ભૂસ્તરશાસ્ત્ર

સ્થળદૃશ્ય ‘ઇન્સેલબર્ગ’ (Inselberg landscape)

સ્થળદૃશ્ય ‘ઇન્સેલબર્ગ’ (Inselberg landscape) : એક પ્રકારનું ઘસારાજન્ય ભૂમિલક્ષણ. શુષ્ક, અર્ધશુષ્ક વિસ્તારો કે જ્યાં વર્ષાપ્રમાણ ઓછું હોય, બાષ્પીભવન વધુ અને ઝડપી હોય તથા વનસ્પતિપ્રમાણ નહિવત્ હોય ત્યાં ઘસારાનાં પરિબળો વધુ વેગથી કાર્યશીલ રહેતાં હોય છે. આવા પ્રદેશોમાં ઘસારાજન્ય ભૂમિલક્ષણો તૈયાર થવા માટે અનુકૂળતા ઊભી થાય છે. શુષ્ક આબોહવા, સૂસવાતા પવનો…

વધુ વાંચો >

સ્થળવર્ણન-નકશા (topographical maps)

સ્થળવર્ણન-નકશા (topographical maps) : સપાટી-લક્ષણોનું આલેખન અથવા આકારિકી વર્ણન. ભૂપૃષ્ઠ પરનાં કુદરતી રીતે તૈયાર થયેલાં ભૂમિસ્વરૂપો અને માનવસર્જિત લક્ષણોની સમજ આપતું આલેખન. ઊંચાણનીચાણની આકારિકીવાળાં ટેકરીઓ, ડુંગરધારો, ઉચ્ચ સપાટ પ્રદેશો, પર્વતો, મેદાનો, ખીણપ્રદેશો અને થાળાં; જળવહેંચણીવાળાં કળણભૂમિ, પંકભૂમિ, ધારાપ્રવાહો, ઝરણાં, નદીઓ, તળાવો, સરોવરો, ખાડીસરોવરો, ખાડીઓ, ત્રિકોણપ્રદેશો, નદીનાળપ્રદેશો, અખાતો, ઉપસાગરો, સમુદ્રો અને…

વધુ વાંચો >

સ્થાયી તુષારભૂમિ (permafrost)

સ્થાયી તુષારભૂમિ (permafrost) : હિમસંજોગની અસર હેઠળ કાયમી ઠરેલો રહેતો ભૂમિસ્તરવિભાગ. કેટલાંય વર્ષો સુધી જ્યાં તાપમાન 0° સે.થી નીચે રહેતું હોય એવો ભૂમિપ્રદેશ, પછી ભલે તે પ્રદેશ બરફથી જામેલો રહેતો હોય કે ન રહેતો હોય, ત્યાંના ખડકો કે જમીન-પ્રકાર ગમે તે હોય. તુષારભૂમિની ઉપલી તલસપાટી બરફ હોવા–ન હોવાને કારણે લગભગ…

વધુ વાંચો >

સ્નોડાઉન શ્રેણી

સ્નોડાઉન શ્રેણી : ઉત્તર વેલ્સમાં ઑર્ડોવિસિયન કાળ દરમિયાન (વર્તમાન પૂર્વે 50 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈ તે પછીનાં 7 કરોડ વર્ષ સુધી પ્રવર્તેલા કાળ દરમિયાન) સ્નોડાઉન પર્વતવિસ્તારમાં જોવા મળતી કેરેડૉક વયની ખડકશ્રેણી. આ શ્રેણીનો મોટા ભાગનો ખડકદ્રવ્યજથ્થો જ્વાળામુખીજન્ય છે અને તે સિલિકાસમૃદ્ધ રહોયોલાઇટયુક્ત લાવા તેમજ ટફથી બનેલો છે. તેની જમાવટ…

વધુ વાંચો >

સ્પાઇનેલ

સ્પાઇનેલ : સ્પાઇનેલ ખનિજ શ્રેણી પૈકીનું એક ખનિજ. રાસા. બં. : MgAl2O4. સ્ફ. વર્ગ : ક્યુબિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો મોટે ભાગે ઑક્ટાહેડ્રલ, ભાગ્યે જ ક્યુબ કે ડોડેકાહેડ્રલ સ્વરૂપે હોય; દળદાર, સ્થૂળ દાણાદારથી ઘનિષ્ઠ પણ હોય; ગોળ દાણાદાર પણ મળે. યુગ્મતા (111) ફલક પર, આવર્તક યુગ્મતા દ્વારા છ વિભાગો હોય.…

