ઍન્સ્ટેટાઇટ : ઑર્થોરૉમ્બિક પાઇરૉક્સિન/ પાઇરૉક્સિન વર્ગનું ખનિજ. રા. બં. – MgSiO3(15 % સુધી FeSiO3 સાથે); સ્ફ. વ. – ઑર્થોરૉહોમ્બિક; સ્વ. – મૅક્રો અને બ્રેકિપિનેકોઇડ સાથેના પ્રિઝમ સ્વરૂપ સ્ફટિકો, સામાન્યત: જથ્થામય અને પટ્ટાદાર; રં. – રંગવિહીન, રાખોડી, લીલો, કથ્થાઈ, પીળો; સં. – સુવિકસિત બે પ્રિઝમ સ્વરૂપને સમાંતર; ચ. – કાચમયથી મૌક્તિક; ભં. સ. – ખરબચડી; ચૂ. રંગવિહીન કે રાખોડી; ક. – 5.0થી 6.0; વિ. ઘ. – 3.209થી 3.431; પ્ર. અચ. – (અ) વક્રી – α = 1.650થી 1.662, β = 1.653થી 1.671, γ = 1.658થી 1.680, (બ) 2γ = 55oથી 90o; પ્ર. સં. – દ્વિઅક્ષી (+ve); પ્રા. સ્થિનોરાઇટ, પાયરૉક્સિનાઇટ, પેરિડોટાઇટ જેવા બેઝિક અને અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડકોમાં, ઉષ્ણતા અને ઉષ્ણતાદાબવિકૃતિ ઉત્પત્તિવાળા વિકૃત ખડકોમાં તેમજ ખડકમય અને ધાતુમય ઉલ્કાઓમાં.

વ્રિજવિહારી દીનાનાથ દવે