ભૂગોળ
સર્પાકાર વહન (meandering)
સર્પાકાર વહન (meandering) : નદીના જળવહનમાર્ગમાં કુદરતી સંજોગ હેઠળ વિકાસ પામતો કોઈ પણ પ્રકારનો વળાંક. તે ગોળાકાર, લંબગોળાકાર, ઓછોવત્તો અર્ધગોળાકાર કે ઓછોવત્તો કોણાકાર હોઈ શકે. નદીના આ પ્રકારના વહનને સર્પાકાર વહન કહે છે. નદીના વહનમાર્ગમાં જોવા મળતો આ પ્રકારનો વળાંક પાણીનો પથ, વહનવેગ, નદીપટનો ઢાળ, તળખડકનો પ્રકાર, પાણી સાથે વહન…
વધુ વાંચો >સર્બિયા
સર્બિયા : યુગોસ્લાવિયાનાં છ પ્રજાસત્તાક રાજ્યો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : તે 44° 00^ ઉ. અ. અને 21° 00^ પૂ. રે.ની આજુબાજુનો આશરે 88,360 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હંગેરી, પૂર્વમાં રુમાનિયા અને બલ્ગેરિયા, દક્ષિણે ગ્રીસ, તથા પશ્ચિમે આલ્બેનિયા અને યુગોસ્લાવિયા આવેલાં છે. તે પૂર્વ યુગોસ્લાવિયામાં આવેલું…
વધુ વાંચો >સલાયા
સલાયા : જામનગર જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલું નગર અને કુદરતી બંદર. ભૌગોલિક સ્થાન : 22° 15´ ઉ. અ. અને 69° 35´ પૂ. રે.. તે તાલુકામથક ખંભાળિયાથી વાયવ્યમાં આશરે 10 કિમી. દૂર આવેલું છે. સૌરાષ્ટ્રના મુખ્ય ભૂમિભાગના ઉત્તર કાંઠા નજીક પરવાળાંની ખડકશૃંખલા આવેલી છે. મુઘલ શાસન દરમિયાન આ કુદરતી બંદરનો ઉલ્લેખ…
વધુ વાંચો >સલ્દાન્હા
સલ્દાન્હા : દક્ષિણ આફ્રિકાના પશ્ચિમ કાંઠે આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 33° 00´ દ. અ. અને 17° 56´ પૂ. રે.. તે ટેબલના ઉપસાગરના વાયવ્યમાં 90 કિમી.ને અંતરે આવેલું, દક્ષિણ આફ્રિકાના આખાય કાંઠા પરનું એક ઉત્તમ કક્ષાનું બારું છે. સલ્દાન્હા આ વિસ્તારનું મુખ્ય મત્સ્યમથક છે. આ શહેરમાં પ્રક્રમિત માછલીઓને પૅક કરવાના…
વધુ વાંચો >સવાઈ માધોપુર
સવાઈ માધોપુર : રાજસ્થાનના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 45´થી 27° 14´ ઉ. અ. અને 75° 59´થી 77° 23´ પૂ. રે. વચ્ચેનો 10,527 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અલ્વર, ઈશાનમાં ભરતપુર, પૂર્વમાં ધોલપુર, અગ્નિકોણમાં ચંબલ નદીથી અલગ…
વધુ વાંચો >સવાના (ભૌગોલિક)
સવાના (ભૌગોલિક) : છૂટાંછવાયાં વૃક્ષો કે છોડવા-ઝાડવાં ધરાવતો અયનવૃત્તીય/ઉપઅયનવૃત્તીય ઘાસનો પ્રદેશ. મોટાભાગના સવાના પ્રદેશો અયનવૃત્તોમાં અને તે પણ રણો અને વર્ષાજંગલો વચ્ચે આવેલા હોય છે. સમશીતોષ્ણ વિસ્તારોમાં આવેલી કેટલીક ઘાસભૂમિને પણ ક્યારેક સવાના તરીકે ઓળખાવાય છે. સવાનામાં વર્ષનો મોટો ભાગ સૂકી ઋતુ પ્રવર્તે છે અને તે દરમિયાન વારંવાર દવ લાગ્યા…
વધુ વાંચો >સસારામ
સસારામ : બિહાર રાજ્યના રોહતાસ જિલ્લાનું મુખ્ય મથક, જિલ્લાનો ઉપવિભાગ તથા ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : 24° 57´ ઉ. અ. અને 84° 02´ પૂ. રે.. પૂર્વ રેલવિભાગનો ગ્રાન્ડ રેલમાર્ગ તેમજ ગ્રાન્ડ ટ્રન્ક માર્ગ આ શહેરમાંથી પસાર થાય છે. તે કૃષિ-વ્યાપાર, કાલીન (carpet) તથા માટીનાં પાત્રો માટે તેમજ સોળમી…
વધુ વાંચો >સસ્કેચવાન
સસ્કેચવાન : પશ્ચિમ કૅનેડાના પ્રેરીઝના પ્રાંતો પૈકીનો એક. ભૌગોલિક સ્થાન : તે આશરે 49°થી 60° ઉ. અ. અને 104°થી 110° પ. રે. વચ્ચેનો 6,52,300 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નૉર્થ વેસ્ટ ટેરિટરિઝ, પૂર્વમાં મૅનિટોબા, દક્ષિણે યુ.એસ.નાં ઉત્તર ડાકોટા અને મૉન્ટાના તથા પશ્ચિમે આલ્બર્ટા આવેલાં છે. સસ્કેચવાનની ઉત્તરે…
વધુ વાંચો >સહરસા
સહરસા : બિહાર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લા મથક. ભૌગોલિક સ્થાન : તે 25° 23´ ઉ. અ. અને 86° 36´ પૂ. રે.ની આજુબાજુનો 1195 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સુપૌલ, વાયવ્યમાં મધુબની, પૂર્વમાં માધેપુરા, દક્ષિણમાં ખગારિયા તથા પશ્ચિમે દરભંગા જિલ્લો આવેલા છે. જિલ્લામથક સહરસા જિલ્લાનું…
વધુ વાંચો >