ભારતીય સંસ્કૃતિ

મહિદાસ ઐતરેય

મહિદાસ ઐતરેય : એ નામના એક પૌરાણિક મહર્ષિ. એમના પિતા એક ઋષિ હતા. એ ઋષિને પોતાના વર્ણની પત્ની ઉપરાંત ઇતર વર્ણની પત્નીઓ પણ હતી. એમાંની એકનું નામ ‘ઇતરા’ હતું. ઋષિ જેટલો ભાવ સમાન વર્ણની પત્નીઓના પુત્રો પર રાખતા, તેટલો ભાવ ઇતરાના પુત્ર પર રાખતા નહિ. કહે છે કે એક યજ્ઞમંડળીમાં…

વધુ વાંચો >

મહેન્દ્રગિરિ

મહેન્દ્રગિરિ : એક પર્વત તથા એ નામનું શહેર. ઓરિસાથી માંડીને તમિલનાડુ રાજ્યના મદુરાઈ જિલ્લા સુધીની સમગ્ર ગિરિમાળા. તેને મહેન્દ્રપર્વત પણ કહે છે. આ ગિરિમાળા પૂર્વ ઘાટની દ્યોતક છે. ગંજામ પાસેનો એનો એક ભાગ હજી ‘મહેન્દ્રમલેઈ’ (મહેન્દ્ર ટેકરીઓ) કહેવાય છે. તે મલય પર્વતમાં ભળે છે. રામથી પરાજય પામ્યા પછી પરશુરામ આ…

વધુ વાંચો >

મહેશ્વર

મહેશ્વર : મધ્યપ્રદેશમાં ખરગોન જિલ્લામાં ઇંદોરથી દક્ષિણે લગભગ 90 કિમી.ના અંતરે નર્મદાકાંઠે આવેલું એક પ્રાચીન નગર. મહાભારતમાં એનો મુખ્યત્વે ‘મહેશ્વર’ કે ‘મહેશ્વરપુર’ તરીકે અને પુરાણોમાં ‘માહિષ્મતી’ તરીકે ઉલ્લેખ થયેલો છે. મહાભારતના સમયમાં અહીં રાજા નીલનું શાસન હતું. મહાભારતના યુદ્ધમાં તે કૌરવપક્ષે લડતાં પાંડવોને હાથે મરાયો હતો. પુરાણો અનુસાર યદુવંશની હૈહય…

વધુ વાંચો >

મહોબા (મહોત્સવનગર)

મહોબા (મહોત્સવનગર) : સ્થાન-સીમા-વિસ્તાર : ઉત્તરપ્રદેશની દક્ષિણ સરહદે ઝાંસી વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 25° 20´ ઉ. અ. અને 79° 00´ પૂ. રે.ની આજુબાજુનો 3,068 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હમીરપુર, પૂર્વમાં બાંદા, દક્ષિણે મધ્યપ્રદેશની સરહદ તથા પશ્ચિમે ઝાંસી જિલ્લો આવેલા છે. જિલ્લાનું…

વધુ વાંચો >

મંખક

મંખક (ઈ.સ.ની 12મી સદી) : સંસ્કૃત ભાષાના મહાકવિ અને આલંકારિક. કાશ્મીરના વતની. પ્રસિદ્ધ આલંકારિક રાજાનક રુય્યકના શિષ્ય અને ‘શ્રીકંઠચરિત’ મહાકાવ્યના રચયિતા. તેઓ કાશ્મીરના રાજા જયસિંહના દરબારમાં વિરાજતા હતા. ઈ. સ. 1135થી 1145માં ‘શ્રીકંઠચરિત’ રચાયું હોવાનું લગભગ નિશ્ચિત છે અને જયસિંહનો સમય પણ ઈ. સ. ની બારમી સદીનો પૂર્વાર્ધ છે. એટલે…

