ભૂસ્તરશાસ્ત્ર

ખનિજનિક્ષેપ-વર્ગીકરણ

ખનિજનિક્ષેપ-વર્ગીકરણ : જુઓ ખનિજનિક્ષેપો

વધુ વાંચો >

ખનિજનિક્ષેપો

ખનિજનિક્ષેપો (mineral deposits) : સંપૂર્ણત: કે અંશત: આર્થિક મૂલ્ય ધરાવતો કુદરતમાં મળી આવતો કોઈ પણ ખનિજ કે ધાતુખનિજનો જથ્થો. આ શબ્દપ્રયોગ મોટે ભાગે મૅગ્નેટાઇટ, હીમેટાઇટ, ક્રોમાઇટ જેવા કોઈ પણ એક પ્રકારના જથ્થા માટે ઉપયોગમાં લેવાય છે. એક કરતાં વધુ ખનિજોના સહયોગમાં મળતા જૂથ માટે કે ચૂનાખડક, રેતીખડક, આરસપહાણ જેવા મૂલ્યવાન…

વધુ વાંચો >

ખનિજ-નિર્દેશકો

ખનિજ-નિર્દેશકો (gossans, iron hats) : ભૂપૃષ્ઠ પરનાં કાટરંગી લોહ-ઑક્સાઇડ આચ્છાદનો. પોપડાના અંદરના ભાગોમાં રહેલા પાયરાઇટ, ચાલ્કોપાયરાઇટ, બોર્નાઇટ વગેરે જેવા લોહયુક્ત ખનિજ સલ્ફાઇડ ધરાવતા નિક્ષેપો કે શિરાઓવાળા જથ્થાઓનું ઑક્સિડેશન થતાં તેમાંનું લોહદ્રવ્ય ઉપર તરફ ખેંચાતું જઈ ભૂપૃષ્ઠ તલ પર આચ્છાદન સ્વરૂપે જમા થાય છે. આવાં આચ્છાદનો, અમુક ઊંડાઈએ સલ્ફાઇડ-સમૃદ્ધ ખનિજ જથ્થાઓના…

વધુ વાંચો >

ખનિજ-પરખ

ખનિજ-પરખ : કુદરતમાં મળી આવતાં ખનિજોને તેમના ભૌતિક, પ્રકાશીય, સ્ફટિકીય અને રાસાયણિક ગુણધર્મો પ્રયોગશાળામાં ચકાસીને ઓળખી શકાય છે. રંગ, વર્ણરેખા, સ્વરૂપ, ચમક, પ્રભંગ અને વિભેદ જેવા ગુણધર્મો ભૌતિક લક્ષણોમાં; રંગવિકાર, ધ્રુવીભૂત રંગો, યુગ્મતા જેવા ગુણધર્મો પ્રકાશીય લક્ષણોમાં; સ્ફટિકસ્વરૂપ, સ્ફટિકસમતા અને સ્ફટિકપ્રણાલી જેવા ગુણધર્મો સ્ફટિકીય લક્ષણોમાં તથા રાસાયણિક બંધારણ રાસાયણિક લક્ષણમાં…

વધુ વાંચો >

ખનિજપ્રભંગ

ખનિજપ્રભંગ (fracture) : ખનિજોની તૂટેલી કે તોડવામાં આવેલી સપાટી (surface) ઉપર દેખાતાં વિશિષ્ટ લક્ષણો. ખનિજવિભેદ દ્વારા મળતી લીસી સપાટીની અપેક્ષાએ પ્રભંગ દ્વારા મળતી સપાટી અનિયમિત અને સ્વતંત્ર હોય છે. તેથી જ્યારે ખનિજને વિભેદથી જુદી દિશામાં તોડવામાં આવે ત્યારે પ્રભંગનાં લક્ષણ જોવા મળે છે. માટે પ્રભંગના આ ગુણધર્મનો ઉપયોગ ખનિજ-પરખ માટે…

વધુ વાંચો >

ખનિજયુક્ત પોલાણ (સ્ફટિકયુક્ત પોલાણ)

