ભારતીય સંસ્કૃતિ

યાજ્ઞવલ્ક્યસ્મૃતિ

યાજ્ઞવલ્ક્યસ્મૃતિ : ભારતીય ધર્મશાસ્ત્રનો ખૂબ જાણીતો ગ્રંથ. અનેક સ્મૃતિગ્રંથોમાં ખૂબ જાણીતી ‘મનુસ્મૃતિ’માં જે વિષયો ચર્ચવામાં આવ્યા છે તે બધાને સંક્ષેપમાં રજૂ કરવાનું શ્રેય આ ગ્રંથને ફાળે જાય છે. ‘શુક્લ યજુર્વેદ’ના ઉદભાવક, ‘શતપથબ્રાહ્મણ’માં અને ‘બૃહદારણ્યક’ જેવાં ઉપનિષદોમાં ઉલ્લેખાયેલા યાજ્ઞવલ્ક્ય આ સ્મૃતિના રચયિતા હોવાથી તેને ‘યાજ્ઞવલ્ક્યસ્મૃતિ’ એવું નામ આપવામાં આવ્યું છે. ઈ.…

વધુ વાંચો >

યાત્રા

યાત્રા : એક ધાર્મિક રિવાજ. પોતાના કાર્ય માટે કે વગર કાર્યે એક સ્થાનથી બીજા સ્થળે જવું એને પ્રવાસ કહેવાય. તે  લાંબા અંતરનો કે ટૂંકા અંતરનો હોઈ શકે છે. જ્યારે યાત્રા પુણ્ય મેળવવા માટે ધાર્મિક, પવિત્ર તીર્થોમાં જવાની પ્રવૃત્તિ છે. તેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે એવી શ્રદ્ધા યાત્રિકને હોય છે. નદી,…

વધુ વાંચો >

યોગ

યોગ ‘યોગ’ શબ્દ સંસ્કૃત ધાતુ युज् પરથી નિષ્પન્ન થયો છે, જેનો અર્થ થાય છે ‘જોડવું.’ મન અને શરીરને સંવાદી બનાવીને જીવવાની પ્રવિધિને પ્રારંભિક યોગ ગણવામાં આવ્યો છે. ભગવદગીતામાં કર્મકુશળતાને યોગ ગણ્યો છે. કેટલાક વિદ્વાનોએ મૂળ સંસ્કૃત શબ્દનો અર્થ કર્યો છે, ધ્યાનને કેન્દ્રિત કરવાની ક્રિયા. યોગ એવો વિષય છે કે જેને…

વધુ વાંચો >

યોગાસન

યોગાસન : યોગસાધનામાં તન-મનને કેળવવા માટેની અંગસ્થિતિ. ‘યોગાસન’નો શબ્દાર્થ ‘યોગસાધના માટે ઉપકારક આસન (શારીરિક સ્થિતિ)’ – એ પ્રમાણે થાય છે. શબ્દાર્થની ર્દષ્ટિએ ‘યોગ’ એટલે મેળાપ, જોડાણ, એક થવું તે; તત્વજ્ઞાનની ર્દષ્ટિએ પરમ તત્વ સાથે એકાકાર થઈ જવું તે, જીવાત્મા સાથે પરમાત્માનું જોડાણ. ઈ. પૂ. બીજા સૈકામાં મહર્ષિ પતંજલિએ રચેલા ‘યોગદર્શન’…

વધુ વાંચો >

રથયાત્રા

રથયાત્રા : કૃષ્ણભક્તોનો ઉત્સવ. પૂર્વ ભારતના ઊડિયા-ઓરિસા રાજ્યમાં જગન્નાથપુરી નગરમાં આવેલ શ્રી જગન્નાથ મંદિરમાં ‘શ્રીકૃષ્ણબલરામનાની બહેન સુભદ્રા’ એ ત્રણ ભાંડુઓની મૂર્તિ બિરાજે છે. ભારતીય ઉપખંડમાં આવેલાં ચાર દિશાઓનાં પવિત્ર તીર્થધામો છે. તેમાં ઉત્તરે શ્રી બદરી–કેદાર, દક્ષિણે શ્રી તિરુપતિના વેંકટબાલાજી, પૂર્વે શ્રી જગન્નાથજી અને પશ્ચિમે દ્વારકામાં આવેલાં છે. આમાંના ઊડિયામાંના શ્રી…

