ઍન્ડ્રેડાઇટ : ગાર્નેટ વર્ગનું ખનિજ. રા. બં. – Ca3Fe2 (SiO4)3; સ્ફ. વ. – ક્યુબિક; સ્વ. – ડોડેકાહેડ્રોન કે ટ્રેપેઝોહેડ્રોન સ્વરૂપ કે બંનેના સહઅસ્તિત્વ સાથેના સ્ફટિકો જથ્થામય કે દાણાદાર; રં. – પીળાશ પડતો લીલો, લીલો, લીલાશ પડતો કથ્થાઈ, કથ્થાઈ, રતાશ પડતો કથ્થાઈ, કાળો; ચ. – કાચમયથી રાળ જેવો; ભ્રં. સ. – ખરબચડીથી વલયાકાર; ક. – 6.5થી 7.0; વિ. ઘ. – 3.7થી 4.1; પ્ર. અચ. – (અ) વક્રી. N = 1.887; પ્રા. સ્થિ. – મુખ્યત્વે ક્લોરાઇટ-શિસ્ટ અને સર્પન્ટિનાઇટ જેવા વિકૃત ખડકોમાં, આલ્કલાઇન અગ્નિકૃત ખડકોમાં (મેલેનાઇટ), વિકૃતીકરણ પામેલા ચૂનાખડકોમાં અથવા વિકૃતિ વિભાગોમાં.

વ્રિજવિહારી દીનાનાથ દવે