ભૂસ્તરશાસ્ત્ર

વિલેમાઇટ

વિલેમાઇટ : જસતનું ધાતુખનિજ. નેસોસિલિકેટ. ટ્રુસ્ટાઇટ એનો ખનિજપ્રકાર છે. રાસા. બં. : Zn2SiO4. સ્ફ. વ. : હેક્ઝાગૉનલ. સ્ફ. સ્વ. : સ્ફટિકો ષટ્કોણીય પ્રિઝમૅટિક; ટૂંકા, મજબૂતથી લાંબા, નાજુક; બેઝલ પિનેકૉઇડથી અને જુદા જુદા રહોમ્બોહેડ્રાથી બનેલા છેડાઓવાળા. દળદાર, રેસાદાર કે ઘનિષ્ઠ; છૂટા છૂટા દાણાઓ સ્વરૂપે પણ મળે. પારદર્શકથી પારભાસક. સંભેદ : (0001)…

વધુ વાંચો >

વિલોપ

વિલોપ : ખનિજ-છેદોમાં જોવા મળતો પ્રકાશીય ગુણધર્મ. વિષમદિગ્ધર્મી ખનિજ-છેદનો સૂક્ષ્મદર્શક હેઠળ જોવા મળતો વિશિષ્ટ ગુણધર્મ. સૂક્ષ્મદર્શક હેઠળ જ્યારે બે નિકોલ પ્રિઝમ વચ્ચે આવા ખનિજ-છેદનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે પીઠિકા(stage)ને 360° ફેરવતાં પ્રત્યેક 90°ના તફાવતે ખનિજ-છેદ ચાર વખત સંપૂર્ણ કાળો થઈ જાય છે. વિષમદિગ્ધર્મી ખનિજ-છેદના આ ગુણધર્મને વિલોપ કહેવાય છે.…

વધુ વાંચો >

વિશિષ્ટ વળાંકો (warping of earth’s crust)

વિશિષ્ટ વળાંકો (warping of earth’s crust) : ગેડીકરણ કે ભંગાણની ઘટના સાથે સંકળાયેલા ન હોય એવા પ્રકારના, પૃથ્વીના પોપડામાં જોવા મળતા વળાંકો. આવા વળાંકો સામાન્ય રીતે માપી શકાય એવા આછા ઢોળાવોવાળા હોય છે. ભૂસ્તરીય અવલોકનો દ્વારા તેમજ કેટલાંક સાધનોથી કરવામાં આવેલાં સર્વેક્ષણો દ્વારા તેમનાં માપ લેવામાં આવેલાં છે અથવા માપનો…

વધુ વાંચો >

વિષમદૈશિક (અસાવર્તિક) ખનિજો (Anisotropic minerals)

વિષમદૈશિક (અસાવર્તિક) ખનિજો (Anisotropic minerals) : પ્રકાશીય ગુણધર્મધારક ખનિજસમૂહ. પ્રકાશીય ગુણધર્મોના સંદર્ભમાં ખનિજોના બે સમૂહ પાડેલા છે : (i) સમદૈશિક અને (ii) વિષમદૈશિક અથવા સાવર્તિક અને અસાવર્તિક ખનિજો. સમદૈશિક ખનિજો (isotropic minerals) : ક્યૂબિક સ્ફટિક પ્રણાલીનાં ખનિજોનો આ સમૂહમાં સમાવેશ થાય છે. સમદૈશિક ખનિજોમાં પ્રકાશનાં કિરણો બધી જ દિશામાં એકસરખી…

વધુ વાંચો >

વિસંવાદી અંતર્ભેદકો (discordant intrusions)

વિસંવાદી અંતર્ભેદકો (discordant intrusions) : પ્રાદેશિક ખડકસ્તરો સાથેના સંપર્ક મુજબનો આગ્નેય અંતર્ભેદકોનો સામૂહિક પ્રકાર. મૅગ્માજન્ય અંતર્ભેદનો જ્યારે પ્રાદેશિક ખડકસ્તરોને ભેદીને ઊભાં, ત્રાંસાં કે અન્ય (પણ સમાંતર ન હોય એવાં) સ્વરૂપો રચે ત્યારે તેમને વિસંવાદી અંતર્ભેદકો કહે છે. આકાર, કદ અને વલણ મુજબ તેમને વિશિષ્ટ નામ અપાય છે. આ સામૂહિક પ્રકારમાં…

