ભૂગોળ
ટંકારા
ટંકારા : ગુજરાતમાં રાજકોટ જિલ્લાના મોરબી તાલુકામાં આવેલું આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ. 22° 35´ ઉ. અ. અને 70° 40´ પૂ. રે. ઉપર ડેમી નદીના પશ્ચિમ કાંઠે સર્પાકાર વળાંક પર તે વસેલું છે. ટંકારા નજીક ડેમી નદી સાથે આસુંદરીનો સંગમ થાય છે. આ સ્થળ મોરબીથી વાયવ્યે 22.4 કિમી., રાજકોટથી…
વધુ વાંચો >ટાઇગ્રિસ
ટાઇગ્રિસ : પશ્ચિમ એશિયાની પ્રમુખ નદી. ભૌગોલિક સ્થાન : 33o ઉ. અ. અને 45o પૂ. રે.. આ નદીની લંબાઈ આશરે 1900 કિમી. તથા તેનું સ્રાવક્ષેત્ર (catchment area) 3,73,000 ચોકિમી. છે. તે મેસોપોટેમિયા(ઇરાક)ના સૂકા પ્રદેશની જીવાદોરી છે. તે પૂર્વ તુર્કસ્તાનના મધ્ય ભાગમાં આવેલ ગોલકુક સરોવરમાંથી પસાર થાય છે તથા ટર્કીના અગ્નિ…
વધુ વાંચો >ટાન્ઝાનિયા
ટાન્ઝાનિયા : પૂર્વ આફ્રિકામાં આવેલું પ્રજાસત્તાક રાજ્ય. ભૌગોલિક સ્થાન 6o 00´ દ. અ. અને 35o 00´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. પૂર્વ આફ્રિકાની મુખ્ય ભૂમિ પર આવેલા ટાંગાનિકા અને હિંદી મહાસાગરના કિનારા નજીક આવેલા ઝાંઝીબાર અને પેમ્બા ટાપુઓના રાજ્યને એકત્ર કરીને 1964ની 26મી એપ્રિલે આ રાજ્યની રચના કરવામાં આવી. સ્થાન :…
વધુ વાંચો >ટામ્પા (ટેમ્પા)
ટામ્પા (ટેમ્પા) : અમેરિકાનું મહત્વનું બંદર, ફ્લૉરિડા રાજ્યનું અગત્યનું ઔદ્યોગિક નગર તથા વ્યાપારી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન 27° 56´ ઉ. અ. અને 82° 27´ પ. રે.. ટૅમ્પા ઉપસાગરના ઈશાન કિનારા પર, સેન્ટ પીટર્સબર્ગની ઈશાને 40 કિમી.ના અંતરે તે આવેલું છે. હિલ્સબરો પરગણાનું તે મુખ્ય મથક છે. તેની વસ્તી 3.84 લાખ, મહાનગરની…
વધુ વાંચો >ટાયર (Sur-Tyre)
ટાયર (Sur-Tyre) : દક્ષિણ ભૂમધ્ય સમુદ્રને કિનારે સિડોનથી 40 કિમી. અને બૈરુતથી નેર્ઋત્યે 250 કિમી. દૂર આવેલું પ્રાચીન ફિનિશિયન બંદર. ભૌ. સ્થાન : 33o 16’ ઉ. અ. અને 35o 11’ પૂ. રે.. ઈ. સ. પૂ. 11માથી 7મા શતક દરમિયાન તે ફિનિશિયાની રાજધાની હતી. હાલ મોટા વેપારીકેન્દ્ર તરીકે તે જાણીતું છે.…
વધુ વાંચો >ટાસ્માન સમુદ્ર
ટાસ્માન સમુદ્ર : ઑસ્ટ્રેલિયા ખંડની અગ્નિ દિશામાં આવેલો સમુદ્ર. પૅસિફિક મહાસાગરમાં તેનો સમાવેશ થાય છે. 25°થી 45° દક્ષિણ અક્ષાંશવૃત્તો વચ્ચે અને 140°થી 175° પૂર્વ રેખાંશવૃત્તો વચ્ચે તેનું ભૌગોલિક સ્થાન છે. આ સમુદ્રના ઉત્તર તરફના ભાગમાં ન્યૂકૅલિડોનિયા અને અન્ય ટાપુઓ, પશ્ચિમ તરફના ભાગમાં ઑસ્ટ્રેલિયા ખંડનાં ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરિયા અને ટાસ્માનિયા…
વધુ વાંચો >ટાસ્માનિયા
ટાસ્માનિયા : ઑસ્ટ્રેલિયા ખંડના અગ્નિ છેડા પર આવેલું તેનું અંતર્ગત રાજ્ય. તેનું ક્ષેત્રફળ જળવિસ્તાર સહિત 90,758 ચોકિમી. છે, જે ઑસ્ટ્રેલિયાનો 1% કરતાં પણ ઓછો વિસ્તાર રોકે છે. આ રાજ્યનું જૂનું નામ ‘વાન ડાઇમન્સલૅન્ડ’ હતું. તેની વસ્તી 5.85 હજાર (2024) છે. હોબાર્ટ તેનું પાટનગર છે જે રાજ્યનાં ચાર મોટાં નગરો પૈકીનું…
વધુ વાંચો >ટિમ્બકટુ
ટિમ્બકટુ : પશ્ચિમ આફ્રિકામાં આવેલ માલી દેશનું મહત્વનું વ્યાપારી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 16° 46´ ઉ. અ. અને 03° 01´ પ. રે.. સહરાના દક્ષિણ કિનારે નાઇજર નદીથી 13 કિમી. દૂર આવેલા આ શહેરની સ્થાપના અગિયારમી સદીમાં ટ્યૂરેગ નામની વિચરતી જાતિ દ્વારા થઈ હતી. તેના મોકાના ભૌગોલિક સ્થાનને પરિણામે રણની ખેપ…
વધુ વાંચો >ટિયનજિન
ટિયનજિન (Tianjin) : હોબાઈ પ્રાંતમાં આવેલું ચીનનું ત્રીજા નંબરનું મોટું શહેર અને પ્રમુખ બંદર. ભૌગોલિક સ્થાન : 39o 08’ ઉ. અ. અને 117o 12’ પૂ. રે. તેનું ચીની ભાષાનું નામ ‘ટીઆનજીન’ છે. તે બેજિંગથી નૈર્ઋત્ય ખૂણે 138 કિમી. દૂર હાઈ હો (Hai Ho) નદીની પાંચ શાખાઓના સંગમસ્થાને ગ્રાન્ડ કૅનાલ ઉપર…
વધુ વાંચો >ટીંટોઈ
ટીંટોઈ : અરવલ્લી જિલ્લામાં મોડાસાની ઉત્તરે શામળાજીના રસ્તે ઈશાન ખૂણા પર આવેલું મહત્વનું પ્રાચીન સ્થાન. ભૌગોલિક સ્થાન : 23° 26´ ઉ. અ. અને 73° 15´ પૂ. રે.. થોડાં વર્ષો પહેલાં ખોદકામ દરમિયાન ત્યાં મંદિરના અવશેષો – મહાવીરસ્વામીની મૂર્તિ વગેરે – મળી આવ્યા હતા, જે મોડાસા કૉલેજ મ્યુઝિયમમાં રાખવામાં આવેલ છે.…
વધુ વાંચો >