વધુ વાંચો >

મંખલિ ગોશાલક

મંખલિ ગોશાલક : પ્રાચીન ભારતમાં આજીવિક સંપ્રદાયનો સ્થાપક. મંખલિપુત્ર ગોશાલકનો ઉલ્લેખ મુખ્યત્વે જૈન આગમો અને બૌદ્ધ ગ્રંથોમાં મળે છે. ભગવતીસૂત્ર અનુસાર ગોશાલક મંખલિ નામના મંખનો પુત્ર હતો. ભગવાન મહાવીરની કીર્તિથી પ્રભાવિત થઈને તેણે મહાવીર પાસે વિનંતીપૂર્વક શિષ્યત્વ મેળવ્યું હતું. છ વર્ષના અંતેવાસ દરમિયાન તેણે ઘણી વાર અવિવેકી વર્તન કર્યું હતું.…

વધુ વાંચો >

મંડપ (પલ્લવ)

મંડપ (પલ્લવ) : દક્ષિણ ભારતના પલ્લવ રાજ્યમાં સાતમી સદી દરમિયાન વિકસેલો વિશિષ્ટ સ્થાપત્ય-પ્રકાર. એમાં ડુંગરની અંદર ગુફાની જેમ દેવાલય કંડારવામાં આવે છે. આ શૈલોત્કીર્ણ દેવાલયને ત્યાં સામાન્ય રીતે ‘મંડપમ્’ તરીકે ઓળખવામાં આવે છે. આ શૈલીનો પ્રારંભ પલ્લવનરેશ મહેન્દ્રવર્મા(610–640)એ કરેલો અને તેના ઉત્તરાધિકારી નરસિંહવર્મા(640–668)એ એનો વિકાસ કરેલો. મહેન્દ્રવર્માએ કંડારાવેલ 14 મંડપો…

વધુ વાંચો >

મંડોવર

મંડોવર : ગુજરાતના સોલંકી શૈલીના મંદિરમાં ગર્ભગૃહના પીઠની ઉપર ચણવામાં આવતી દીવાલનો અલંકૃત ભાગ. એની રચના અનેકવિધ સમતલ થરો દ્વારા થતી હોય છે. મહામંદિરોમાં સાધારણ રીતે આ થરોમાં નીચેથી ઉપરના ક્રમે જોતાં ખુરક, કુંભક, કલશ, કપોતાલી (કેવાલ), મંચિકા, જંઘા, ઉદગમ, ભરણી, શિરાવટી, મહાકેવાલ અને કૂટછાદ્ય નામે ઓળખાતા થરો જોવામાં આવે…

વધુ વાંચો >

મંત્ર

મંત્ર : સંસ્કૃત ભાષાના ચમત્કારિક અક્ષર, પદ કે વાક્ય, જે ઉચ્ચારવાથી ઇષ્ટસાધક અને અનિષ્ટનિવારક અસર ઉત્પન્ન કરે. વળી જેનું મનન કરવાથી મનુષ્યનું રક્ષણ થાય તેને પણ ‘મંત્ર’ કહેવાય છે. ખાસ કરીને વેદની ઋચાઓને ‘મંત્ર’ શબ્દથી ઓળખવામાં આવે છે. આ વૈદિક મંત્રો (1) પ્રગીત અને (2) અપ્રગીત – એમ બે પ્રકારના…

વધુ વાંચો >

મંદિર-સ્થાપત્ય

મંદિર-સ્થાપત્ય કોઈ પણ દેવતાની પૂજા-ઉપાસના કે પ્રાર્થના માટેનું પવિત્ર વસ્તુ કે પ્રતીકો ધરાવતું વિશિષ્ટ સ્થાપત્ય. આવું સ્થાપત્ય સાધારણ રીતે કોઈ ધર્મ-સંપ્રદાય સાથે સંકળાયેલું હોય છે. રચના પરત્વે એમાં નાના, સાદા એકાદા ખંડ કે મઢૂલીથી માંડીને શિખર કે મિનારાબંધ ભવ્ય પ્રાસાદ-સ્વરૂપનાં બાંધકામો જોવામાં આવે છે. એમાંનાં ઘણાં દેવતાની મૂર્તિ કે ચિત્ર…

વધુ વાંચો >