ભૌતિકશાસ્ત્ર

ઉષ્માવિનિમયક

ઉષ્માવિનિમયક (heat exchanger) : અવરોધની એક બાજુએ વહેતા ઊંચા તાપમાનવાળા તરલ(fluid)માંથી અવરોધની બીજી બાજુએ વહેતા નીચા તાપમાનવાળા તરલમાં ઉષ્માવિનિમયનું કાર્ય કરતું સાધન (device). સામાન્ય રીતે આ સાધન તરલની અવસ્થાનું રૂપાંતર કર્યા વગર ઉષ્માનાં સ્થાનાન્તર, વિલોપન અથવા પુન:પ્રાપ્તિ માટે વપરાય છે. જો તરલનું પ્રવાહીકરણ થાય તો આ સાધન સંઘનિત્ર (condenser) કે…

વધુ વાંચો >

ઉષ્મા-સંગલન

ઉષ્મા-સંગલન (thermal fusion) : ઉચ્ચ તાપમાનની હાજરીમાં હલકાં તત્વોનાં બે કે વધારે ન્યૂક્લિયસ સંયોજાઈને, એક ભારે તત્વનું ન્યૂક્લિયસ રચવા સાથે વિપુલ પ્રમાણમાં થતી ઊર્જા-ઉત્સર્જનની પ્રક્રિયા. આ પ્રક્રિયા ન્યૂક્લિયર વિખંડન કરતાં સાવ જુદી જ છે. હલકાં તત્વોમાં ન્યૂક્લિયૉનદીઠ સરેરાશ બંધન-ઊર્જા, ભારે તત્વોની બંધન-ઊર્જા કરતાં પ્રમાણમાં ઓછી હોય છે. તેથી આવાં બે…

વધુ વાંચો >

ઉષ્માસંચરણ

ઉષ્માસંચરણ (heat-propagation) તાપમાનના તફાવતને પરિણામે એક પદાર્થ અથવા પ્રણાલીમાંથી બીજામાં ઉષ્મારૂપી ઊર્જાનું સંચરણ. રાસાયણિક ઇજનેર જે સંક્રિયાઓ કરે છે તે સર્વમાં ઘણુંખરું ઊર્જા ગરમીના રૂપમાં ઉત્પન્ન થાય છે કે શોષાય છે. આથી ગરમીના પરિવહન અંગેના નિયમો તથા આ પરિવહન ઉપર નિયમન રાખી શકે તેવાં ઉપકરણો રાસાયણિક ઇજનેરીમાં ઘણાં અગત્યનાં છે.…

વધુ વાંચો >

ઉષ્મા-સંદીપ્તિ

ઉષ્મા-સંદીપ્તિ (thermoluminiscence) : સ્ફટિક કે કાચ જેવો પદાર્થ 450o સે. જેટલો ગરમ થતાં પ્રકાશનું થતું ઉત્સર્જન. આવા પદાર્થમાં રહેલી ખામી નજીક આવેલા કેટલાક પરમાણુઓના બાહ્ય ઇલેક્ટ્રૉન ઉત્તેજિત અવસ્થામાં હોવાથી હોય છે. તેથી પદાર્થને ગરમ કરતાં વધારાની ઊર્જા પ્રકાશરૂપે મુક્ત થતી હોય છે. ઉત્સર્જનની તીવ્રતા ખામીની સંખ્યા સાથે સાંકળી લઈ શકાય.…

વધુ વાંચો >

ઉષ્માસંવહન

ઉષ્માસંવહન (convection) : અસમાન તાપમાનના વિતરણના કારણે ઉદભવતી વાયુ કે પ્રવાહીની ગતિ. ઉષ્માવહનમાં અતિસૂક્ષ્મ દરે ઊર્જાનું સ્થાનાન્તર થાય છે, તો ઉષ્માસંવહન દ્રવ્યના મોટા જથ્થાની ગતિથી ઉદભવે છે. તરલ(fluid)ને આપેલી ઉષ્મા, ઉષ્માના ઉત્પત્તિસ્થાનની નજીકના પ્રદેશના દ્રવનો પ્રસાર કરે છે. આ પ્રદેશના દ્રવની ઘનતા આજુબાજુના પ્રદેશના દ્રવ કરતાં ઓછી હોય છે અને…

