ભૌતિકશાસ્ત્ર

ઇલેકટ્રોન સ્પિન સંસ્પંદન અને વર્ણપટ

ઇલેકટ્રોન સ્પિન સંસ્પંદન અને વર્ણપટ (electron spin resonance and spectra, e.s.r. or e.p.r.) : અયુગ્મિત ઇલેકટ્રોનને લીધે અનુચુંબકત્વ (paramagnetism) ધરાવતા પદાર્થો (પરમાણુ કે આયન) દ્વારા સ્થિર અને પ્રબળ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં નિર્બળ ઊર્જાવાળા સૂક્ષ્મતરંગ વીજચુંબકીય વિકિરણ(microwave electromagnetic radiation)નું અધિશોષણ. ચુંબકની ઉપસ્થિતિમાં, ઇલેકટ્રોનના સમ ઊર્જાસ્તરો વિભંજન પામે છે અને એક ધરાસ્થિત…

વધુ વાંચો >

ઈથર (ભૌતિકશાસ્ત્ર)

ઈથર (ભૌતિકશાસ્ત્ર) : ઓગણીસમી સદીમાં વિદ્યુતચુંબકીય તરંગો(ર્દશ્ય પ્રકાશ, અલ્ટ્રાવાયોલેટ, ઍક્સ વગેરે કિરણો)નાં પ્રસરણ (propagation) માટે પરિકલ્પિત સમગ્ર પૃથ્વી ઉપર – અવકાશ તેમજ દ્રવ્યમાં – પ્રસરેલું સર્વવ્યાપી માધ્યમ. ધ્વનિતરંગોનું પ્રસરણ હવા જેવા સ્થિતિસ્થાપક માધ્યમ દ્વારા થાય છે તો તરંગગતિનું પ્રસરણ અવકાશમાં એટલે કે કોઈ માધ્યમ વગર થાય તે હકીકત સમજી શકાય…

વધુ વાંચો >

ઈવાન્સ, ઑલિવર

ઈવાન્સ, ઑલિવર (જ. 13 સપ્ટેમ્બર 1755, ન્યૂયૉર્ક; અ. 15 એપ્રિલ 1819, ન્યૂયૉર્ક) : સતત ઉત્પાદન (continuous production) અને ઉચ્ચ-દબાણવાળા વરાળએન્જિનના અમેરિકન શોધક. 1784માં અનાજ દળવાના કારખાનામાં એક છેડે અનાજ દાખલ કરીને વચ્ચેનાં બધાં જ સોપાને યાંત્રિક યુક્તિઓનો ઉપયોગ કરીને બીજા છેડે તૈયાર લોટ મેળવવાની સતત ઉત્પાદનની પદ્ધતિ તેમણે પ્રથમવાર દાખલ…

વધુ વાંચો >

ઈસાકી, લિયો

ઈસાકી, લિયો (જ. 12 માર્ચ 1925, ઓસાકા, જાપાન) : સુપ્રસિદ્ધ ઘન અવસ્થા ભૌતિકશાસ્ત્રી (solid state physicist) અને નોબેલ પારિતોષિક વિજેતા. મૂળ નામ ઈસાકી રેયોના. ટોકિયો યુનિવર્સિટીના સ્નાતક (1947) અને પીએચ.ડી. (1959) થયા પછી તરત જ કોબેકોગ્યો કંપનીમાં જોડાયા. ત્યારબાદ 1956માં સોની (Sony) કૉર્પોરેશનના મુખ્ય ભૌતિકશાસ્ત્રી; જ્યાં યંત્રશાસ્ત્રના ક્ષેત્રે અને વિશેષત:…

વધુ વાંચો >

ઉચ્ચાલન (lever)

ઉચ્ચાલન (lever) : આધારબિંદુ અથવા ફલકની આજુબાજુ છૂટથી ફરી શકે તેવી લાકડી કે સળિયો (જડેલો, સજ્જડ કરેલો કે ટાંગેલો). ફલકથી વજન અને બળના કાર્યની રેખાઓ વચ્ચેનાં લંબઅંતરોને ઉચ્ચાલનના ભુજ (arm) કહે છે. જ્યાં વજન લાગે તે ભુજને વજનભુજ અને જ્યાં બળ લાગે તેને બળભુજ કહે છે. ઉચ્ચાલન પરિબળના નિયમ (law…

વધુ વાંચો >

ઉત્કલન (boiling)

