ભૂસ્તરશાસ્ત્ર

વુલ્ફ્રેમાઇટ

વુલ્ફ્રેમાઇટ : ટંગસ્ટનનું ખનિજ. રાસા. બંધારણ : (Fe, Mn) WO4. સ્ફ. વ. : મૉનૉક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો મોટેભાગે ટૂંકા, પ્રિઝમેટિક, ક્યારેક લાંબા પ્રિઝમેટિક પણ હોય; કંઈક અંશે મેજ આકાર (100) ફલક પર; લંબાઈની દિશામાં રેખાંકિત; અન્યોન્ય સમાંતર સ્ફટિક-સમૂહો પણ મળે; પત્રવત્, દળદાર કે દાણાદાર પણ હોય; સોયાકાર સ્ફટિકોની આંતરગૂંથણી…

વધુ વાંચો >

વેસ્ટ ઇન્ડિઝ

વેસ્ટ ઇન્ડિઝ : કૅરિબિયન સમુદ્ર અને મેક્સિકોના અખાતને ઍટલાંટિક મહાસાગરથી અલગ પાડતો વિશાળ ટાપુસમૂહ. મધ્ય અમેરિકાની પનામાની સાંકડી સંયોગીભૂમિથી પૂર્વ તરફ ઍટલાંટિક મહાસાગરના એક ભાગરૂપ કૅરિબિયન સમુદ્રમાં આવેલા આ ટાપુઓ ‘વેસ્ટ ઇન્ડિઝ’ નામથી ઓળખાય છે. તે 100થી 270 ઉ. અ. અને 590થી 850 પ. રે. વચ્ચેનો આશરે 2,38,748 ચોકિમી. જેટલો…

વધુ વાંચો >

વેસ્ટ, ડબ્લ્યૂ. ડી.

વેસ્ટ, ડબ્લ્યૂ. ડી. (જ. 27 જાન્યુઆરી 1901, બૉર્નમથ, ઇંગ્લૅન્ડ; અ. 23 જુલાઈ 1994, ભોપાલ (મ.પ્ર.), ભારત) : જાણીતા ભૂસ્તરશાસ્ત્રી. આખું નામ વિલિયમ ડિક્સન વેસ્ટ. 1923માં ભારતના ભૂસ્તરીય સર્વેક્ષણ(GSI)માં જોડાયા ત્યારથી તેમણે તેમનો મોટાભાગનો જીવનકાળ ભારતમાં વિતાવેલો; એટલું જ નહિ, ભારતીય ભૂસ્તરશાસ્ત્રમાં તેમજ ભારતમાં ભૂસ્તરશાસ્ત્રના અધ્યયન-અધ્યાપનમાં ઘણો મોટો ફાળો આપેલો. ડૉ.…

વધુ વાંચો >

વૉમ્બેયન ગુફાઓ (Wombeyan Caves)

વૉમ્બેયન ગુફાઓ (Wombeyan Caves) : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના દક્ષિણના ઊંચાણવાળા પ્રદેશમાં આવેલા ચૂનાખડકોમાં ધોવાણની ક્રિયાથી તૈયાર થયેલી ગુફાઓ. આ ગુફાઓ સિડનીથી નૈર્ઋત્યમાં આશરે 193 કિમી. અંતરે તથા ગોલબર્નની ઉત્તરે આશરે 97 કિમી. અંતરે આવેલી છે. આ ગુફાઓ ચૂનાખડકોમાં કુદરતી રીતે કંડારાયેલાં સુંદર દૃશ્યો માટે જાણીતી છે. જંકશન, કૂરિંગા અને…

વધુ વાંચો >

વૉલેસ્ટોનાઇટ (wollastonite)

વૉલેસ્ટોનાઇટ (wollastonite) : પાયરૉક્સિનૉઇડ સમૂહ પૈકીનો એક ખનિજપ્રકાર. સિરામિક ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતું મહત્વનું ખનિજ. રાસા. બંધારણ : CaSiO3. સ્ફ. વ. : ટ્રાઇક્લિનિક. સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો મોટેભાગે મેજ-આકાર. સ્ફટિકો થોડા સેમી.થી 50 સેમી. સુધીની લંબાઈના હોય; ખૂબ જ વિભાજનશીલથી રેસાદાર; દળદાર, દાણાદાર અને ઘનિષ્ઠ પણ મળે. યુગ્મતા (100) ફલક પર…

