ભૂસ્તરશાસ્ત્ર
ફાટખીણ (Rift valley)
ફાટખીણ (Rift valley) : પૃથ્વીના પોપડામાં ફાટ પડવાને પરિણામે ઉદભવતું ખીણ આકારનું ભૂમિસ્વરૂપ. ભૂસ્તરીય પરિભાષાના સંદર્ભમાં બે કે વધુ સ્તરભંગો વચ્ચે પોપડાના તૂટેલા ખંડવિભાગનું અવતલન થવાથી રચાતું લાંબું, સાંકડું, ઊંડું ગર્ત. બે ફાટો વચ્ચે ગર્ત કે ખાઈ કે ખીણ જેવું ભૂમિસ્વરૂપ તૈયાર થતું હોવાથી તે ફાટખીણના નામથી ઓળખાય છે. ગર્તની…
વધુ વાંચો >ફાટ-પ્રસ્ફુટન (Fissure eruption)
ફાટ-પ્રસ્ફુટન (Fissure eruption) : ફાટ મારફતે થતું લાવાનું પ્રસ્ફુટન. પૃથ્વીના પોપડાના કોઈ નબળા વિભાગને તોડીને મૅગ્માને બહાર નીકળી આવવા માટે જે ઊંડો, લાંબો પ્રવહનમાર્ગ મળી રહે તેને ફાટ કહેવાય છે. આ પ્રકારની ફાટ ગિરિનિર્માણ ઘટનાને કારણે કે અન્ય ભૂસંચલનજન્ય ઘટનાને કારણે ઉદભવતી હોય છે. પોપડાની અંદર તરફ આવી ફાટો જો…
વધુ વાંચો >ફાટ-શિરા (Fissure vein)
ફાટ-શિરા (Fissure vein) : બખોલ-પૂરણી(cavity filling)નો એક પ્રકાર. ખડકમાં રહેલી ફાટ ખનિજદ્રવ્યથી ભરાઈ જતાં તૈયાર થતો પટ ફાટ-શિરા કહેવાય. બખોલ-પૂરણીના બધા જ પ્રકારો પૈકી ફાટ-શિરાનું પ્રમાણ વધુ જોવા મળે છે અને સ્થાનભેદે તેમાંથી ભિન્ન ભિન્ન પ્રકારનાં ખનિજો – ધાતુખનિજો મળી રહે છે. ફાટ-શિરાઓની રચના બે ક્રમિક કક્ષાઓમાં થતી હોય છે…
વધુ વાંચો >ફાયલાઇટ
ફાયલાઇટ : ઑલિવીન વર્ગનું લોહઘટકયુક્ત ખનિજ. રાસા. બં. : 2FeO·SiO2. સ્ફ.વ. : ઑર્થોરહોમ્બિક. સ્ફ.સ્વ. : સ્ફટિકો મેજઆકાર, જાડા, છેડાઓ ક્યારેક ફાચર જેવા અણીવાળા; સામાન્ય રીતે દળદાર, ઘનિષ્ઠ, દાણાદાર, યુગ્મતા જો મળે તો (100) ફલક પર, પણ અસામાન્ય; સ્ફટિકો પારદર્શકથી પારભાસક. સંભેદ : (010) અને (100) ફલકને સમાંતર – અપૂર્ણ ભંગસપાટી…
વધુ વાંચો >ફિલાઇટ
ફિલાઇટ : વિકૃત ખડકનો એક પ્રકાર. તેના ખનિજ-બંધારણમાં ક્વાર્ટ્ઝ અને અબરખ-પતરીઓ અનિવાર્યતયા રહેલાં હોય છે. અબરખની પતરીઓને કારણે આ ખડક મંદ ચમકવાળો અને રેશમી સુંવાળપવાળો બની રહે છે. મૃણ્મય નિક્ષેપો પર થતી પ્રાદેશિક વિકૃતિ દ્વારા તૈયાર થતા વિકૃત ખડકોના વિશાળ સમૂહ પૈકીનો આ ખડક પ્રમાણમાં ઓછા તાપમાન-દાબવાળી ગ્રીનશિસ્ટ પ્રકારની કક્ષામાં…
વધુ વાંચો >ફિલિપ્સાઇટ
