ટિંગ, સૅમ્યુઅલ ચાઓ ચુંગ

January, 2014

ટિંગ, સૅમ્યુઅલ ચાઓ ચુંગ (જ. 16 જાન્યુઆરી 1936, આન આર્બોર, મિશિગન) : નવા જ પ્રકારના મૂળભૂત (elementary) કણની શોધ અંગે મહત્વનું કાર્ય કરવા માટે બર્ટન રિક્ટર સાથે 1976નું ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન ભૌતિકશાસ્ત્રી. ટિંગના પિતા યુનિવર્સિટી ઑવ્ મિશિગનમાં અભ્યાસ કરતા હતા તે દરમિયાન ટિંગ થોડા સમય માટે બાળપણમાં ચીનમાં રહ્યા હતા. તેમના પિતા તાઇવાન યુનિવર્સિટીમાં પ્રોફેસર થતાં તેઓ તાઇવાન ગયા. 1956માં અમેરિકા પાછા ફર્યા અને યુનિવર્સિટી ઑવ્  મિશિગનમાં વિદ્યાર્થી તરીકે જોડાયા. આ જ યુનિવર્સિટીમાંથી 1959માં ઇજનેરીમાં બી.એસ., 1960માં ભૌતિકશાસ્ત્રમાં એમ.એસ. અને 1962માં ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી. થયા. ત્યારબાદ થોડાક  સમય માટે સ્વિટ્ઝર્લૅન્ડમાં જિનીવા નજીક ‘‘સેન્ટર યુરોપિયન દ’ રિસર્ચીઝ ન્યૂક્લિયર’’(CERN)માં કામ કર્યું. પછી કોલમ્બિયા યુનિવર્સિટીમાં જોડાયા અને ભૌતિકશાસ્ત્રના સહાયક પ્રાધ્યાપક બન્યા. 1967માં મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(MIT)માં પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા. 1974માં બ્રુકહેવન નૅશનલ લૅબોરેટરીમાં પોતાના સાથીઓ સાથે સંશોધન કરતાં એક નવા પરમાણ્વીય કણની શોધ

સૅમ્યુઅલ ચાઓ ચુંગ ટિંગ

કરી. સ્થિર (stationary) લક્ષ્ય પર પ્રોટૉનપુંજ વડે પ્રતાડન દ્વારા આ કણની શોધ કરવામાં આવી હતી. બ્રુકહેવન નૅશનલ લૅબોરેટરીથી  4827 કિમી. દૂર આવેલા સ્ટેનફર્ડ લિનિયર ઍક્સલરેટરમાં બર્ટન રિક્ટરના જૂથે પણ આ જ કણનું સ્વતંત્રપણે ઉત્પાદન કર્યું હતું.

રાજેશ શર્મા