ફિલિપ્સાઇટ : ઝિયોલાઇટ વર્ગનું ખનિજ. રાસા. બં. : (K2, Na2, Ca) Al2Si4O12·4½H2Oની આજુબાજુનું. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો આંતરગૂંથણીવાળા યુગ્મ-સ્વરૂપે, ક્યારેક ઑર્થોર્હોમ્બિક કે ટેટ્રાગોનલ વર્ગનાં સ્વરૂપો જેવા એકાકી સ્ફટિકો; યુગ્મતા : (001), (021), (110) ફલકોને સમાંતર; પારદર્શકથી પારભાસક, સંભેદ : (010), (100) ફલકો પર સ્પષ્ટ. ભંગસપાટી : ખરબચડી, બરડ. ચમક : કાચમય. રંગ : રંગવિહીન, સફેદ, ક્યારેક રતાશ પડતો. કઠિનતા : 4થી 4.5. વિ. ઘ. : 2.20. પ્રકા. અચ. : α = 1·483થી 1·504, β = 1·484થી 1·509, γ = 1·486થી 1·514. પ્રકા. સંજ્ઞા : + ve, 2v = 60°થી 80°. પ્રાપ્તિસ્થિતિ : બેસાલ્ટ, ફોનોલાઇટ જેવા ખડકોનાં કોટરોમાં; સરોવરજન્ય ક્ષારનિક્ષેપોમાં; ઊંડા સમુદ્રજળના ચૂનાયુક્ત નિક્ષેપોમાં; ગરમ પાણીના ઝરા-નિક્ષેપોમાં. પ્રાપ્તિસ્થાનો : યુ.એસ. – કૅલિફૉર્નિયા, હવાઈ–હોનોલુલુ, ઇટાલી, સિસિલી, ઉત્તર આયર્લૅન્ડ, જર્મની, ચેકોસ્લોવેકિયા, યુગાન્ડા, ઑસ્ટ્રેલિયા.

ગિરીશભાઈ પંડ્યા