ભૂગોળ
સિયેરા લેયોન (Sierra Leon)
સિયેરા લેયોન (Sierra Leon) : પશ્ચિમ આફ્રિકાના આટલાંટિક કાંઠા પર આવેલો દેશ. તે આશરે 6° 55´થી 10° 00´ ઉ. અ. અને 10° 15´થી 13° 20´ પ. રે. વચ્ચેનો 71,740 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વમાં ગિની તથા અગ્નિ અને દક્ષિણ તરફ લાઇબેરિયા દેશો આવેલા છે; તેની…
વધુ વાંચો >સિયોન નદી (Seone River)
સિયોન નદી (Seone River) : પૂર્વ ફ્રાન્સમાં આવેલી નદી. રહોનની મહત્ત્વની સહાયક નદી. ભૌગોલિક સ્થાન : 40° 10´ ઉ. અ. અને 4° 50´ પૂ. રે.. આ નદી વૉસ્જિસ પર્વતના તળેટી ભાગમાંથી નીકળે છે અને 431 કિમી.ની લંબાઈમાં વહ્યા પછી લિયૉન ખાતે રહોન નદીને મળે છે. તે મહત્ત્વના જળમાર્ગ તરીકે ઉપયોગમાં…
વધુ વાંચો >સિર ક્રીક સીમા-વિસ્તાર
સિર ક્રીક સીમા–વિસ્તાર : ભારતની પશ્ચિમે કચ્છની સીમાનો છેલ્લો સત્તાવાર થાંભલો નં. 1175 (જે લખપતની બરાબર સામે આવેલો છે.), ત્યાંથી પશ્ચિમે 322 કિમી. લાંબી પટ્ટી ધરાવતી જમીનની સરહદ અને 99 કિમી. સુધી એટલે કે સિર ક્રીકના મુખ સુધીનો ખાડી-વિસ્તાર. કચ્છના રાજા અને સિંધ પ્રાંત વચ્ચે 1913માં કરાર થયા પછી થાંભલા…
વધુ વાંચો >સિરસા
સિરસા : હરિયાણા રાજ્યમાં પશ્ચિમ તરફના છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29° 14´થી 29° 59´ ઉ. અ. અને 74° 27´થી 75° 18´ પૂ. રે. વચ્ચેનો 4,277 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ પંજાબ રાજ્ય, પૂર્વમાં હિસાર જિલ્લો…
વધુ વાંચો >સિરેક્યુઝ (Syracuse) (1)
સિરેક્યુઝ (Syracuse) (1) : સિસિલીના અગ્નિકાંઠે આવેલું પ્રાચીન ગ્રીક સામ્રાજ્યનું મહત્ત્વનું શહેર. ભૌગોલિક સ્થાન : 37° 04´ ઉ. અ. અને 15° 18´ પૂ. રે.. આશરે ઈ. પૂ. 734માં કોરિન્થના ગ્રીકોએ તેની સ્થાપના કરેલી. ઝડપથી તે વિકસતું ગયું અને દક્ષિણ ઇટાલીમાં સામ્રાજ્ય સ્થાપનાર હાઇરો પહેલાના વખતમાં સાંસ્કૃતિક કેન્દ્ર બની રહેલું. હાઇરોના…
વધુ વાંચો >સિરેક્યુઝ (Syracuse) (2)
સિરેક્યુઝ (Syracuse) (2) : યુ.એસ.ના ન્યૂયૉર્ક રાજ્યનું ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : 43° 02´ ઉ. અ. અને 76° 08´ પ. રે. તે ન્યૂયૉર્ક રાજ્યમાં આવેલા ઓનોનડગા સરોવર-કાંઠે વસેલું છે. અહીં એક વખત મીઠાનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થતું હતું, તેથી તે ‘સૉલ્ટ સિટી’ કહેવાતું હતું. સિરેક્યુઝમાં રસાયણો, ચિનાઈ માટીનાં પાત્રો, ઔષધો,…
વધુ વાંચો >સિરોઝ (Syros/Siros)
સિરોઝ (Syros/Siros) : ભૂમધ્ય સમુદ્રના ભાગરૂપ એજિયન સમુદ્રમાં આવેલા સાયક્લેડ્ઝ ટાપુજૂથ પૈકીનો મધ્ય ભાગમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 37° 26´ ઉ. અ. અને 24° 54´ પૂ. રે.ની આજુબાજુનો 84 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ ટાપુ-જૂથ ગ્રીસ નજીક આવેલું છે. અહીંના અખાતના પૂર્વ કાંઠે આવેલું હર્મોપૉલિસ સાયક્લેડ્ઝનું…
વધુ વાંચો >સિરોહી
સિરોહી : રાજસ્થાનના નૈર્ઋત્યભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 20´થી 25° 17´ ઉ. અ. અને 72° 16´થી 73° 10´ પૂ. રે. વચ્ચેનો 5,136 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેના ઈશાનમાં પાલી, પૂર્વમાં ઉદેપુર, દક્ષિણમાં બનાસકાંઠા (ગુજરાત) તથા પશ્ચિમ અને વાયવ્યમાં જાલોર…
વધુ વાંચો >સિલહટ (Sylhet)
સિલહટ (Sylhet) : બાંગ્લાદેશના ચિતાગોંગ વિભાગમાં આવેલા સિલહટ જિલ્લાનું નગર તથા જિલ્લા વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : તે 24° 54´ ઉ. અ. અને 91° 52´ પૂ. રે. પર સુરમા નદીના જમણા કાંઠે વસેલું છે. જિલ્લો : સિલહટ જિલ્લાનો વિસ્તાર 12,388 ચોકિમી. જેટલો છે. 1947 સુધી તો સિલહટ ભારતનો એક ભાગ…
વધુ વાંચો >સિલિગુડી (Siliguri)
સિલિગુડી (Siliguri) : પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાનું નગર. ભૌગોલિક સ્થાન : તે 26° 42´ ઉ. અ. અને 88° 26´ પૂ. રે. પર દાર્જિલિંગથી અગ્નિકોણમાં 79 કિમી.ને અંતરે તથા જલપાઇગુડીથી અગ્નિકોણમાં 60 કિમી. અંતરે મહાનંદા અને તિસ્તા નદીઓની વચ્ચેના ભાગમાં લગભગ સરખા અંતરે આવેલું છે. તે કાલિમ્પાગ અને સિક્કિમ જતા કાચા…
વધુ વાંચો >