ખનિજયુક્ત પોલાણ (સ્ફટિકયુક્ત પોલાણ)

January, 2010

ખનિજયુક્ત પોલાણ (સ્ફટિકયુક્ત પોલાણ) : ખડકનાં 2.54 સેમી.થી 30 સેમી. કે તેથી વધુ કદ ધરાવતાં પોલાં અને લગભગ ગોળાકાર સ્વરૂપો. કેટલાક ચૂનાખડકસ્તરોમાં આવાં વિશિષ્ટ સ્વરૂપો જોવા મળે છે. શેલખડકોમાં તે ભાગ્યે જ મળી આવે છે. તેમનાં કેટલાંક નોંધપાત્ર લક્ષણો નીચે પ્રમાણે છે :

(1) લગભગ ગોળાકાર સ્વરૂપ; (2) અંદરના ભાગમાં પોલાણ; (3) સ્ફટિકયુક્ત પોલાણની દીવાલ અને આવર્ત ચૂનાખડકદ્રવ્ય વચ્ચે માટીનું પાતળું પડ; (4) બહારની બાજુએ કૅલ્સિડોની પડ; (5) બાહ્ય દીવાલની અંદર તરફ વિકસેલા સ્ફટિક અને (6) વિસ્તરણ અથવા વિકાસનો પુરાવો.

વ્રિજવિહારી દીનાનાથ દવે