વધુ વાંચો >

શિપ-રૉક (Ship Rock)

શિપ-રૉક (Ship Rock) : યુ.એસ.ના ન્યૂ મેક્સિકો રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો, વિકેન્દ્રિત ડાઇક-અંતર્ભેદનો સહિતનો જ્વાળામુખી-દાટો. આ વિસ્તારમાં તે વિશિષ્ટ ભૂમિદૃશ્ય રચે છે. આજુબાજુની ભૂમિસપાટીથી તે 420 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. પ્રાચીન જ્વાળામુખીના કંઠ(નળીભાગ)માં જામેલા લાવાના ઘનીભવનથી તે તૈયાર થયેલો છે. કંઠની બહારનો ખડક કાળક્રમે ઘસારાને કારણે નામશેષ થઈ જવાથી…

વધુ વાંચો >

શિરા (vein)

શિરા (vein) : કોઈ પણ ખનિજ કે ધાતુખનિજથી બનેલો, પ્રાદેશિક ખડકમાં જોવા મળતો, લંબાઈ અને ઊંડાઈના પ્રમાણમાં ઓછી પહોળાઈ ધરાવતો, ઊભો, આડો કે ત્રાંસો પટ. આર્થિક દૃષ્ટિએ તે ઉપયોગી કે બિનઉપયોગી હોઈ શકે. ખનિજથી બનેલી હોય તે ખનિજશિરા (vein), ધાતુખનિજથી બનેલી હોય તે ધાતુખનિજશિરા (lode) અને પાષાણથી બનેલી હોય તે…

વધુ વાંચો >

શિલાચૂર્ણ (detritus)

શિલાચૂર્ણ (detritus) : તૂટેલા ખડકોનો સ્થૂળ-સૂક્ષ્મ ચૂર્ણજથ્થો. ઘસારો, ધોવાણ અને ખવાણ(વિભંજન તેમજ વિઘટન)ની ક્રિયાઓ જેવાં વિવિધ પરિબળોની અસર હેઠળ ભૂપૃષ્ઠના ખડકો તૂટે છે અને ક્રમશ: નાનામોટા ટુકડાઓ કે સ્થૂળ-સૂક્ષ્મ ચૂર્ણ-સ્વરૂપમાં ફેરવાય છે. શિલાચૂર્ણના જથ્થા મોટેભાગે સ્વસ્થાનિક હોતા નથી. ખડકોની પોતાની મૂળ જગાએથી સ્થાનાંતરિત થઈને અન્યત્ર એકત્રિત થયેલા આ પ્રકારના દ્રવ્યજથ્થાને…

વધુ વાંચો >

શિલાવરણ (lithosphere)

શિલાવરણ (lithosphere) : ખડકોથી બનેલું આવરણ. પૃથ્વીનો પોપડો કે જે વિવિધ પ્રકારના ખડકોથી બનેલો છે તેને શિલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તેની નીચેની સીમા ભૂમધ્યાવરણ (mantle) અને ઉપરની સીમા જલાવરણ, જીવાવરણ અને વાતાવરણથી આવૃત છે. જલાવરણ અને વાતાવરણની સરખામણીએ જોતાં આ આવરણ ઘનદ્રવ્યથી બનેલું છે. મોટાભાગના અભ્યાસીઓ શિલાવરણને પોપડાના સમાનાર્થી…

વધુ વાંચો >

શિવાલિક-રચના

શિવાલિક–રચના : મધ્ય માયોસીન કાળથી નિમ્ન પ્લાયસ્ટોસીન કાળ દરમિયાન તૈયાર થયેલી, હિમાલયની તળેટીમાં ટેકરીઓ રૂપે જોવા મળતી ખડકરચના. ભારતીય ઉપખંડમાં નિમ્ન માયોસીન કાળગાળો પૂરો થવાનો સમય થઈ ગયો હતો ત્યારે હિમાલય ગિરિનિર્માણ-ક્રિયાના ઉત્થાનનો બીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો હતો. આ ઉત્થાનમાં ટેથીઝ મહાસાગરનું તળ એટલું બધું ઊંચકાયું હતું કે જેથી…

વધુ વાંચો >