વધુ વાંચો >

ઉષ્મા-સ્થાનાન્તરણ

ઉષ્મા-સ્થાનાન્તરણ (heat transfer) : પદાર્થના તાપમાનના તફાવતને કારણે ઉદભવતા ઉષ્મા-ઊર્જાના પ્રવાહ સાથે સંબંધિત ભૌતિકવિજ્ઞાનની એક અગત્યની શાખા. અણુગતિના કે વીજચુંબકીય વિકિરણના રૂપમાં, ઉષ્મા એક પદાર્થથી બીજા પદાર્થ તરફ વહે ત્યારે તે ઉષ્મા-સ્થાનાન્તરણના અમુક નૈસર્ગિક નિયમોને અનુસરે છે. ઉષ્માગતિવાદ(thermodynamics)નું વિજ્ઞાન ઉષ્માના વહેવાના દરને, તાપમાનના તફાવત અને પદાર્થના ગુણધર્મો સાથે સાંકળે છે.…

વધુ વાંચો >

ઉહુરુ

ઉહુરુ (Uhuru) : નાના કદનો ખગોલીય ઉપગ્રહ (SAS-I). (ઉહુરુનો અર્થ સ્વાહિલી ભાષામાં ‘સ્વતંત્રતા’ થાય છે.) 1970માં કેન્યાના સમુદ્રકિનારેથી ઇટાલિયન સાન માર્કો પ્લૅટફૉર્મ પરથી ઉહુરુને અવકાશમાં છોડવામાં આવ્યો હતો. અવકાશમાંના ઍક્સ-કિરણોના સ્રોતોને શોધવા, સમય સાથે તેમનામાં થતાં પરિવર્તનો નોંધવા તથા આ સ્રોતોમાંથી આવતાં વિકિરણોનું 1 KeVથી 20 KeV ઊર્જાના (l =…

વધુ વાંચો >

ઊડતી રકાબી

ઊડતી રકાબી (flying saucer) : આકાશમાં દેખાતા ઊડતા અપરિચિત પદાર્થો અથવા વિલક્ષણ પ્રકાશપુંજની ઘટના. ક્યારેક એની સાથે ધડાકા કે સિસોટી જેવો સુસવાટ પણ ભળે છે. આ પૈકીના કેટલાક પદાર્થોના આકાર બદલાતા હોવાનું નોંધાયું છે. વળી આ દેદીપ્યમાન પદાર્થોના રંગ પણ બદલાતા હોવાનું જોવામાં આવ્યું છે. વ્યાવહારિક જ્ઞાન અને સમજથી જેનો…

વધુ વાંચો >

ઊર્જન

ઊર્જન (excitation) : કોઈ પ્રણાલી (system) કે સાધન-(apparatus)ના એક ભાગને ઊર્જા આપતાં બીજો ભાગ કોઈ વિશિષ્ટ કાર્ય કરે તે સ્થિતિ (અવસ્થા). અણુ કે પરમાણુના ઇલેક્ટ્રૉન અથવા ન્યૂક્લિયસને બહારથી ઊર્જા આપતાં ધરાવસ્થા(grouand state)માંથી ઊંચી ઊર્જા-અવસ્થા પ્રાપ્ત કરે તો તેને પણ ઊર્જન કહેવામાં આવે છે. કોઈ એક પ્રણાલી કે સાધનનું ઊર્જન પ્રણાલીમાં…

વધુ વાંચો >

ઊર્જા

ઊર્જા વિભાવના : કોઈ પ્રણાલીની કાર્ય કરવાની શક્તિનું પ્રમાણ દર્શાવતો ગુણધર્મ. ભૌતિક વિશ્વને સમજવા માટેની ઊર્જાની વિભાવના ઘણી અગત્યની છે. મૂળ ગ્રીક ભાષાના ‘એનર્જિયા’ (energia) શબ્દ ઉપરથી ઊર્જા શબ્દ યોજાયેલો છે. (en = અંદર અને ergon = કાર્ય). ઊર્જા કાં તો કોઈ ભૌતિક સ્થિર પદાર્થ સાથે (દા. ત., સ્પ્રિંગનું ગૂંચળું)…

વધુ વાંચો >