એપિડોટ (પિસ્ટેસાઇટ) : એક ખનિજ. રા. બં. – Ca2Fe3+Al2O. H[Si2O7]; સ્ફ. વ. – મૉનોક્લિનિક; – ‘b’ અક્ષને સમાંતર, વિકસિત, સોયાકાર, તંતુમય, દાણાદાર, જથ્થામય; રં. – લીલો, કાળાશ પડતો લીલો, પિસ્તા જેવો લીલો; સં.  બેઝલપિનકોઇડને સમાંતર; ચ. – કાચમય; ભં. સ. – ખરબચડી; ચૂ. – રંગવિહીન કે રાખોડી; ક. – 6.0 થી 7.0; વિ. ઘ. – 3.35થી 3.50; પ્ર. અચ. – (અ) વક્રી. –  α = 1.740, β = 1.768, γ = 1.787; (બ) 2g = 74o; પ્ર. સં. – દ્વિઅક્ષી (-ve); પ્રા. સ્થિ. – ઉષ્ણતાદાબ વિકૃતિ પામેલા અગ્નિકૃત-જળકૃત ખડકોમાં, કેલ્ક-સિલિકેટ દ્રવ્યની અશુદ્ધિવાળા ઍસિડ અગ્નિકૃત ખડકોમાં પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પારની પરિવર્તનપેદાશ કે વિકૃતિના સંસર્ગવિભાગમાં.

વ્રિજવિહારી દીનાનાથ દવે