ઉત્કલન (boiling) : પ્રવાહીના જથ્થામાં ઉત્પન્ન થતા બાષ્પના પરપોટાની પ્રવાહીમાં પ્રક્ષોભ પેદા કરીને સપાટી ઉપર આવીને બાષ્પરૂપે મુક્ત થવાની ઘટના. સામાન્ય બાષ્પીભવનમાં પણ પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થતું હોય છે. પણ તે ફક્ત સપાટી ઉપર જ થાય છે. આ રૂપાંતર પ્રવાહીના ઉત્કલનબિંદુ કરતાં નીચા તાપમાને થાય છે. જગન્નાથ ગિરધરલાલ સુથાર

વધુ વાંચો >

ઉત્કલનબિંદુ (boiling point)

ઉત્કલનબિંદુ (boiling point) : જે તાપમાને પ્રવાહી ઊકળે તે તાપમાન. ઉત્કલનબિંદુ તાપમાને પ્રવાહીનું બાષ્પદબાણ સ્થાનિક વાતાવરણના દબાણ જેટલું હોય છે. આ કારણે પ્રવાહીનું ચોક્કસ ઉત્કલનબિંદુ વાતાવરણની સ્થિતિ (દા.ત., આર્દ્રતા), સ્થળની ઊંચાઈ વગેરે ઉપર આધાર રાખે છે. કોઈ પણ શુદ્ધ પ્રવાહીનું ઉત્કલનબિંદુ ચોક્કસ વાતાવરણના દબાણે નિયત હોય છે. દબાણના ફેરફારની ઉત્કલનબિંદુ…

વધુ વાંચો >

ઉત્કેન્દ્રચાલિત યંત્રરચના (eccentric drive mechanism)

ઉત્કેન્દ્રચાલિત યંત્રરચના (eccentric drive mechanism) : પરિભ્રામી ગતિમાંથી પશ્ચાગ્ર સુરેખ ગતિ મેળવવાની યંત્રરચના. આ રચનામાં પરિભ્રામી ગતિ કરતા દંડ (shaft) ઉપર ઉત્કેન્દ્રીય ચકતી લગાવવામાં આવે છે. આ ચકતી ફરતે દંડનો એક ભાગ જે બે અર્ધગોળ પટ્ટીના રૂપમાં હોય છે તે લગાવવામાં આવે છે. દંડનો આ મોટો છેડો ગણાય છે. દંડના…

વધુ વાંચો >

ઉત્ક્રમણીયતા (reversibility)

ઉત્ક્રમણીયતા (reversibility) : કોઈ પણ પ્રકારની સ્પષ્ટ (net), અસર ઉત્પન્ન કર્યા સિવાય, ઉત્ક્રમણ દ્વારા, તંત્રને તેની પ્રારંભિક સ્થિતિમાં પુન: સ્થાપિત કરવાનો, ઉષ્માગતિશાસ્ત્ર(thermody-namics)ની અમુક પ્રક્રિયાઓનો ગુણધર્મ. યાંત્રિક તંત્ર(mechanical system)માં ઉત્ક્રમણીય પ્રક્રમનું એક વિશિષ્ટ ઉદાહરણ, ઢળતા ટેબલ ઉપર બનાવવામાં આવેલ એક ઘર્ષણરહિત (frictionless) ખાંચ(groove)માં ગબડી રહેલા દડાનું છે. ટેબલનો ઢાળ બીજી દિશામાં…

વધુ વાંચો >

ઉત્તેજન ઊર્જા (excitation energy)

ઉત્તેજન ઊર્જા (excitation energy) : પરમાણુ અથવા અણુની ઉત્તેજિત અને ધરાસ્થિતિ વચ્ચેનો ઊર્જાનો તફાવત. ‘ઉત્તેજન-ઊર્જા’ શબ્દપ્રયોગ ઇલેક્ટ્રૉન-ઉત્તેજન તેમજ અણુની કંપન અને ઘૂર્ણન અવસ્થાને પણ લાગુ પડે છે. ઉત્તેજન-ઊર્જા ઇલેક્ટ્રૉન વોલ્ટ eVમાં અને ઉત્તેજનવિભવ (excitation potential) વોલ્ટ Vમાં આપવામાં આવે છે. બોહરના સિદ્ધાંત પ્રમાણે સંક્રમણ સાથે સંકળાયેલા ફોટૉનની તરંગલંબાઈ અને બે…

વધુ વાંચો >