ભારતીય સંસ્કૃતિ

મુલતાન

મુલતાન :પાકિસ્તાનના પશ્ચિમ પંજાબના નૈર્ઋત્ય ભાગમાં આવેલા જિલ્લાનું શહેર. તે ધર્મગુરુઓના શહેર તરીકે પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : 30 11´ ઉ. અ. અને 71 28´ પૂ. રે. તે ચિનાબ (ચંદ્રભાગા) નદીને કાંઠે સ્થિત છે. આ શહેરનો વિસ્તાર 560 ચો. કિમી. જ્યારે તેની મહત્તમ ઊંચાઈ 153 મીટર છે. પાકિસ્તાનનાં મોટાં…

વધુ વાંચો >

મુંડકોપનિષદ

મુંડકોપનિષદ : જુઓ ઉપનિષદ.

વધુ વાંચો >

મૂર્તિ, શિવરામ

મૂર્તિ, શિવરામ (જ. 1905; અ. 1984) : ભારતીય પ્રાચ્યવિદ્યાના પારંગત અને સંસ્કૃતના ઉચ્ચ કોટિના વિદ્વાન. તેઓ ઉચ્ચ કોટિના કલાકાર પણ હતા. રેખાંકન અને શિલ્પાંકનમાં તેમની અદભુત કુશળતાનો ખ્યાલ તેમનાં પ્રકાશિત પુસ્તકોમાંથી મળી આવે છે. તેમનાં પ્રકાશિત પુસ્તકો આ પ્રમાણે છે : ‘અમરાવતી સ્કલ્પચર્સ ઇન ધ મૉડર્ન ગવર્નમેન્ટ મ્યુઝિયમ’, ‘સ્કલ્પચર્સ ઇન્સ્પાયર્ડ…

વધુ વાંચો >

મેકણદાદા

મેકણદાદા (જ. આશરે 1664, ખોંભડી, તા. નખત્રાણા; અ. 10 ઑક્ટોબર, 1729, ધ્રંગ, તા. ભુજ) : કચ્છમાં નાથયોગીઓની પરંપરાના કાપડી પંથના માનવતાવાદી સંત. મૂળ નામ મોકાજી. પિતા હરધોળજી ખોઁભડીના ભાટી રાજપૂત. નાનપણથી વૈરાગ્યવૃત્તિના મોકાજીને સંસાર પ્રત્યે વિતૃષ્ણા જાગતાં સત્યશોધન માટે ઘર છોડ્યું. ગાંગોજી નામે કાપડી સંત પાસે દીક્ષા લેતાં ‘મેકરણ’ નામ…

વધુ વાંચો >

મેગૅસ્થેનીઝ

મેગૅસ્થેનીઝ : ચંદ્રગુપ્ત મૌર્ય(ઈ. સ. પૂ. 322 – ઈ. સ. પૂ. 298)ના રાજદરબારમાં ગ્રીક રાજા સેલ્યુકસે મોકલેલો રાજદૂત. તે ભારતમાં પાંચ વર્ષ રહ્યો હતો અને ભારત વિશે એણે ‘ઇન્ડિકા’ નામે વૃત્તાંત–ગ્રંથ લખ્યો હતો. આ ગ્રંથની મૂળ પ્રત લુપ્ત થઈ ગઈ છે, પણ પછીના લેખકોએ તેનાં લખાણોમાંથી અવતરણો ટાંકેલાં હોવાથી એ…

વધુ વાંચો >

મોગ્ગલિપુત્ર તિસ્સ

મોગ્ગલિપુત્ર તિસ્સ : બૌદ્ધ ભિક્ષુસંઘના ત્રીજી સંગીતિના અધ્યક્ષ તરીકે નામાંકિત થેર (સ્થવિર). એ પાટલિપુત્રના બ્રાહ્મણ મોગ્ગલિના પુત્ર રૂપે જન્મેલા. એમને બૌદ્ધ ધર્મનો ઉપદેશ ગ્રહણ કરાવવા સિગ્ગવ પહેલેથી સતત યત્નશીલ હતા. તિસ્સ ઉમરલાયક થતાં વેદોમાં પારંગત થયા હતા, પરંતુ સિગ્ગવે એમને ‘ચિત્તયમક’માંથી એક પ્રશ્ર્ન પૂછ્યો, ત્યારે તેઓ એનો ઉત્તર આપી શક્યા…

