ભૌતિકશાસ્ત્ર

ઝેરૉગ્રાફી

ઝેરૉગ્રાફી : કોઈ પણ પ્રકારના લખાણની છબીરૂપ બેઠી નકલ કરવા માટેની યાંત્રિક પ્રયુક્તિ. આવી પ્રત્યેક નકલને ઝેરૉક્સ નકલ અને યંત્રને ઝેરૉગ્રાફ કે ઝેરૉક્સ મશીન કહે છે; પ્રક્રિયા ઝેરૉગ્રાફી તરીકે ઓળખાય છે. આ પદ્ધતિમાં કૅડમિયમ સલ્ફાઇડ કે લેડ સલ્ફાઇડ જેવાં પ્રકાશ-સુવાહક (photo-conducting) રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આવાં રસાયણોના અત્યંત બારીક…

વધુ વાંચો >

ઝેલેન્યુકસ્કાયા ઍસ્ટ્રોફિઝિકલ ઑબ્ઝર્વેટરી, રશિયા

ઝેલેન્યુકસ્કાયા ઍસ્ટ્રોફિઝિકલ ઑબ્ઝર્વેટરી, રશિયા (Zelenchu-kskaya Astrophysical Observatory) : રશિયાની ખગોલભૌતિકી (astrophysical) વેધશાળા. તે કાસ્પિયન સમુદ્ર અને કાળા સમુદ્રની વચ્ચે આવેલા રશિયાના દક્ષિણી પ્રદેશમાં જ્યૉર્જિયા અને આઝરબૈજાનની ઉત્તર સરહદે આવેલી કૉકેસસ પર્વતમાળાના ઉત્તર ઢોળાવ તરફના માઉન્ટ પાસ્તુખૉવ (Mt. Pastukhov) ખાતે, રશિયા અને જ્યૉર્જિયાની સરહદોને અડીને, સમુદ્રની સપાટીથી આશરે 2,070 મીટર ઊંચાઈએ…

વધુ વાંચો >

ઝૉન્ડ

ઝૉન્ડ (Zond) : સોવિયેત સંઘ(હવે રશિયા)ના સ્વયંસંચાલિત અન્વેષી યાનની એક શ્રેણી. એપ્રિલ, 1964થી ઑક્ટોબર, 1970 સુધીમાં આ શ્રેણીનાં કુલ આઠ અન્વેષી યાનોને ગહન અંતરિક્ષના અન્વેષણ માટે પ્રક્ષેપિત કરવામાં આવ્યાં. મોટા ભાગનાં ઝૉન્ડ અન્વેષી યાનને ચંદ્રની પ્રદક્ષિણા કરતી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યાં હતાં. તેમાં ગોઠવેલા કૅમેરા દ્વારા પૃથ્વી પરથી ન દેખાતી એવી…

વધુ વાંચો >

ટાઇરોસ (ઉપગ્રહો)

ટાઇરોસ (ઉપગ્રહો) : અમેરિકાના હવામાન ઉપગ્રહની સૌપ્રથમ શ્રેણી. 1 એપ્રિલ, 1960ના રોજ આ શ્રેણીના પહેલા ઉપગ્રહ ટાઇરોસ-1ને 1700 કિમી.ની ઊંચાઈ પર વર્તુળાકાર ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો. Television and Infra Red Observation Satelliteના પ્રત્યેક શબ્દના પ્રથમ અક્ષર ઉપરથી તેનું ટૂંકું નામ ‘TIROS’ –ટાઇરોસ રાખવામાં આવ્યું હતું. તેમાં રાખવામાં આવેલા નાજુક ટેલિવિઝન…

વધુ વાંચો >

ટાઉન્ઝ, ચાર્લ્સ હાર્ડ

ટાઉન્ઝ, ચાર્લ્સ હાર્ડ (જ. 25 જુલાઈ 1915, ગ્રીનવિલ, સાઉથ કૅરોલિના) : ક્વૉન્ટમ ઇલેક્ટ્રૉનિક્સના વિષયમાં કરેલ પ્રદાન બદલ 1964નું ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અમેરિકન ભૌતિકશાસ્ત્રી. ટાઉન્ઝ 1935માં ફરમાન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને ડ્યૂક યુનિવર્સિટીમાંથી તેમણે એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કરી. 1939માં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી ડૉક્ટરેટ (Ph.D.) મેળવી. 1939માં બેલ ટેલિફોન…

