ભૂગોળ

બ્લૅક પર્વતમાળા

બ્લૅક પર્વતમાળા (1) : ભૂતાનમાં આવેલી અસમ હિમાલયની દક્ષિણ ડુંગરધારોની હારમાળા. તે પશ્ચિમમાં વહેતી સંકોશ નદી અને પૂર્વમાં વહેતી તૉન્ગ્સા ચુ નદીની વચ્ચેના ભાગમાં આવેલી છે, પરંતુ તેમની શાખાનદીઓ આ પર્વતોના ઢોળાવોમાં ખોતરાયેલાં કોતરોમાં થઈને બહાર નીકળે છે. પુનાખા અને તૉન્ગ્સા ઝૉંગ વચ્ચેનો માર્ગ સમુદ્રસપાટીથી 3,370 મીટરની ઊંચાઈએ આવેલા પીલી…

વધુ વાંચો >

બ્લૅક ફૉરેસ્ટ

બ્લૅક ફૉરેસ્ટ : જર્મનીની નૈર્ઋત્યમાં આવેલો પહાડી પ્રદેશ. તે ઘેરા રંગવાળાં ફર અને સ્પ્રુસનાં વૃક્ષોનાં જંગલોથી આચ્છાદિત છે. તેને માટેનું જર્મન નામ શ્વાર્ઝવાલ્ડ છે. તેના ઉત્તર અને દક્ષિણ ભાગો અનુક્રમે રેતીખડકના ઉચ્ચપ્રદેશો અને ગ્રૅનાઇટના પહાડી પ્રદેશોથી રચાયેલા છે. 1490 મીટરની ઊંચાઈ ધરાવતું ફેલ્ડબર્ગ અહીંનું સર્વોચ્ચ શિખર છે. બ્લૅક ફૉરેસ્ટની પશ્ચિમ…

વધુ વાંચો >

બ્લૅક હિલ્સ

બ્લૅક હિલ્સ : યુ.એસ.નાં નૈર્ઋત્ય ડાકોટા અને ઈશાન વ્યોમિંગમાં આવેલો, છૂટી છૂટી ટેકરીઓથી બનેલો, લગભગ ઘસાઈ ગયેલો પર્વતીય પ્રદેશ. આ પર્વતપ્રદેશ બ્લૅક હિલ્સ નૅશનલ ફૉરેસ્ટમાં આવેલો છે. તેની ફરતે ચેયની અને બેલે નદીઓ આવેલી છે. નજીકનાં ગ્રેટ પ્લેઇન્સના સંદર્ભમાં આ ટેકરીઓની ઊંચાઈ આશરે 900 મીટર જેટલી છે. હાર્ને પીક દક્ષિણ…

વધુ વાંચો >

ભક્તપુર

ભક્તપુર : નેપાળના પાટનગર કાઠમંડુની ઘાટીમાં આવેલું નગર. તે કાઠમંડુથી 35 કિમી.ને અંતરે અગ્નિકોણમાં આવેલું છે. કાઠમંડુ ઘાટીમાં આવેલાં ત્રણ મુખ્ય સ્થળો પૈકીનું ભક્તપુર મધ્યકાલીન નગર છે. તાજેતરમાં તેનો ઘણો વિકાસ થયો હોવા છતાં તેની પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહેલી છે. સત્તરમી સદીનાં અહીંનાં સ્થાપત્યો અદભુત છે. પગે ચાલીને અહીંનાં મોટાભાગનાં…

વધુ વાંચો >

ભચાઉ

ભચાઉ : કચ્છ જિલ્લાના નવ તાલુકાઓ અને બે મહાલો પૈકીનો એક તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકા-મથક. કચ્છના પૂર્વ ભાગમાં આવેલા વાગડ વિસ્તારનો તે એક ભાગ છે. તેની ઉત્તરે કચ્છના મોટા રણનો ભાગ તથા રાપર તાલુકો, પૂર્વમાં કચ્છનું નાનું રણ તેમજ સૌરાષ્ટ્રના માળિયા-મોરબી અને હળવદ તાલુકાઓ, દક્ષિણે કચ્છનું નાનું…

વધુ વાંચો >

ભટિંડા

ભટિંડા : પંજાબ રાજ્યનો મધ્ય-દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29° 33´ થી 30° 36´ ઉ. અ. અને 74° 38´થી 75° 46´ પૂ. રે. વચ્ચેનો 3,359 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં મોગા જિલ્લો, પૂર્વમાં સંગરૂર જિલ્લો, અગ્નિમાં મનસા જિલ્લો,…

વધુ વાંચો >

ભદોહી

ભદોહી : ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 25´ ઉ. અ. અને 82° 84´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 1,080 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જૌનપુર, પૂર્વમાં વારાણસી, દક્ષિણમાં મીરઝાપુર અને પશ્ચિમમાં અલ્લાહાબાદ જિલ્લા આવેલા છે.…

વધુ વાંચો >

ભદ્રાક (ભદ્રાક્ષ, ભદ્રાખ)

ભદ્રાક (ભદ્રાક્ષ, ભદ્રાખ) : ઓરિસા રાજ્યના ઈશાન ભાગમાં દરિયાઇ-કિનારા પર આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 21° 03´ ઉ. અ. અને 86° 30´ પૂ. રે.ની આજુબાજુનો 2,788 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બાલેશ્વર જિલ્લો, પૂર્વમાં બંગાળનો ઉપસાગર, દક્ષિણે કેન્દ્રપાડા અને જાજપુર જિલ્લાઓ, નૈર્ઋત્યમાં જાજપુર…

વધુ વાંચો >

ભદ્રાવતી (શહેર)

ભદ્રાવતી (શહેર) : કર્ણાટક રાજ્યના મધ્ય ભાગમાં આવેલા શિમોગા જિલ્લાનું ઔદ્યોગિક શહેર તથા તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 13° 48´ ઉ. અ. અને 75° 46´ પૂ. રે. તે બાબાબુદન હારમાળા નજીક ભદ્રા નદીના બંને કાંઠા પર વસેલું છે. આ વિસ્તારમાં લોહઅયસ્ક, મૅંગેનીઝ અયસ્ક, ચૂનાખડકના જથ્થા મળતા હોવાથી તેમજ ભદ્રા જળવિદ્યુત યોજના…

વધુ વાંચો >

ભદ્રેશ્વર (ભદ્રેસર)

ભદ્રેશ્વર (ભદ્રેસર) : કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકામાં આવેલું પ્રસિદ્ધ જૈન તીર્થધામ. ભૌગોલિક સ્થાન : 23° 00´ ઉ. અ. અને 69° 45´ પૂ. રે. પ્રાચીન કાળમાં તે ભદ્રાવતી તરીકે ઓળખાતું હતું. કચ્છના અખાત પર મુંદ્રાથી ઈશાન ખૂણે 22 કિમી.ને અંતરે તે આવેલું છે. તેનો ‘વેલાકુલ’ એટલે બંદર તરીકેનો ઉલ્લેખ સિદ્ધરાજ જયસિંહના…

વધુ વાંચો >