ભૂગોળ
યવન દેશ
યવન દેશ : પ્રાચીન કાળ દરમિયાન યવનો (ગ્રીકો) દ્વારા શાસિત ભારતીય અને તેને અડીને આવેલા પ્રદેશ કે વિસ્તાર માટે પ્રાચીન ભારતીય સાહિત્ય તેમજ ઉત્કીર્ણ લેખોમાં વપરાયેલો શબ્દ. મૌર્ય સમ્રાટ અશોક(ઈ. પૂ. 273–236)ના શિલાલેખમાં તેમજ બૌદ્ધ પાલિગ્રંથ ‘મઝ્ઝીમનીકાય’માં પ્રાકૃતમાં અનુક્રમે ‘યોન દેશ’ અને ‘યોનનો પ્રદેશ’ એમ ઉલ્લેખ મળે છે. આ યોન…
વધુ વાંચો >યાઉન્દે (Yaounde)
યાઉન્દે (Yaounde) : મધ્ય આફ્રિકાના પશ્ચિમ ભાગમાં આવેલા કૅમેરૂન દેશનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 3° 52´ ઉ. અ. અને 11° 31´ પૂ. રે. તે દેશના દક્ષિણ ભાગમાં ઉચ્ચપ્રદેશ પર વસેલું છે અને પશ્ચિમ કિનારા પરના દૌઆલા બંદરેથી 210 કિમી.ને અંતરે પૂર્વ તરફ આવેલું છે. આ શહેર દેશના સરકારી વહીવટનું મુખ્ય…
વધુ વાંચો >યાકૂબી, અલ મસૂદી
યાકૂબી, અલ મસૂદી (જ. ?; અ. હિ. સ. 284, ઈ. સ. 897, ઇજિપ્ત) : આરબ ઇતિહાસકાર અને ભૂગોળવેત્તા. મૂળ નામ અહમદ ઇબ્ને અલી યાકૂબ અલ મિસરી. પિતાનું નામ અબૂ યાકૂબ હતું. તેમના પૂર્વજ વાદીહ સાહિલની આઝાદ વ્યક્તિ હતા, અને તેમણે ખલીફા મન્સૂર પછી પોતાના કુટુંબ માટે અલ અબ્બાસી નામ ધારણ…
વધુ વાંચો >યાનામ
યાનામ : કેન્દ્રશાસિત પૉંડિચેરી(પુદુચેરી)નો એક ભાગ. ભારતીય દ્વીપકલ્પના પૂર્વકાંઠે બંગાળના ઉપસાગર પર આવેલો નાનકડો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 16° 43´ ઉ.અ. અને 80° 05´ પૂ. રે. પરનો માત્ર 30 ચોકિમી. જેટલો પ્રદેશ ધરાવે છે. ગોદાવરી નદી અને કારિંગા નદી જ્યાંથી અલગ પડે છે…
વધુ વાંચો >યાપ ટાપુઓ
યાપ ટાપુઓ : પશ્ચિમ પૅસિફિક મહાસાગરમાં કૅરોલિન ટાપુઓના એક ભાગરૂપ આવેલો ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : 9° 31´ ઉ. અ. અને 138° 06´ પૂ. રે. તે મધ્ય ફિલિપાઇન્સથી પૂર્વમાં આશરે 1,600 કિમી. અને જાપાનના યોકોહામાથી દક્ષિણમાં આશરે 3,200 કિમી. અંતરે આવેલો છે. આ ટાપુસમૂહ 4 મોટા અને 10 નાના ટાપુઓથી બનેલો…
વધુ વાંચો >યારેન
યારેન : ઑસ્ટ્રેલિયા તેમજ ન્યૂ ગિનીથી ઈશાનમાં આવેલા ટાપુદેશ નાઉરુનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 0° 45´ દ. અ. અને 166° 55´ પૂ. રે.. પૅસિફિક મહાસાગરમાં આવેલા આ ટાપુદેશના જિલ્લાઓ પૈકીનો એક. યારેન નાઉરુના નૈર્ઋત્ય કાંઠા પર આવેલું છે. નાઉરુ અહીંની સત્તાવાર ભાષા છે, તેમ છતાં અંગ્રેજી ભાષાનો પણ અહીં…
વધુ વાંચો >યાંગત્સે નદી
યાંગત્સે નદી : ચીનમાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 26° 57´ ઉ. અ. અને 118° 23´ પૂ. રે.. દુનિયામાં ત્રીજા ક્રમે આવતી લાંબામાં લાંબી નદી. ચીની લોકો તેને ચાંગ જિયાંગ કે લાંબી નદીના નામથી ઓળખે છે. સમુદ્રસપાટીથી આશરે 4,880 મીટરની ઊંચાઈએ પશ્ચિમ ચીનમાં આવેલા કિંઘાઈ પ્રાંતના તાંગુલા પર્વતોમાંથી તે નીકળે…
વધુ વાંચો >યુકાતાન
યુકાતાન : મેક્સિકોના અગ્નિ છેડા પર આવેલો દ્વીપકલ્પીય ભૂમિભાગ. ભૌગોલિક સ્થાન : તે 19° 30´ ઉ. અ. અને 89° 00´ પ. રે.ની આજુબાજુનો આશરે 1,97,600 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પશ્ચિમ અને ઉત્તર તરફ મેક્સિકોનો અખાત તથા પૂર્વ તરફ કૅરિબિયન સમુદ્ર આવેલા છે. આ ભૂમિભાગમાં યુકાતાન, ક્વિન્તાના રૂ,…
વધુ વાંચો >યુકોન
યુકોન : કૅનેડાના વાયવ્ય ભાગમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 60°થી 70° ઉ. અ. અને 124°થી 141° પ. રે. વચ્ચેનો 4,83,450 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. રાજ્યની દક્ષિણે બ્રિટિશ કોલંબિયા, ઉત્તર અને પશ્ચિમ દિશાએ યુ.એસ.ના અલાસ્કા રાજ્યની સીમા, ઉત્તર ભાગમાં થઈને ઉત્તર ધ્રુવવૃત્ત પસાર થાય છે, જ્યારે વધુ…
વધુ વાંચો >યુકોન (નદી)
યુકોન (નદી) : ઉત્તર અમેરિકાના વાયવ્ય ભાગમાં આવેલી લાંબામાં લાંબી નદી. તે કૅનેડાના ભૂમિભાગમાંથી નીકળે છે અને યુકોન તથા અલાસ્કામાં થઈને વહે છે. આ નદીનો લગભગ B ભાગ અલાસ્કામાં આવેલો છે. બ્રિટિશ કોલંબિયામાં આવેલા તેના ઉપરવાસથી બેરિંગ સમુદ્રકિનારે આવેલા તેના મુખભાગ સુધીની તેની કુલ લંબાઈ 3,185 કિમી. જેટલી છે. આ…
વધુ વાંચો >