ભૂગોળ
બોડોલૅન્ડ પ્રાદેશિક પ્રદેશ
બોડોલૅન્ડ પ્રાદેશિક પ્રદેશ : અસમ વિભાગમાં ઈશાન ભાગમાં આવેલો સ્વાયત્ત પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 26 7´ ઉ. અ.થી 26 47´ ઉ. અ. અને 89 47´ પૂ. રે.થી 92 18´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. ભુતાન અને અરુણાચલ પ્રદેશના તળેટીના ભાગમાં બ્રહ્મપુત્ર નદીના કિનારાના ભાગમાં આવેલા કોકરાઝગર, બાકસા, ઉદલગિરિ, ચિરાંગ અને ટમાલપુર — એમ…
વધુ વાંચો >બોત્સવાના
બોત્સવાના : આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં મધ્યમાં આવેલો દેશ. સત્તાવાર નામ બોત્સવાનાનું પ્રજાસત્તાક. ભૌગોલિક સ્થાન : તે 17o 50´થી 27o 0´ દ. અ. અને 20# 00´થી 29# 25´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 5,81,730 ચોકિમી. જેટલું છે, ઉત્તર–દક્ષિણ અંતર 1,006 કિમી. અને પૂર્વ–પશ્ચિમ અંતર 950 કિમી. છે.…
વધુ વાંચો >બોથનિયાનો અખાત
બોથનિયાનો અખાત : બાલ્ટિક સમુદ્રનું ઉત્તરતરફી વિસ્તરણ. પૂર્વમાં તે ફિનલૅન્ડને અને પશ્ચિમમાં સ્વીડનને અલગ પાડે છે. ઉત્તરમાં તે સ્વીડિશ બંદર હાપારેન્ડાથી દક્ષિણ તરફના ઍલૅન્ડ ટાપુઓ સુધી 640 કિમી.ની લંબાઈમાં વિસ્તરેલો છે. ઉત્તરમાં તેની પહોળાઈ 160 કિમી. અને દક્ષિણમાં 240 કિમી. જેટલી છે; પરંતુ મધ્યમાં તે સાંકડો છે અને માત્ર 80…
વધુ વાંચો >બોધિગયા (બુદ્ધગયા)
બોધિગયા (બુદ્ધગયા) : બિહાર રાજ્યના ગયા જિલ્લાનું ગામ અને પવિત્ર સ્થાનક. ભૌગોલિક સ્થાન : તે 24o 42´ ઉ. અ. અને 84o 59´ પૂ. રે. પ્રાચીન કાળમાં નિરંજના (હાલમાં ફલ્ગુ) નામે ઓળખાતી નદીના કાંઠે આવેલા આ સ્થળે બોધિવૃક્ષની નીચે ભગવાન ગૌતમ બુદ્ધને સંબોધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. એ વૃક્ષ 2,600 વર્ષથી આજે…
વધુ વાંચો >બૉન
બૉન (Bonn) : જર્મનીનાં મહત્વનાં શહેરો પૈકીનું એક. 1990 પહેલાંના પશ્ચિમ જર્મની(જર્મન ફેડરલ રિપબ્લિક)નું પાટનગર. 1991માં પૂર્વ અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ થતાં અને બર્લિન પાટનગર તરીકે સ્વીકારાતાં, બૉન એક વહીવટી કેન્દ્ર તરીકે હવે જાણીતું બન્યું છે. ભૌગોલિક સ્થાન : તે 30o 52’ ઉ. અ. અને 7o 02’ પૂ. રે. પર…
વધુ વાંચો >બોબીલી
બોબીલી : આંધ્રપ્રદેશ રાજ્યના ઈશાન કોણમાં વિઝિયાનાગ્રામ જિલ્લામાં ઓવેલું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 18° 32´ ઉ. અ. અને 83° 29´ પૂ. રે. પર ઓરિસા રાજ્યની દક્ષિણ સરહદની નજીક આવેલું છે. આ તાલુકાનો વિસ્તાર 465 ચોકિમી. જેટલો છે. ભૂપૃષ્ઠ-જળપરિવાહ-આબોહવા : દક્ષિણ ભારતના પૂર્વભાગમાં આ પ્રદેશ પર્વતીય હારમાળામાં આવેલો છે. તેની…
વધુ વાંચો >બોરસદ
બોરસદ : ગુજરાત રાજ્યના આણંદ જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક. તે 22° 25´ ઉ. અ. અને 72° 56´ પૂ. રે. આજુબાજુનો આશરે 494 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. બોરસદનું પ્રાચીન નામ બદરસિદ્ધિ હતું, જે વાલ્મીકિ ઋષિના શિષ્ય બદરમુનિના નામ પરથી પડેલું. 1991માં તેની વસ્તી 4,21,040 જેટલી હતી. આ તાલુકામાં…
વધુ વાંચો >બૉર્ડોક્સ
બૉર્ડોક્સ : ફ્રાન્સના નૈર્ઋત્ય ભાગમાં આવેલું ઍક્વિટેનનું પાટનગર તથા જિરોન્ડ પ્રદેશનું વહીવટી મથક. ઍક્વિટોન થાળાના વિસ્તાર માટે તે વેપારવણજના કેન્દ્ર તરીકે ખ્યાતિ પામેલું છે. ભૌગોલિક સ્થાન : 44° 50´ ઉ. અ. અને 0° 34´ પૂ. રે. ગેરોન નદીના કાંઠા પર વસેલું આ શહેર ઍક્વિટોન થાળામાંની દ્રાક્ષની વાડીઓ માટે ફ્રાન્સમાં જાણીતું…
વધુ વાંચો >બૉર્નિયો
બૉર્નિયો : પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં આવેલા સુંદા ટાપુઓ પૈકીનો એક ટાપુ. મુખ્યત્વે ત્રણ રાજ્યોમાં વહેંચાયેલ ટાપુ તરીકે પણ તે અદ્વિતીય છે. ભૌગોલિક સ્થાન : તે 00° 30´ (વિષુવવૃત્ત) અને 114° 00´ પૂ. રે.ની આજુબાજુનો સબાહ, સારાવાક, બ્રુનેઈ અને કાલીમાન્તાન(બૉર્નિયો)ના મોટાભાગનો સમાવેશ કરતો આશરે 7,54,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે.…
વધુ વાંચો >બોલન ઘાટ
બોલન ઘાટ : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી બ્રાહુઇ (Brāhui) હારમાળાના મધ્યભાગમાંથી પસાર થતો નીચાણવાળો ભૂમિમાર્ગ. ભૌગોલિક સ્થાન : 30° ઉ. અ. અને 66° પૂ. રે. તે સમુદ્રસપાટીથી 1,793 મીટરની ઊંચાઈ ધરાવે છે અને તેની કુલ લંબાઈ 89 કિમી. જેટલી છે. આ ઘાટ અહીં શિયાળા અને ઉનાળાની ઋતુઓ દરમિયાન પ્રવર્તતા…
વધુ વાંચો >