સુધરલૅન્ડ ધોધ : દુનિયામાં ખૂબ ઊંચાઈએથી પડતા ધોધ પૈકી પાંચમા ક્રમે આવતો ધોધ. તે ન્યૂઝીલૅન્ડના સાઉથ આઇલૅન્ડના દક્ષિણ આલ્પ્સમાં આવેલો છે. તે મિલફૉર્ડ સાઉન્ડના શિખાગ્રભાગથી અંદર તરફના ભૂમિભાગમાં 26 કિમી.ને અંતરે આવેલો છે.

સુધરલૅન્ડ ધોધ

580 મીટર ઊંચાઈના પર્વતમથાળા પરથી તે એક પછી એક ત્રણ સોપાનોમાં નીચે ખાબકે છે. પહેલા તબક્કે 248 મીટર, બીજે તબક્કે 229 મીટર અને ત્રીજે કૂદકે 103 મીટરનાં સોપાનો બનાવે છે. ધોધનાં પાણી આલ્પ્સની હિમનદીઓમાંથી મળે છે. છેવટે તેનાં પાણી મિલફૉર્ડ સાઉન્ડમાં ઠલવાય છે.

જાહનવી ભટ્ટ