ભૂગોળ

કોલંબો

કોલંબો : શ્રીલંકા(સિલોન – પ્રાચીન નામ સિંહલદ્વીપ)નું પાટનગર અને દેશનું સૌથી મોટું વેપારી મથક અને બંદર. ભૌગોલિક સ્થાન 6°. 56′ ઉ.અ. અને 79°.51′ પૂ.રે. મનારના અખાતમાં શ્રીલંકાની પશ્ચિમે આ બંદર આવેલું છે. તેનો વિકાસ પોર્ટુગીઝ દ્વારા થયેલો. આ બંદર સિંહાલી ભાષામાં ‘Kolaamba’ (કોલાઅમ્બા) નામે ઓળખાતું. આબોહવા : કોલંબોનું જાન્યુઆરીનું તાપમાન…

વધુ વાંચો >

કોલા દ્વીપકલ્પ

કોલા દ્વીપકલ્પ : ભૂતપૂર્વ સોવિયેટ રશિયાના મુરમાન્સ્ક જિલ્લામાં આવેલ શ્વેત સમુદ્ર અને બેરેન્ટ સમુદ્રને જુદા પાડતો ઉત્તર ધ્રુવ પ્રદેશમાંનો દ્વીપકલ્પ. ભૌગોલિક સ્થાન : 67° 30′ ઉ.અ. અને 37°. 00′ પૂ.રે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 375 કિમી., ઉત્તર-દક્ષિણ પહોળાઈ 305 કિમી. અને ક્ષેત્રફળ 1,00,000 ચોકિમી. છે, અહીંના આર્કિયન કાળના ગ્રૅનાઇટ અને નાઇસ…

વધુ વાંચો >

કોલાર

કોલાર : કર્ણાટક રાજ્યનો જિલ્લો તથા જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે. 13° 08′ ઉ.અ. અને 78° 08′ પૂ.રે. 8,223 ચોકિમી. વિસ્તાર છે. આ જિલ્લાની પશ્ચિમ તરફ બેંગલોર અને તુમ્કુર જિલ્લા આવેલા છે, જ્યારે બાકીની બધી સીમા આંધ્રપ્રદેશ અને તામિલનાડુ રાજ્યોથી ઘેરાયેલી છે; ઉત્તર અને પૂર્વ તરફ અનુક્રમે આંધ્ર પ્રદેશના અનંતપુર…

વધુ વાંચો >

કોલીમા

કોલીમા : પૅસિફિક મહાસાગરને પૂર્વ કિનારે વાયવ્ય મેક્સિકોમાં આવેલું રાજ્ય અને તે જ નામ ધરાવતું મુખ્ય શહેર. કોલીમા શહેર 19°-10′ ઉ. અ. અને 103°-40′ પૂ.રે. ઉપર કોલીમા નદીના કાંઠે સમુદ્રકિનારાથી 56 કિમી. દૂર અને મેક્સિકો શહેરથી 920 કિમી. વાયવ્યે 502 મી.ની ઊંચાઈએ આવેલું છે. કોલીમા રાજ્યની ઉત્તર અને પૂર્વ તરફ…

વધુ વાંચો >

કોલેરુ

કોલેરુ : આંધ્ર પ્રદેશના પૂર્વ કિનારે કૃષ્ણા જિલ્લામાં મછલીપટ્ટમથી 50 કિમી. ઉત્તરે 16°-32′ થી 16°-47′ ઉ. અ. અને 81°-4′ થી 81°-23′ પૂ. રે. ઉપર આવેલું સરોવર. તેનો વિસ્તાર 260 ચોકિમી. છે. ઉનાળામાં તે લગભગ સુકાઈ જાય છે. પૂર્વઘાટમાંથી નીકળતી ત્રણ નદીઓ તેમનું પાણી ઠાલવતી હોવાથી તેની ખારાશ નાશ પામે છે.…

વધુ વાંચો >

કોલોન

કોલોન (Cologne) : પશ્ચિમ જર્મનીના ઉત્તર રહાઇન-વેસ્ટફાલિયા રાજ્યનું પ્રમુખ શહેર અને બંદર. તે રહાઇન નદીના પશ્ચિમ કાંઠે 50°-56′ ઉ. અ. અને 6°-58′ પૂ. રે. ઉપર બૉનથી 34 કિમી. અને હેનોવરથી 240 કિમી. દૂર આવેલું છે. રોમન કાળની ‘કોલોનિયા અગ્રિયાના’ રાણીના નામ ઉપરથી તેનું કોલોન નામ પડ્યું છે. તેની આબોહવા સમધાત…

વધુ વાંચો >

કૉલોરાડો નદી

કૉલોરાડો નદી : યુ.એસ.ના નૈર્ઋત્ય ભાગમાં વહેતી નદી. ભૌગોલિક સ્થાન 33° 50′ ઉ. અ. અને 117° 23′ પ. રે.. તેની સૌપ્રથમ શોધ 1540માં હરનાલ્ડો-ડી-એલારકોન નામના સ્પૅનિશ શોધકે કરેલી. દેશના પશ્ચિમ ભાગમાં આવેલી નદીઓમાં કૉલોરાડો નદી સૌથી મોટી છે. કૉલોરાડો રાજ્યમાં રૉકીઝ પર્વતના નૅશનલ પાર્કમાંથી આ નદી શરૂ થાય છે. યૂટા,…

વધુ વાંચો >

કૉલોરાડો રાજ્ય

કૉલોરાડો રાજ્ય : કૉલોરાડો રાજ્ય યુ.એસ.માં રૉકીઝ પર્વતના વિસ્તારમાં 37°થી 41° ઉત્તર અક્ષાંશ તથા 102° 30´ અને 108° પ.રે. વચ્ચે આવેલું છે. તેનું ક્ષેત્રફળ 2,68,658 ચોકિમી. છે, જે દેશમાં આઠમા ક્રમે આવે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 432 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 608 કિમી. છે. રાજ્યના પૂર્વ ભાગમાં મોટાં મેદાનો, પશ્ચિમમાં…

વધુ વાંચો >

કોલ્લમ

કોલ્લમ (Kollam) : કેરળ રાજ્યમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 9° 27′ ઉ. અ.થી 8° 45′ ઉ. અ. અને 76° 29′ પૂ. રે.થી 77° 17′ પૂ. રે. 2,491 ચોકિમી. વિસ્તાર. તેની ઉત્તરે રાજ્યના અલાપુઝા અને પથનમથિટ્ટા જિલ્લાઓ, પૂર્વમાં તામિલનાડુ રાજ્યનો તિરુનેલવેલી જિલ્લો, દક્ષિણમાં તિરુવનન્તપુરમ્ જિલ્લો તથા પશ્ચિમ તરફ લક્ષદ્વીપ સમુદ્ર…

વધુ વાંચો >

કોલ્હાપુર (જિલ્લો)

કોલ્હાપુર (જિલ્લો) : મહારાષ્ટ્રની દક્ષિણ સીમા પર આવેલો જિલ્લો, અને જિલ્લામથક તેમજ શહેર. ભૌગોલિક સ્થાન : તે 15°થી 17° ઉ.અ. અને 73° થી 74° પૂ. રે. 7685 ચોકિમી. વિસ્તાર. તેની ઉત્તરે સાંગલી, વાયવ્યે રત્નાગિરિ, પશ્ચિમે સિંધુદુર્ગ તથા દક્ષિણ અને પૂર્વ તરફ કર્ણાટક રાજ્યનો બેલગામ જિલ્લો આવેલા છે. ભૂપૃષ્ઠ–જળપરિવાહ : આ…

વધુ વાંચો >