાં ગાયનું જૂનું ઘી 12 ભાગ જેટલું મેળવી; ગંધારોવજ 1 ભાગ, કૂઠનું મૂળ 1 ભાગ તથા શંખપુષ્પી 1 ભાગ…

વધુ વાંચો >