કોલેરુ : આંધ્ર પ્રદેશના પૂર્વ કિનારે કૃષ્ણા જિલ્લામાં મછલીપટ્ટમથી 50 કિમી. ઉત્તરે 16°-32′ થી 16°-47′ ઉ. અ. અને 81°-4′ થી 81°-23′ પૂ. રે. ઉપર આવેલું સરોવર. તેનો વિસ્તાર 260 ચોકિમી. છે. ઉનાળામાં તે લગભગ સુકાઈ જાય છે. પૂર્વઘાટમાંથી નીકળતી ત્રણ નદીઓ તેમનું પાણી ઠાલવતી હોવાથી તેની ખારાશ નાશ પામે છે. તેના નાના બેટો ઉપર 26 ગામો વસેલાં છે. પાણી હોય ત્યારે શિયાળામાં દૂર દૂરથી યાયાવર પક્ષીઓ અહીં આવે છે. સિંચાઈ માટે આ સરોવરનો ઉપયોગ થાય છે. આ સરોવર હવે એલુરુ નામથી ઓળખાય છે.

શિવપ્રસાદ રાજગોર