ભૂસ્તરશાસ્ત્ર
ઍન્ડેલ્યુસાઇટ
ઍન્ડેલ્યુસાઇટ : એલ્યુમિનોસિલિકેટ ખનિજ. સ્વચ્છ, પારદર્શક હોય તો રત્ન ગણાય. રા. બં. : Al2O3SiO2; સ્ફ. વ. : ઑર્થોરહોમ્બિક; સ્વ. : મોટા પ્રિઝમસ્વરૂપ સ્ફટિક, સ્તંભાકાર અથવા તંતુમય જથ્થામાં; રં. : ગુલાબી, રતાશ પડતો કથ્થાઈ, સફેદ, જાંબલી, લીલાશ પડતો કે રાખોડી; સં. : પ્રિઝમ સ્વરૂપને સમાંતર; ચ. : કાચમય; ભં. સ. :…
વધુ વાંચો >ઍન્ડેસાઇટ
ઍન્ડેસાઇટ (andesite) : અગ્નિકૃત ખડકો માટે હેચે તૈયાર કરેલા વર્ગીકરણ મુજબનો એક સબ-ઍસિડિક જ્વાળામુખી ખડક. તેમાં પ્લેજિયોક્લેઝ-ફેલ્સ્પારનું પ્રમાણ આલ્કલી ફેલ્સ્પાર કરતાં વધુ હોવાને કારણે તેનો સોડા-લાઇમ શ્રેણીમાં સમાવેશ કરેલો છે. પ્લેજિયોક્લેઝ-ફેલ્સ્પારનું પ્રમાણ અન્ય ખનિજો કરતાં વધુ હોય છે. તેમાં આલ્કલી ફેલ્સ્પારનું પ્રમાણ અલ્પ હોય છે. ઓગાઇટ, હોર્નબ્લેન્ડ અને બાયોટાઇટ એ…
વધુ વાંચો >ઍન્ડેસિન
ઍન્ડેસિન : પ્લેજિયોક્લેઝ શ્રેણીનું ખનિજ. રા. બ. – mNaAlSi3O8 સાથે nCaAl2SiO8, Ab70An30 – Ab50 An50; સ્ફ. વ. – ટ્રાયક્લિનિક; સ્વ. – ‘b’ અક્ષને સમાંતર ચપટા સ્ફટિક, સામાન્યત: જથ્થામય કે દાણાદાર, યુગ્મતા સામાન્ય જેવી કે કાર્લ્સબાડ, આલ્બાઇટ અને પેરિક્લિન નિયમ પ્રમાણે; રં. – રંગવિહીન, સફેદ, રાખોડી; સં. – આલ્બાઇટ મુજબ; ચ.…
વધુ વાંચો >ઍન્ડ્રેડાઇટ
ઍન્ડ્રેડાઇટ : ગાર્નેટ વર્ગનું ખનિજ. રા. બં. – Ca3Fe2 (SiO4)3; સ્ફ. વ. – ક્યુબિક; સ્વ. – ડોડેકાહેડ્રોન કે ટ્રેપેઝોહેડ્રોન સ્વરૂપ કે બંનેના સહઅસ્તિત્વ સાથેના સ્ફટિકો જથ્થામય કે દાણાદાર; રં. – પીળાશ પડતો લીલો, લીલો, લીલાશ પડતો કથ્થાઈ, કથ્થાઈ, રતાશ પડતો કથ્થાઈ, કાળો; ચ. – કાચમયથી રાળ જેવો; ભ્રં. સ. –…
વધુ વાંચો >ઍન્થ્રાકૉલિથિક રચનાઓ
ઍન્થ્રાકૉલિથિક રચનાઓ (anthracolithic systems) : કાર્બોનિફેરસ અને પરમિયન રચનાઓના સમૂહ માટે વપરાતી સંજ્ઞા. સોલ્ટરેઇન્જના પરમિયન કાળના પ્રૉડક્ટસ ચૂનાખડકસમૂહનો નીચેનો ભાગ કાશ્મીર, સ્પિટી અને ઉત્તર હિમાલયની પરમિયન કાર્બોનિફેરસ રચનાનો સમકાલીન છે. સ્તરવિદ્યાની ર્દષ્ટિએ તેમજ પ્રાચીન પ્રાણીવિદ્યાની ર્દષ્ટિએ એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવતા વિસ્તારો સાથે પરમિયન રચનાને કાર્બોનિફેરસથી જુદી પાડવી મુશ્કેલ હોય…