વધુ વાંચો >

રાજસૂય યજ્ઞ

રાજસૂય યજ્ઞ : વેદમાં રાજા માટે કહેલો યજ્ઞ. રાજસૂય યજ્ઞના નિર્દેશો સંહિતાઓમાં મળે છે. સૂત્ર-સાહિત્યમાં તેનો વિસ્તાર છે, પરંતુ બ્રાહ્મણ-ગ્રંથોએ તેનાં લક્ષણો નિશ્ચિત કરી આપ્યાં છે. વિશેષત: શતપથ બ્રાહ્મણ, પૂર્વમીમાંસા પરના ભાષ્યમાં (441) શબરે આની વ્યાખ્યા બે રીતે આપી છે : (1) राजा तत्र सूयते तस्माद राजसूयः। આ યજ્ઞ સોમ…

વધુ વાંચો >

રામકૃષ્ણ પરમહંસ

રામકૃષ્ણ પરમહંસ (જ. 18 ફેબ્રુઆરી 1836, કામારપુકુર; અ. 15 ઑગસ્ટ 1886) : અર્વાચીન ભારતના મહાન સંત. મૂળ નામ ગદાધર. પિતા ખુદીરામ ચૅટરજી. નાનપણથી જ તેઓ રહસ્યવાદી દર્શનોની અનુભૂતિ કરતા હતા. માટીની મૂર્તિઓ બનાવવામાં તેમને ઘણો રસ હતો. શાળાના શિક્ષણ પ્રત્યે તેમને રુચિ ન હતી. પિતાનું અવસાન થતાં 17 વર્ષની ઉંમરે…

વધુ વાંચો >

રામચરણદાસ

રામચરણદાસ (ઈ. સ. 1760–1835) : શૃંગારી રામોપાસનાના વ્યાપક પ્રચારક મહાત્મા. પ્રતાપગઢ જિલ્લાના એક કાન્યકુબ્જ બ્રાહ્મણ પરિવારમાં જન્મ. યુવાનીમાં થોડો સમય એ વિસ્તારના કોઈ રાજપરિવારમાં નોકરી કરી પછી વિરક્ત થઈ અયોધ્યા ચાલ્યા ગયા અને ત્યાં મહાત્મા બિંદુકાચાર્યના સાધક શિષ્ય તરીકે રહ્યા. ગુરુની સાથે ચિત્રકૂટ અને મિથિલાની યાત્રા કરી. શૃંગારી સાધનાનાં રહસ્યો…

વધુ વાંચો >

લગ્ન (ભારતીય પરંપરા)

લગ્ન (ભારતીય પરંપરા) : હિંદુ ધર્મના સોળ સંસ્કારમાંનો એક મહત્વનો હિંદુ સંસ્કાર. હિંદુ ધર્મમાં લગ્ન સ્ત્રી અને પુરુષને એકસાથે રહી, એક બની સંસારયાત્રા કરવાની માન્યતા આપે છે. વેદના સૂર્યાસૂક્તમાં કહ્યું છે તેમ, સ્ત્રી-પુરુષ દ્યાવા-પૃથિવી કે ઋક્-સામની માફક લગ્ન-સંસ્કારથી જોડાય છે. સ્ત્રી-પુરુષ આ સંસ્કારથી જોડાઈ એક પિંડ બને છે. સાત પેઢી…

વધુ વાંચો >

લલકદાસ

લલકદાસ (18મી સદીનો ઉત્તરાર્ધ) : રામાનન્દ સંપ્રદાયના ગાદીધારી મહાત્મા. આ વૈષ્ણવ સંત રામોપાસક હતા અને પોતાની વિશાળ શિષ્યમંડળી સાથે મોટે ભાગે પર્યટન કરતા. તેઓ માધુર્યભક્તિના ઉપાસક હતા. ભક્તિ ઉપરાંત કાવ્યશાસ્ત્રમાં પણ અનુરાગ ધરાવતા હતા. કાવ્યશાસ્ત્ર પરત્વે તેમને કવિઓ સાથે વાદ-વિવાદના અનેક પ્રસંગો બનતા. એમની બે રચનાઓ પ્રસિદ્ધ છે : ‘સત્યોપાખ્યાન’…

વધુ વાંચો >