ખનિજયુક્ત પોલાણ (સ્ફટિકયુક્ત પોલાણ) : ખડકનાં 2.54 સેમી.થી 30 સેમી. કે તેથી વધુ કદ ધરાવતાં પોલાં અને લગભગ ગોળાકાર સ્વરૂપો. કેટલાક ચૂનાખડકસ્તરોમાં આવાં વિશિષ્ટ સ્વરૂપો જોવા મળે છે. શેલખડકોમાં તે ભાગ્યે જ મળી આવે છે. તેમનાં કેટલાંક નોંધપાત્ર લક્ષણો નીચે પ્રમાણે છે : (1) લગભગ ગોળાકાર સ્વરૂપ; (2) અંદરના ભાગમાં…

વધુ વાંચો >

ખનિજવર્ણકો

ખનિજવર્ણકો (mineral pigments) : રંગોની બનાવટમાં, રંગને અપારદર્શિતા આપવામાં, રંગો બનાવવાના માધ્યમ તરીકે, ચણતર કે પ્લાસ્ટર માટેના સિમેન્ટ કે પીસેલા ચૂનામાં રંગ લાવવા માટે, પ્લાસ્ટરમાં, લિનોલિયમ, રબર, પ્લાસ્ટિક જેવા પદાર્થોમાં ઉમેરણ તરીકે વપરાતાં ખનિજદ્રવ્યો. ખનિજવર્ણકોને ત્રણ વર્ગોમાં વહેંચવામાં આવેલા છે : (i) કુદરતી ખનિજવર્ણકો, (2) કુદરતી ખનિજદ્રવ્યોને બાળીને કે શુદ્ધ…

વધુ વાંચો >

ખનિજ-વર્ણરેખા

ખનિજ-વર્ણરેખા (streak) : ખનિજનો ચૂર્ણ સ્વરૂપમાં રંગ દર્શાવતો ગુણધર્મ. તેથી તેને ચૂર્ણરંગ પણ કહેવાય છે. ખનિજની વર્ણરેખા અર્થાત્ તેનો ચૂર્ણરંગ, ખનિજના મૂળ જથ્થાના રંગ કરતાં જુદો હોઈ શકે; જેમ કે, કાળા કે કથ્થાઈ રંગનું હીમેટાઇટ લાલ રંગની અને સોનેરી પીળો પાયરાઇટ ઘેરા લીલા રંગની વર્ણરેખા આપે છે. વર્ણરેખા પારખવા માટે…

વધુ વાંચો >

ખનિજવિભેદ

ખનિજવિભેદ (cleavage) : ખનિજોની અમુક ચોક્કસ રીતે તૂટવાની (છૂટા પડવાની) ક્રિયા. તૂટેલી ખનિજસપાટીને વિભેદસપાટી (cleavage plane) કહે છે. ખનિજોમાં જોવા મળતા વિભેદ ખનિજના સ્ફટિકીય સ્વરૂપ તેમજ આંતરિક આણ્વિક રચના પર આધારિત હોય છે. વિભેદ પામેલ દરેક ખનિજની વિભેદસપાટી અમુક સ્ફટિક-ફલકને સમાંતર હોય છે. વિભેદસપાટીમાં ખનિજના અણુઓ ખૂબ નજીક નજીક હોય…

વધુ વાંચો >

ખનિજશાસ્ત્ર

ખનિજશાસ્ત્ર (mineralogy) : ખનિજીય અભ્યાસનાં તમામ પાસાંને આવરી લેતી વિજ્ઞાનશાખા. તેમાં ખનિજોનાં ભૌતિક ગુણધર્મો, રાસાયણિક બંધારણ, ખનિજ-સ્ફટિકોની આંતરિક અણુરચના, પ્રાપ્તિસ્થિતિ, કુદરતમાં તેમનું વિતરણ, ભૌતિક-રાસાયણિક સંજોગોના સંદર્ભમાં તેમની ઉત્પત્તિ વગેરેનો સમાવેશ થાય છે. ખનિજીય અભ્યાસના હેતુઓ ભિન્ન ભિન્ન હોઈ શકે – પછી તે વર્ણનાત્મક હોય, વર્ગીકરણાત્મક હોય, ખનિજ-સ્ફટિકોની આંતરિક અણુરચના નક્કી…

વધુ વાંચો >