ભારતીય સંસ્કૃતિ

ત્રિપુરાન્તક

ત્રિપુરાન્તક : ગુજરાતમાં સોમનાથ પાટણના નામાંકિત પાશુપત આચાર્ય. એ વાલ્મીકિ ઋષિના શિષ્ય હતા. એમનાં માતાનું નામ માલ્હણદેવી અને પત્નીનું નામ રમાદેવી હતું. ચૌલુક્ય રાજા સારંગદેવના સમયમાં વિ. સં. 1343(ઈ. સ. 1287)માં પ્રભાસ પાટણમાં ત્રિપુરાન્તક-પ્રશસ્તિ કોતરાઈ છે. એમણે સમસ્ત ભારતમાં તીર્થયાત્રા કરી હતી. ત્રિપુરાન્તકે સોમેશ્વર મંદિરના મંડપની ઉત્તરે પાંચ શિવાલય કરાવ્યાં…

વધુ વાંચો >

ત્વષ્ટા

ત્વષ્ટા : વેદમાં સ્તુતિ કરાયેલા દેવો પૈકી એક. વેદાંગ નિરુક્તના લેખક યાસ્કે તેનાં ત્રણ નિર્વચનો આપ્યાં છે : (1) જે ઝડપથી ફેલાય છે તે એટલે કે વાયુ. (2) જે પ્રકાશે છે તે એટલે વિદ્યુતમાં રહેલો અગ્નિ. (3) જે પ્રકાશે છે તે એટલે આકાશમાં રહેલો સૂર્ય. ભાગવતમાં જણાવ્યા મુજબ બાર આદિત્યોમાં…

વધુ વાંચો >

દક્ષમિત્રા

દક્ષમિત્રા : શક ક્ષત્રપ નહપાનની પુત્રી. અનુ-મૌર્ય કાલમાં પશ્ચિમ ભારતમાં શક કુલના ક્ષત્રપ રાજાઓનું શાસન પ્રવર્તેલું. એ રાજકુલના રાજા નહપાનના સમયના કેટલાક અભિલેખ મહારાષ્ટ્રમાંનાં નાસિક, કાર્લા અને જુન્નારની ગુફાઓમાં કોતરેલા છે. નાસિકની ગુફા નં. 10ના વરંડામાં કોતરેલા ગુફાલેખમાં જણાવ્યા મુજબ રાજા ક્ષહરાત ક્ષત્રપ નહપાનની પુત્રી દક્ષમિત્રાએ ત્યાં ગુહા-ગૃહનું ધર્મદાન કર્યું…

વધુ વાંચો >

દક્ષિણ કન્નડ

દક્ષિણ કન્નડ : કર્ણાટક રાજ્યનો અરબી સમુદ્રના કિનારે આવેલો જિલ્લો. કન્નડ ભાષા ઉપરથી જિલ્લાનું નામ ક્ન્નડ પડ્યું છે. પોર્ટુગીઝો ‘કન્નડ’ શબ્દનો સ્પષ્ટ ઉચ્ચાર કરી શકતા ન હોવાથી તેઓએ તેને ‘કાનરા’ નામ આપ્યું. 1860માં કન્નડ જિલ્લાનું ઉત્તર અને દક્ષિણ ક્ન્નડ જિલ્લા તરીકે વિભાજન થયું. આ પ્રદેશમાં તુલુભાષી લોકોની સંખ્યા વિશેષ હોવાથી…

વધુ વાંચો >

દક્ષિણા

દક્ષિણા : હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર યજ્ઞ વગેરે ધાર્મિક કાર્યોમાં આપવામાં આવતું દ્રવ્ય. ´દક્ષિણા´ શબ્દ છેક વેદમાં વપરાયેલો છે. વેદાંગ નિરુક્તના લેખક યાસ્કે ઋગ્વેદ 2/6/6માં પ્રયોજાયેલા દક્ષિણા શબ્દની વ્યુત્પત્તિ સારી રીતે વધારવાના અર્થમાં રહેલા દક્ષ્ ધાતુમાંથી આપી છે. (1) યજ્ઞમાં જે કંઈ ન્યૂનતા હોય તેને દૂર કરી તેને (ફળ તરફ) વધારે…