વધુ વાંચો >

વિસુવિયસ

વિસુવિયસ : યુરોપના ભૂમિભાગ પરનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી. દક્ષિણ ઇટાલીમાં નેપલ્સના ઉપસાગર પર નેપલ્સ શહેરથી અગ્નિકોણમાં આશરે 11 કિમી.ના અંતરે તે આવેલો છે. દુનિયાભરના જ્વાળામુખીઓ પૈકી તેમાંથી વારંવાર થતાં પ્રસ્ફુટનોને કારણે તેમજ તેના પર સરળતાથી પહોંચી શકવાને કારણે વૈજ્ઞાનિકો દ્વારા વિસુવિયસનો વધુમાં વધુ અભ્યાસ કરવામાં આવેલો છે. તેથી તે વધુ…

વધુ વાંચો >

વિસુવિયેનાઇટ

વિસુવિયેનાઇટ : ઇડોક્રેઝ ખનિજનો સમાનાર્થી પર્યાય. સોરોસિલિકેટ. આ ખનિજ સર્વપ્રથમ વિસુવિયસ જ્વાળામુખી પ્રસ્ફુટન પેદાશોમાંથી મળી આવેલું હોવાથી આ નામ પડેલું છે. તેનો વાદળી ખનિજ-પ્રકાર સાયપ્રિન તરીકે અને જેડ જેવો લીલો ઘનિષ્ઠ પ્રકાર કૅલિફૉર્નાઇટ તરીકે ઓળખાય છે. રાસા. બંધારણ : Ca10Mg2Al4 (SiO4)5 (Si2O7)2 (OH)4. અહીં Mgનું Fe(ભિન્ન ભિન્ન પ્રમાણ)થી વિસ્થાપન થઈ…

વધુ વાંચો >

વિસ્થાપન (replacement)

વિસ્થાપન (replacement) : ભૂસ્તરશાસ્ત્ર અનુસાર કોઈ પ્રક્રિયામાં એક ઘટકની ક્રમશ: બીજા ઘટકમાં ફેરવાતી જવાની ઘટના. નીચેનાં ઉદાહરણો આ શબ્દના જુદા જુદા અર્થમાં થતા ઉપયોગને સ્પષ્ટ કરે છે : 1. અણુ ગોઠવણીમાં એક આયન બીજા આયનથી વિસ્થાપિત થાય. દા.ત., સિલિકેટ રચનાઓમાં Al”’નો આયન Si””ના આયનને વિસ્થાપિત કરી શકે. 2. એક સ્ફટિક…

વધુ વાંચો >

વિંધ્ય પર્વતો (ભૂસ્તરીય)

વિંધ્ય પર્વતો (ભૂસ્તરીય) : ભારતના મધ્યભાગમાં પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલી પર્વતમાળા. ગંગાના મેદાનની દક્ષિણેથી ધીમે ધીમે ક્રમશ: ઊંચાઈ પ્રાપ્ત કરતો જતો ખડકાળ પ્રદેશ મધ્ય ભારતના ઉચ્ચપ્રદેશમાં પરિણમે છે. ઇંદોર, ભોપાલ, બુંદેલખંડ વગેરે પ્રદેશોનું ભૂપૃષ્ઠ વિંધ્ય પર્વતમાળાના વિસ્તારોથી બનેલું છે. વિંધ્ય પ્રદેશની દક્ષિણ સરહદ પર સમુત્પ્રપાતો(escarpments)ની શ્રેણી આવેલી છે, તેનાથી વિંધ્ય પર્વતોનું તેમજ…

વધુ વાંચો >

વુલ્ફ્રેમાઇટ

વુલ્ફ્રેમાઇટ : ટંગસ્ટનનું ખનિજ. રાસા. બંધારણ : (Fe, Mn) WO4. સ્ફ. વ. : મૉનૉક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો મોટેભાગે ટૂંકા, પ્રિઝમેટિક, ક્યારેક લાંબા પ્રિઝમેટિક પણ હોય; કંઈક અંશે મેજ આકાર (100) ફલક પર; લંબાઈની દિશામાં રેખાંકિત; અન્યોન્ય સમાંતર સ્ફટિક-સમૂહો પણ મળે; પત્રવત્, દળદાર કે દાણાદાર પણ હોય; સોયાકાર સ્ફટિકોની આંતરગૂંથણી…

વધુ વાંચો >