ફિલિપ્સાઇટ : ઝિયોલાઇટ વર્ગનું ખનિજ. રાસા. બં. : (K2, Na2, Ca) Al2Si4O12·4½H2Oની આજુબાજુનું. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો આંતરગૂંથણીવાળા યુગ્મ-સ્વરૂપે, ક્યારેક ઑર્થોર્હોમ્બિક કે ટેટ્રાગોનલ વર્ગનાં સ્વરૂપો જેવા એકાકી સ્ફટિકો; યુગ્મતા : (001), (021), (110) ફલકોને સમાંતર; પારદર્શકથી પારભાસક, સંભેદ : (010), (100) ફલકો પર સ્પષ્ટ. ભંગસપાટી :…
વધુ વાંચો >ફૂટ, રૉબર્ટ બ્રૂસ
ફૂટ, રૉબર્ટ બ્રૂસ (જ. 1834; અ. 1912) : બ્રિટિશ ભૂસ્તરશાસ્ત્રી અને પુરાતત્ત્વવિદ. કેટલાક તેમને ભારતીય પ્રાગ્-ઐતિહાસિક અભ્યાસના પ્રણેતા તરીકે પણ નવાજે છે. 24 વર્ષની ઉંમરે તેઓ ભારતીય સર્વેક્ષણ ખાતા(GSI)માં જોડાયા અને ત્યાં 33 વર્ષ સેવાઓ આપી. 1862માં પુરાતત્વીય સર્વેક્ષણ સ્થપાયા પછી તેમાં ભારતમાં મળી આવતા પ્રાગૈતિહાસિક માનવ-અવશેષો પર સંશોધન કરવાનું…
વધુ વાંચો >ફેકોલિથ
ફેકોલિથ : સંવાદી અંતર્ભેદકોનો એક પ્રકાર. ઊર્ધ્વવાંકના શીર્ષભાગમાં કે અધોવાંકના ગર્તભાગમાં ચાપ-સ્વરૂપે પ્રવિષ્ટ પામેલું સંવાદી અંતર્ભેદક. ઊર્ધ્વવાંકમાં હોય ત્યારે તેમનો સામાન્ય આકાર બહિર્ગોળ અને અધોવાંકમાં હોય ત્યારે તે અંતર્ગોળ દેખાય છે. વિરૂપક બળોની અસર હેઠળ સ્તરોનું જ્યારે ગેડીકરણ થાય ત્યારે ગેડના શીર્ષ અને ગર્તભાગો ક્યારેક એકબીજાના સંદર્ભમાં ખસીને વચ્ચેથી પહોળાં…
વધુ વાંચો >ફેલ્સ્પાર વર્ગ
ફેલ્સ્પાર વર્ગ : ખડકનિર્માણ માટેનાં આવશ્યક ઍલ્યુમિનોસિલિકેટ ખનિજોના મહત્વના સમૂહનો ફેલ્સ્પાર વર્ગમાં સમાવેશ કરેલો છે. રાસાયણિક બંધારણ : ફેલ્સ્પાર ખનિજોનું એક સમૂહ તરીકે સર્વસામાન્ય બંધારણ પોટૅશિયમ, સોડિયમ, કૅલ્શિયમ અને ક્વચિત્ બેરિયમ સહિત ઍલ્યુમિનિયમના સિલિકેટથી બનેલું હોય છે. તેમનું રાસાયણિક બંધારણ OrxAbyAnz એ રીતે મુકાય, જેમાં x + y + z…
વધુ વાંચો >ફેલ્સ્પેથૉઇડ ખડકો
ફેલ્સ્પેથૉઇડ ખડકો : અગ્નિકૃત ખડકોનો એક વિશિષ્ટ પ્રકાર. આ પ્રકારના ખડકોના બંધારણમાં રહેલાં ખનિજોમાં સિલિકાથી અતૃપ્ત ફેલ્સ્પેથૉઇડ વર્ગનાં ખનિજો – લ્યુસાઇટ, નેફેલીન, કેન્ક્રિનાઇટ, સોડાલાઇટ, હોયેન, નોસિયન, લેઝ્યુરાઇટ–નો સમાવેશ થાય છે. આ ખડકો સિલિકા અને ઍલ્યુમિનિયમના સંબંધમાં આલ્કલી(Na2O + K2O)ની ઊંચી ટકાવારીની વિશિષ્ટતાવાળા હોય છે. આ ખડકો કુદરતમાં અંત:કૃત, અગ્નિકૃત તેમજ…
વધુ વાંચો >