વધુ વાંચો >

ટિન્ડલ અસર

ટિન્ડલ અસર (Tyndall effect) : 1859માં ટિન્ડલ દ્વારા શોધાયેલ  અસાતત્ય (discontinuities) ધરાવતી પ્રણાલીમાંથી પ્રકાશપુંજ પસાર થાય ત્યારે પ્રકાશનું ર્દશ્યમાન  વિખેરણ (visible scattering) થવાની ઘટના. પ્રકાશપુંજના તેજસ્વી ભાગને ટિન્ડલ શંકુ કહે છે. એક બંધ, અંધારા ઓરડામાં પ્રકાશનો લિસોટો દાખલ થાય ત્યારે તેનો માર્ગ જોઈ શકાય છે. કારણ કે ઓરડાની હવામાં તરતા…

વધુ વાંચો >

ટિંગ, સૅમ્યુઅલ ચાઓ ચુંગ

ટિંગ, સૅમ્યુઅલ ચાઓ ચુંગ (જ. 16 જાન્યુઆરી 1936, આન આર્બોર, મિશિગન) : નવા જ પ્રકારના મૂળભૂત (elementary) કણની શોધ અંગે મહત્વનું કાર્ય કરવા માટે બર્ટન રિક્ટર સાથે 1976નું ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન ભૌતિકશાસ્ત્રી. ટિંગના પિતા યુનિવર્સિટી ઑવ્ મિશિગનમાં અભ્યાસ કરતા હતા તે દરમિયાન ટિંગ થોડા સમય માટે બાળપણમાં ચીનમાં…

વધુ વાંચો >

ટૅક્નૉલૉજી

ટૅક્નૉલૉજી : કુદરતી ખનિજ અને વનસ્પતિજન્ય પદાર્થોમાંથી મુખ્યત્વે વિજ્ઞાનની મદદથી માનવસુખાકારી માટે તથા પરિસ્થિતિની જરૂરિયાત મુજબ સંરક્ષણ અને અન્ય સેવાઓ સારુ ઉપયોગી સાધનસામગ્રીના નિર્માણ માટેની પ્રક્રિયા. વિજ્ઞાન કુદરતની ભૌતિક ક્રિયાની સમજ આપે છે અને ટૅક્નૉલૉજી આ સમજનો આધાર લઈ વસ્તુનિર્માણની પ્રક્રિયાઓ વિકસાવે છે. વિજ્ઞાનનો વિકાસ ટૅક્નૉલૉજીના વિકાસમાં મદદરૂપ થાય છે.…

વધુ વાંચો >

ટેલ-કૉમ-સૅટ

ટેલ-કૉમ-સૅટ : ટેલિ કૉમ્યુનિકેશન સૅટેલાઇટ (ટૂંકમાં Tel-Com-Sat) સંદેશાવ્યવહાર માટેનો એક કૃત્રિમ ઉપગ્રહ. સંદેશાવ્યવહાર માટેના ઉપગ્રહની શોધ એ અંતરિક્ષયુગની એક સૌથી મોટામાં મોટી સિદ્ધિ છે. આવા ઉપગ્રહોની શોધથી બિનતારી (wireless) સંદેશાવ્યવહાર ક્ષેત્રે ઘણું ઝડપી પરિવર્તન આવ્યું છે અને વિશ્વભરમાં  એનો બહોળો ઉપયોગ થવા લાગ્યો છે. તેમની શોધથી આંતરરાષ્ટ્રીય સમાચાર કે રમતગમતનું…

વધુ વાંચો >

ટેલર જૉસેફ હૂટન

ટેલર, જૉસેફ હૂટન (જુનિયર) [Taylor, Joseph Hooton (Jr.)] (જ. 29 માર્ચ 1941, ફિલાડેલ્ફિયા, યુ. એસ. એ.) : એક નવા પ્રકારના પલ્સારની શોધ કે જેને કારણે ગુરુત્વાકર્ષણના અભ્યાસની નવી શક્યતાઓનાં દ્વાર ખૂલ્યાં – તે માટે 1993નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે જૉસેફ ટેલર તથા રસેલ હલ્સને પ્રાપ્ત થયો…

વધુ વાંચો >