ભૂગોળ
હાઇફૉંગ
હાઇફૉંગ : ઉત્તર વિયેટનામમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 20° 52´ ઉ. અ. અને 106° 41´ પૂ. રે.. તે પાટનગર હેનોઈથી પૂર્વમાં 90 કિમી.ને અંતરે રોડ રીવર(જૂનું નામ સાંગહાંગ)થી ઈશાનમાં સાંગ નદીના ફાંટા પર તથા ટૉંકિનના અખાતના કિનારાથી 16 કિમી.ને અંતરે આવેલું છે. તે હેનોઈ પછીના બીજા ક્રમે આવતું વિયેટનામનું…
વધુ વાંચો >હાઇલૅન્ડ રીજન (Highland Region)
હાઇલૅન્ડ રીજન (Highland Region) : ઉત્તર સ્કૉટલૅન્ડમાં આવેલો, ભૂપૃષ્ઠનાં વિવિધ લક્ષણો ધરાવતો વિશાળ વિસ્તાર. તેમાં બેન નેવિસ નામનો બ્રિટનનો ઊંચામાં ઊંચો પર્વત છે તો લૉક મોરાર નામનું ઊંડું સરોવર પણ છે. બ્રિટનની મુખ્ય ભૂમિનો ઉત્તર છેડો ‘ડનેટ હેડ’ તેમજ આદૃનમરકાન (Ardnamurchan) પૉઇન્ટ નામનું છેક પશ્ચિમ છેડાનું સ્થળ પણ આ વિસ્તારમાં…
વધુ વાંચો >હાપુર
હાપુર : ઉત્તરપ્રદેશ રાજ્યના ગાઝિયાબાદ જિલ્લામાં દિલ્હીથી ખૂબ જ નજીક આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 28° 43´ ઉ. અ. અને 77° 47´ પૂ. રે.. તે મેરઠ શહેરથી 28 કિમી. દક્ષિણે બુલંદશહર જતી પાકી સડક પર આવેલું છે. એમ કહેવાય છે કે આ નગરની સ્થાપના દસમી સદીમાં થઈ હતી. અઢારમી સદીના…
વધુ વાંચો >હારવિચ (Harwich)
હારવિચ (Harwich) : ઇંગ્લૅન્ડના ઇસેક્સ પરગણાના તેન્દ્રિન્ગ જિલ્લાનું નગર. ભૌગોલિક સ્થાન : 51° 57´ ઉ. અ. અને 1° 17´ પૂ. રે.. તે સ્તોવ અને ઑરવેલ નદીઓના નદીનાળમાં પ્રવેશતી ભૂશિરના છેડે આવેલું છે. 885માં આલ્ફ્રેડે અહીંના બારામાં થયેલી લડાઈમાં ડેનિશ જહાજોને હરાવેલાં. અહીં ચૌદમી સદીમાં દરિયાઈ વેપાર ધીમે ધીમે વિકસતો ગયેલો.…
વધુ વાંચો >હારિજ
હારિજ : પાટણ જિલ્લામાં આવેલો તાલુકો, તાલુકામથક તેમજ નગર. ભૌગોલિક સ્થાન : તે 23° 42´ ઉ. અ. અને 71° 54´ પૂ. રે.ની આજુબાજુનો 407 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. હારિજ તાલુકાનું ભૂપૃષ્ઠ સમતળ છે. તાલુકામાંથી સરસ્વતી નદી પસાર થાય છે. હારિજ તાલુકા અને બનાસકાંઠા જિલ્લાની સરહદ પરથી બનાસ નદી…
વધુ વાંચો >હાર્ટફૉર્ડ
હાર્ટફૉર્ડ : યુ.એસ.ના કનેક્ટિકટ રાજ્યનું પાટનગર તથા બ્રિજપૉર્ટથી બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે 41° 46´ ઉ. અ. અને 72° 41´ પ. રે. પર રાજ્યના ઉત્તર તરફના મધ્ય ભાગમાં કનેક્ટિકટ નદીના કાંઠા પર વસેલું છે. આ શહેર નદીના પૂર્વ કાંઠા તરફ પૂર્વ હાર્ટફૉર્ડ અને પશ્ચિમ કાંઠા તરફ…
વધુ વાંચો >હાલોલ
હાલોલ : પંચમહાલ જિલ્લામાં આવેલો તાલુકો, તાલુકામથક તેમજ નગર. ભૌગોલિક સ્થાન : તે 22° 30´ ઉ. અ. અને 73° 29´ પૂ. રે.ની આજુબાજુનો 517 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. હાલોલ નગર પાવાગઢથી વાયવ્યમાં 6 કિમી.ના અંતરે તથા કાલોલથી 11 કિમી.ના અંતરે આવેલું છે. અહીંનું ભૂપૃષ્ઠ સપાટ છે; જમીનો કાંપવાળી,…
વધુ વાંચો >હાવરા
હાવરા : પશ્ચિમ બંગાળમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 12´થી 22° 48´ ઉ. અ. અને 87° 50´થી 88° 23´ પૂ. રે. વચ્ચેનો 1,467 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનો આકાર ઊંધા ત્રિકોણ જેવો છે. તેની અણીવાળો ભાગ દક્ષિણ તરફ છે. તેની…
વધુ વાંચો >હિન્ડમાર્શ સરોવર
હિન્ડમાર્શ સરોવર : ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં આવેલું સ્વચ્છ જળનું સરોવર. ભૌગોલિક સ્થાન : તે 36° 00´ દ. અ. અને 142° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 12,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે જેપારિત(Jeparit)થી ઈશાનમાં આશરે 5 કિમી.ના અંતરે ડિમ્બલશાયરમાં આવેલું છે. તેના કાંઠાની લંબાઈ 64 કિમી. જેટલી છે. તેમાં…
વધુ વાંચો >હિપ્સોમીટર (Hypsometer)
હિપ્સોમીટર (Hypsometer) : ઊંચાઈ માપવાનું સાધન. તે વિમાનોમાં તેમજ ભૂમિ પરના સર્વેક્ષણ માટે ઉપયોગમાં લેવાય છે. સમુદ્રસપાટીથી ઊંચાઈએ જતાં વાતાવરણનું દબાણ ઘટે છે, તે સિદ્ધાંત પર આ સાધન કાર્ય કરે છે. સમુદ્રસપાટીએ વાતાવરણનું દબાણ 760 મિમી. હોય છે, તે સૂત્રને આધારે ઊંચાઈ તેમજ દબાણમાં થતો વધારોઘટાડો જાણી શકાય છે. પ્રવાહીના…
વધુ વાંચો >