શિપ-રૉક (Ship Rock) : યુ.એસ.ના ન્યૂ મેક્સિકો રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો, વિકેન્દ્રિત ડાઇક-અંતર્ભેદનો સહિતનો જ્વાળામુખી-દાટો. આ વિસ્તારમાં તે વિશિષ્ટ ભૂમિદૃશ્ય રચે છે. આજુબાજુની ભૂમિસપાટીથી તે 420 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે.

શિપ-રૉક (વહાણ ખડક), ન્યૂ મેક્સિકો

પ્રાચીન જ્વાળામુખીના કંઠ(નળીભાગ)માં જામેલા લાવાના ઘનીભવનથી તે તૈયાર થયેલો છે. કંઠની બહારનો ખડક કાળક્રમે ઘસારાને કારણે નામશેષ થઈ જવાથી તે ખુલ્લો બનેલો છે.

ગિરીશભાઈ પંડ્યા