વધુ વાંચો >

સ્પિત્ઝ માર્ક

સ્પિત્ઝ, માર્ક (જ. 10 ફેબ્રુઆરી 1950, મોર્ડસ્ટો, કૅલિફૉર્નિયા) : અમેરિકી તરણવીર. પૂરું નામ માર્ક એંડ્ર્યૂ સ્પિત્ઝ. પિતા આર્નોલ્ડ તથા માતા લેનોરેએ બાળપણમાં જ તરવાનું શિખવાડ્યું હતું. અમેરિકાના પ્રખ્યાત તરણના પ્રશિક્ષક શેરમાન સાબૂરે માર્ક સ્પિત્ઝને આઠ વર્ષની ઉંમર પછી પોતાની દેખરેખ હેઠળ સ્પર્ધાત્મક તરણની તાલીમ આપવાની શરૂઆત કરી હતી અને નવમા…

વધુ વાંચો >

સ્પિવાક ગાયત્રી ચક્રવર્તી (કુમારી)

સ્પિવાક, ગાયત્રી ચક્રવર્તી (કુમારી) (જ. 24 ફેબ્રુઆરી 1942, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : ભારતીય અંગ્રેજી લેખિકા. તેમને તેમની અનૂદિત કૃતિઓ માટે 1997ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો અનુવાદ માટેનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે 1959માં કોલકાતા યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં ઑનર્સ સાથે બી.એ., 1967માં અમેરિકાની કૉર્નેલ યુનિવર્સિટીમાંથી કમ્પેરેટિવ લિટરેચરમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમણે ન્યૂયૉર્કની…

વધુ વાંચો >

સ્પેસરાઇટ (સ્પેસરટાઇટ)

સ્પેસરાઇટ (સ્પેસરટાઇટ) : ગાર્નેટ ખનિજશ્રેણી પૈકીનું ખનિજ. રાસાયણિક બંધારણ : Mn3Al2Si3O12 [Mn3Al2(SiO4)3]. સ્ફટિક વર્ગ : ક્યૂબિક. સ્ફ. સ્વ. : રહોમ્બ્ડોડેકાહેડ્રન. રંગ : ઘેરો લાલ અથવા કથ્થાઈ-લાલ. ચમક : કાચમય, સ્ફટિક ધાર પર પારભાસક. પ્રભંગ : અપૂર્ણ વલયાકાર. કઠિનતા : 7–7.5. વિ. ઘ. : 4.15થી 4.27. કસોટી : ફૂંકણી પર ગરમ…

વધુ વાંચો >

સ્ફટિકવિદ્યા (crystallography)

સ્ફટિકવિદ્યા (crystallography) સ્ફટિકોના અભ્યાસ સાથે સંલગ્ન વિજ્ઞાનશાખા. આ શાખા હેઠળ સ્ફટિકવિદ્યાનાં નીચેનાં અંગોનો સવિસ્તર અભ્યાસ કરવામાં આવે છે : (1) સ્ફટિકોની લાક્ષણિકતાઓ, (2) સ્ફટિકોનાં વિવિધ સ્વરૂપો–ભૌમિતિક સંબંધો, (3) સ્ફટિકોની આંતરિક અણુરચના, (4) સ્ફટિક અક્ષ આધારિત વર્ગોમાં અને સમમિતિ આધારિત ઉપવર્ગોમાં સ્ફટિકોનું વર્ગીકરણ, (5) સ્ફટિકોના ફલકોનું ગાણિતિક આંતરસંબંધોનું નિર્ધારણ, (6) ફલકો…

વધુ વાંચો >

સ્ફીન (ટિટેનાઇટ)

સ્ફીન (ટિટેનાઇટ) : નેસોસિલિકેટ. રા. બં. : CaTiSiO5. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : વિવિધ સ્ફટિકો મળે, મોટે ભાગે ચપટા (001), ફાચર આકારના; પ્રિઝમેટિક પણ હોય; ક્યારેક પર્ણાકાર. યુગ્મતા (100) ફલક પર સામાન્ય; (221) ફલક પર પત્રવત્ યુગ્મતા. દેખાવ : પારદર્શકથી લગભગ અપારદર્શક. સંભેદ : (110) સ્પષ્ટ, (221) પર…

વધુ વાંચો >