વધુ વાંચો >

મોતીરામજી મહારાજ

મોતીરામજી મહારાજ (જ. 1886; અ. 1940) : સિદ્ધપુરના આત્મસાધક સંત. સિદ્ધપુરના બ્રાહ્મણ પરિવારમાં જન્મ. ગુજરાતી શાળામાં વાંચવા, લખવા અને ગણવા જેટલું સામાન્ય જ્ઞાન લીધેલું. ગૃહસ્થજીવન ગાળ્યા પછી પુત્રોને સંપત્તિ સોંપી એકાકી જીવન ગાળનારા ત્યાગી સંત થયા. નજીકની હિંગળાજ માતાની ટેકરી પર પર્ણકુટી કરીને ત્યાં નિવાસ કર્યો અને આત્મસાધના કરવા માંડી.…

વધુ વાંચો >

મોરારસાહેબ

મોરારસાહેબ (જ. 1758, થરાદ, જિ. બનાસકાંઠા; અ. 1857, ખંભાલીડા, જિ. જામનગર) : રવિભાણ સંપ્રદાયના આત્માનુભવી સંત. થરાદના વાઘેલા વંશના રાજકુમાર તરીકે જન્મ. મૂળ નામ માનસિંહ. રવિસાહેબના પ્રભાવથી 21 વર્ષની ભરયુવાન વયે રાજવૈભવ છોડી, શેરખીમાં દીક્ષા લેતાં ‘મોરારસાહેબ’ નામ પામ્યા. આઠ વર્ષ સુધી રવિસાહેબની સેવામાં રહ્યા અને ગુરુ-આજ્ઞાથી ધ્રોળ પાસે ખંભાલીડા…

વધુ વાંચો >

મોરારિબાપુ

મોરારિબાપુ (જ. 25 સપ્ટેમ્બર 1946, તલગાજરડા, તા. મહુવા, જિ. ભાવનગર) : રામકથાના સુપ્રસિદ્ધ કથાકાર ને પ્રચારક. પિતા પ્રભુદાસ હરિયાણી, માતા સાવિત્રીબહેન. નિમ્બાર્કાચાર્યની વૈષ્ણવ પરંપરાના એ અનુયાયી. દાદા-દાદીની નિશ્રામાં એમનો ઉછેર અને ઘડતર. દાદીમા દ્વારા પૌરાણિક કથાઓ તેમજ લોકવાર્તાઓનું શ્રવણપાન. દાદા અને ગુરુ ત્રિભોવનદાસ પાસે તુલસી-રામાયણનું અધ્યયન. મોરારિબાપુનું આ અધ્યયન જ્યાં…

વધુ વાંચો >

મૌદગલ્યાયન

મૌદગલ્યાયન : ગૌતમ બુદ્ધના બે પટ્ટશિષ્યોમાંના બીજા. એ રાજગૃહ પાસેના કોલિત ગામમાં જન્મ્યા હતા. એ મૌદગલ્યાયની (મોગ્ગલાની) નામે બ્રાહ્મણીના પુત્ર હતા. એ અને શારિપુત્ર સરખી વયના હતા. બંને બુદ્ધ કરતાં મોટી વયના હતા. એ બેનાં કુટુંબો વચ્ચે સાત પેઢીઓથી ગાઢ સંબંધ રહેલો હતો. શારિપુત્ર અને મૌદગલ્યાયન એક મેળાવડો જોવા સાથે…

વધુ વાંચો >