ભૂગોળ
સિડની (Sydney)
સિડની (Sydney) : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યનું પાટનગર. ઑસ્ટ્રેલિયાનું તે જૂનામાં જૂનું અને મોટામાં મોટું શહેર તથા દુનિયાનું સૌથી મોટું કુદરતી બારું છે. ભૌગોલિક સ્થાન : તે 33° 52´ દ. અ. અને 151° 13´ પૂ. રે.ની આજુબાજુનો 12,145 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. સિડની શહેરની પૂર્વ તરફ પૅસિફિક…
વધુ વાંચો >સિધિ (Sidhi)
સિધિ (Sidhi) : મધ્ય પ્રદેશના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 22° 45´થી 23° 45´ ઉ. અ. અને 81° 10´થી 83° 00´ પૂ. રે. વચ્ચેનો 10,256 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં રેવા, ઈશાન અને પૂર્વમાં ઉત્તરપ્રદેશનો મિરઝાપુર જિલ્લો,…
વધુ વાંચો >સિદ્ધપુર
સિદ્ધપુર : પાટણ જિલ્લાનો તાલુકો, તાલુકામથક તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : 23° 55´ ઉ. અ. અને 72° 23´ પૂ. રે.ની આજુબાજુનો 667 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તાલુકાનું ભૂપૃષ્ઠ સમતળ મેદાની હોવાથી ખેતી અહીંની મુખ્ય પ્રવૃત્તિ છે. તાલુકામથક સિદ્ધપુર સરસ્વતી નદીને કાંઠે આવેલું છે. તાલુકાની…
વધુ વાંચો >સિદ્ધાર્થનગર
સિદ્ધાર્થનગર : ઉત્તરપ્રદેશના પૂર્વભાગમાં ગોરખપુર વિભાગમાં આવેલો જિલ્લો. તે આશરે 27° 15´ ઉ. અ. અને 82° 30´ પૂ. રે. આજુબાજુનો 2,797 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નેપાળ, પૂર્વમાં મહારાજગંજ અને સંત કબીરનગર, દક્ષિણમાં બસ્તી તથા નૈર્ઋત્ય અને પશ્ચિમ તરફ ગોંડા તથા પશ્ચિમમાં બલરામપુર જિલ્લા આવેલા છે. જિલ્લામથક…
વધુ વાંચો >સિનસિનાટી (Cincinnati)
સિનસિનાટી (Cincinnati) : યુ.એસ.ના ઓહાયો રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં ઓહાયો નદીકાંઠે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : તે 39° 8´ ઉ. અ. અને 84° 30´ પ. રે.ની આજુબાજુનો 206 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ‘ધ ક્વીન સિટી’, ‘ધ ક્વીન ઑવ્ ધ વેસ્ટ’, ‘ધ સિટી ઑવ્ સેવન હિલ્સ’ જેવાં વિવિધ ઉપનામોથી ઓળખાતું,…
વધુ વાંચો >સિનાઈ (દ્વીપકલ્પ)
સિનાઈ (દ્વીપકલ્પ) : રાતા સમુદ્રને મથાળે આવેલો ઇજિપ્તનો દ્વીપકલ્પ. સુએઝની નહેર અને સુએઝના અખાતની પૂર્વમાં તથા પશ્ચિમ ઇઝરાયલની સીમા પર આવેલો ઇજિપ્તનો ભાગ. ભૌગોલિક સ્થાન : તે 29° 30´ ઉ. અ. અને 34° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 65,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દ્વીપકલ્પ નાના નાના રણદ્વીપો…
વધુ વાંચો >સિમલા
સિમલા : હિમાચલ પ્રદેશના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 45´થી 31° 44´ ઉ. અ. અને 77° 00´થી 78° 19´ પૂ. રે. વચ્ચેનો 5,131 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કુલુ અને મંડી જિલ્લા, ઈશાન અને પૂર્વમાં કિન્નૌર જિલ્લો,…
વધુ વાંચો >સિમ્પલોન (ઘાટ અને બોગદું)
સિમ્પલોન (ઘાટ અને બોગદું) : ઘાટ : સ્વિસ આલ્પ્સ પર્વતની આરપાર પસાર થતો ઘાટ. તે સ્વિસ આલ્પ્સનું પ્રવેશદ્વાર ગણાય છે. ઓગણીસમી સદીની શરૂઆતમાં અહીંના પર્વતીય ઘાટ પર નેપોલિયને લશ્કરની અવરજવર માટે રસ્તો તૈયાર કરાવેલો. ઘાટ તરફ દોરી જતો આજનો રસ્તો રહોન નદીની ખીણમાં બ્રિગ ખાતેથી શરૂ થાય છે. આ રસ્તો…
વધુ વાંચો >સિયાલકોટ
સિયાલકોટ : પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા લાહોર વિભાગનો જિલ્લો અને શહેર. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 32° 30´ ઉ. અ. અને 74° 31´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. તેની ઉત્તરે આઇક નાળું અને ચિનાબ નદી, પૂર્વ તરફ ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા અને જમ્મુ (આશરે 60 કિમી.ને અંતરે), અગ્નિ તરફ રાવીનો ખીણપ્રદેશ,…
વધુ વાંચો >સિયેરા મેદ્રે (Sierra Madre)
સિયેરા મેદ્રે (Sierra Madre) : મૅક્સિકોમાં આવેલી ‘મધર રેન્જ’ ગિરિમાળા માટે અપાયેલું સ્પૅનિશ નામ. આ જ નામની હારમાળા સ્પેનમાં અને ફિલિપાઇન્સના લ્યુઝોન ટાપુ પર પણ આવેલી છે. મૅક્સિકોમાં આવેલા આ પર્વતો ત્યાંના મધ્યસ્થ પહોળા ઉચ્ચપ્રદેશની એક ધાર રચે છે. તે મૅક્સિકોના અખાત તરફ ઉચ્ચપ્રદેશની પૂર્વ બાજુ પર આવેલી છે, જ્યારે…
વધુ વાંચો >