વધુ વાંચો >ઍન્થ્રેસાઇટ
ઍન્થ્રેસાઇટ : શ્રેષ્ઠ પ્રકારનો ખનિજ કોલસો. બંધારણ C. તેમાં કાર્બનનું પ્રમાણ સામાન્ય રીતે 80 % કરતાં વધારે હોવાથી તે રંગે ઘેરો કાળો અને ચમકવાળો હોય છે. પોપડામાં અત્યંત દબાણ અને ગરમી હેઠળ બનેલો હોવાથી તે કઠણ અને ભેજ વગરનો હોય છે. વનસ્પતિદ્રવ્યજથ્થાની જમાવટ જ્યારે જળકૃત નિક્ષેપોના પ્રસ્તરો સાથે થાય અને…
વધુ વાંચો >ઍન્સ્ટેટાઇટ
ઍન્સ્ટેટાઇટ : ઑર્થોરૉમ્બિક પાઇરૉક્સિન/ પાઇરૉક્સિન વર્ગનું ખનિજ. રા. બં. – MgSiO3(15 % સુધી FeSiO3 સાથે); સ્ફ. વ. – ઑર્થોરૉહોમ્બિક; સ્વ. – મૅક્રો અને બ્રેકિપિનેકોઇડ સાથેના પ્રિઝમ સ્વરૂપ સ્ફટિકો, સામાન્યત: જથ્થામય અને પટ્ટાદાર; રં. – રંગવિહીન, રાખોડી, લીલો, કથ્થાઈ, પીળો; સં. – સુવિકસિત બે પ્રિઝમ સ્વરૂપને સમાંતર; ચ. – કાચમયથી મૌક્તિક;…
વધુ વાંચો >એપાર્કિયન અસંગતિ
એપાર્કિયન અસંગતિ (Eparchaean unconformity) : પુરાણા અને આર્કિયન ખડકરચનાઓ વચ્ચેનો સાતત્યભંગ. ભારતમાં અતિપ્રાચીન સમયના ખડકોથી માંડીને અર્વાચીન સમયના ખડકો મળી આવે છે, પરંતુ વિવિધ ભૂસ્તરીય કાળના ખડકોનો ઉત્પત્તિક્રમ અવિરત હોતો નથી. પરિણામે કેટલીક વખતે ખડકરચનાની ઉત્પત્તિના સાતત્યમાં ભંગ (વિક્ષેપ) જોવા મળે છે, જેનો નિર્દેશ ભૂસ્તરશાસ્ત્રની સ્તરવિદ્યાશાખામાં અસંગતિ પ્રકારના નિક્ષેપવિરામના લક્ષણ…
વધુ વાંચો >એપિડોટ (પિસ્ટેસાઇટ)
એપિડોટ (પિસ્ટેસાઇટ) : એક ખનિજ. રા. બં. – Ca2Fe3+Al2O. H[Si2O7]; સ્ફ. વ. – મૉનોક્લિનિક; – ‘b’ અક્ષને સમાંતર, વિકસિત, સોયાકાર, તંતુમય, દાણાદાર, જથ્થામય; રં. – લીલો, કાળાશ પડતો લીલો, પિસ્તા જેવો લીલો; સં. બેઝલપિનકોઇડને સમાંતર; ચ. – કાચમય; ભં. સ. – ખરબચડી; ચૂ. – રંગવિહીન કે રાખોડી; ક. – 6.0…
વધુ વાંચો >ઍપેટાઇટ
ઍપેટાઇટ : ફૉસ્ફરસનું એક અગત્યનું ખનિજ. રા.બં. – Ca5F(PO4)3 અથવા 3Ca3P2O8CaF2 અને 3Ca3P2O8CaCl2; સ્ફ. વ. – હેક્ઝાગોનલ; સ્વ. – સામાન્યત: બેઝલ પિનેકોઇડ સાથે કે તે સિવાય પ્રિઝમ અને પિરામિડ સ્વરૂપવાળા સ્ફટિક; રં. – પીળો, પીળાશ પડતો લીલો, નીલો, સફેદ, વાદળી, રાખોડી, રાતો, સં. – અલ્પવિકસિત બેઝલપિનેકોઇડને સમાંતર; ચ. – કાચમય…
વધુ વાંચો >