ભૂગોળ
મેસોપોટેમિયા
મેસોપોટેમિયા : જુઓ, ઇરાક.
વધુ વાંચો >મૅંગલોર (મંગળુરુ)
મૅંગલોર (મંગળુરુ) : કર્ણાટક રાજ્યના દક્ષિણ કન્નડ જિલ્લામાં અરબી સમુદ્રના મલબાર કિનારે આવેલું મુખ્ય બંદર અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 12° 52´ ઉ. અ. અને 74° 53´ પૂ. રે. પર આશરે 31.7 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ભૂપૃષ્ઠ અને જળપરિવાહ : મૅંગલોરનો સમગ્ર વિસ્તાર સમુદ્રસપાટીથી 5 મીટરથી વધુ…
વધુ વાંચો >મૈનપુરી (Mainpuri)
મૈનપુરી (Mainpuri) : ઉત્તરપ્રદેશના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 27° 10´ ઉ. અ. અને 79° 00´ પૂ.રે.ની આજુબાજુના 2,759 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઈટાહ, પૂર્વે ફર્રુખાબાદ, અગ્નિ દિશાએ કનૌજ, દક્ષિણે ઇટાવાહ, અને પશ્ચિમે ફીરોઝાબાદ જિલ્લો આવેલો છે.…
વધુ વાંચો >મૈસૂર
મૈસૂર : કર્ણાટક રાજ્યના છેક દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 11° 30´થી 12° 18´ ઉ. અ. અને 76° 39´ પૂ. રે.ની આજુબાજુના 6,854 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હસન અને માંડ્યા જિલ્લા, પૂર્વમાં ચામરાજનગર જિલ્લો, દક્ષિણમાં કેરળ રાજ્યની…
વધુ વાંચો >મૈસૂર (શહેર)
મૈસૂર (શહેર) : કર્ણાટક રાજ્યમાં આવેલું ધાર્મિક અને ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વ ધરાવતું શહેર. મૈસૂર જિલ્લાનું વડું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : તે 12° 18´ ઉ. અ. અને 76° 39´ પૂ. રે. પર રાજ્યના દક્ષિણ ભાગમાં (જિલ્લાના ઉત્તર ભાગમાં) આવેલું છે. રાજ્યના પાટનગર બૅંગાલુરુથી નૈર્ઋત્યમાં 130 કિમી. અંતરે ચામુંડી હિલના વાયવ્ય…
વધુ વાંચો >મોકોકચુંગ (Mokokchung)
મોકોકચુંગ(Mokokchung) : ભારતના નાગાલૅન્ડ રાજ્યમાં તેના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 20´ ઉ. અ. અને 94° 32´ પૂ. રે.ની આજુબાજુનો 1,615 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વમાં તુએનસંગ જિલ્લો, દક્ષિણમાં ઝુન્હેબોટો જિલ્લો, નૈર્ઋત્ય અને પશ્ચિમમાં વોખા જિલ્લો તથા…
વધુ વાંચો >મોગા
મોગા : પંજાબ રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 48´ ઉ. અ. અને 75° 10´ પૂ. રે.ની આજુબાજુનો 1672 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ફિરોજપુર, પૂર્વમાં લુધિયાણા, અગ્નિ તરફ સંગરુર, દક્ષિણે બથિંડા તથા પશ્ચિમે ફરીદકોટ અને ફિરોજપુર…
વધુ વાંચો >મોગાદિશુ
મોગાદિશુ : પૂર્વ આફ્રિકાના સોમાલિયા દેશનું પાટનગર, સૌથી મોટું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : 2° 04´ ઉ. અ. અને 45° 22´ પૂ. રે. તેનું અરબી નામ મકદિશુ, સ્થાનિક નામ મુગદિશો અને ઇટાલિયન નામ મોગાદિશિયો છે. તે સોમાલિયાના અગ્નિ કિનારા પર, હિન્દી મહાસાગરને કાંઠે, વિષુવવૃત્તથી ઉત્તરે આશરે 225 કિમી.ને અંતરે…
વધુ વાંચો >મોજું
મોજું : સમુદ્રની જળસપાટી પર પવનથી ઉદભવતી હલનચલનની સ્થિતિ. સમુદ્રની ઉપલી સપાટી હવાના સંપર્કમાં આવવાથી તેનાં જળ હલનચલન તેમજ ગતિ પ્રાપ્ત કરે છે. આ પ્રકારની ક્રિયાને મોજું કહે છે. આ મોજાંનો પ્રભાવ મોટેભાગે માત્ર સપાટીની થોડીક ઊંડાઈ પૂરતો જ સીમિત રહે છે, ઊંડાઈ તરફ જતાં તેની અસર ઘટતી જાય છે.…
વધુ વાંચો >મોઝામ્બિક
મોઝામ્બિક : આફ્રિકાના અગ્નિકોણમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 18° 15´ દ. અ. અને 35° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 7,99,380 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં ટાન્ઝાનિયા, માલાવી અને ઝામ્બિયા, પૂર્વમાં હિન્દી મહાસાગર, દક્ષિણમાં દક્ષિણ આફ્રિકા, નૈર્ઋત્યમાં સ્વાઝિલૅન્ડ તથા પશ્ચિમે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે દેશો આવેલા…
વધુ વાંચો >