વધુ વાંચો >

દરિયાખાનનો રોજો

દરિયાખાનનો રોજો : ગુજરાતમાં સલ્તનતકાળ દરમિયાન બંધાયેલો અમદાવાદ ખાતે આવેલો ભવ્ય રોજો. ગુજરાતના સુલતાન મહમૂદશાહ બેગડાના પ્રસિદ્ધ અમીર દરિયાખાને ઈ. સ. 1453માં અમદાવાદમાં પોતાને માટે જે રોજો બનાવેલો તે દરિયાખાનનો રોજો. તે મુખ્યત્વે દરિયાખાનના ઘુંમટ તરીકે ખ્યાતિ પામ્યો છે. ગુજરાતમાં આ ઘુંમટની ગણતરી મોટામાં મોટા ઘુંમટ તરીકે થાય છે. સમગ્ર…

વધુ વાંચો >

દશેરા

દશેરા : હિન્દુ સંસ્કૃતિનો નિદર્શક પ્રખ્યાત તહેવાર. દશમીનાં વ્રતોમાં દશેરા કે વિજયાદશમીનું વ્રત મહત્વનું છે. વિજયાદશમી કે દશેરા આશ્વિન માસની શુક્લપક્ષની દશમ છે. શાસ્ત્રીય વિધિ અનુસાર નવમીના યોગવાળી દશમે હેમાદ્રિ અનુસાર મધ્યાહન પછી અપરાજિતા દિશા – ઈશાનમાં અપરાજિતા દેવીની સ્થાપના કરવામાં આવે છે. અપરાજિતાનાં પૂજન-અર્ચન થાય છે. એકાદશીએ તેની યાત્રા…

વધુ વાંચો >

દંતપુર

દંતપુર : અંગદેશના રાજા દધિવાહનની નગરી ચંપાપુર અને કલિંગ દેશના રાજ્યની સરહદની વચ્ચે આવેલું ગામ. તે કલિંગથી ચંપાપુરી જતાં રસ્તામાં આવે છે. ત્યાં પદ્માવતી(શ્રેષ્ઠ સાધ્વી)એ તપોમય જીવન ગાળ્યું હતું. એક મતાનુસાર મેદિનીપુર જિલ્લામાં જળેશ્વરથી દક્ષિણે આશરે 15 કિમી. અંતરે દાંતન નામનું સ્થળ છે, તે જ બૌદ્ધોનું પ્રાચીન દંતપુર. તે પ્રાચીન…

વધુ વાંચો >

દંતિદુર્ગ

દંતિદુર્ગ (ઈ. સ. 753) : રાષ્ટ્રકૂટ રાજવંશનો અને મહારાજ્યનો સ્થાપક. શરૂઆતમાં એ વાતાપિના ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય બીજાની સેવામાં હતો. એ કાલ દરમિયાન એણે કલિંગ, કોસલ અને કાંચી પર વિજય મેળવવામાં ભારે દક્ષતા દાખવી હોઈ ચાલુક્યનરેશ વિક્રમાદિત્યે એની કદર રૂપે એને ‘પૃથ્વીવલ્લભ’ અને ‘ખડ્ગાવલોક’ જેવાં બિરુદ આપ્યાં હતાં. વિક્રમાદિત્યનું અવસાન થતાં…

વધુ વાંચો >

દાન

દાન : ધર્મબુદ્ધિથી કે દયાભાવથી પુણ્યાર્થે કોઈ વસ્તુ બ્રાહ્મણ કે ગરીબને મફત આપી દેવી તેનું નામ દાન. કાયદેસર પોતાને મળેલી વસ્તુ બીજાને અર્પણ કરવી તેને પણ દાન કહી શકાય. વસ્તુ પરથી સ્વત્વની નિવૃત્તિપૂર્વક પરસ્વત્વની ઉત્પત્તિ કરવાની ક્રિયાને યાસ્કાચાર્ય દાન કહે છે. ‘યોગકૌસ્તુભ’ મુજબ ન્યાયપૂર્વક એકત્ર કરેલા ધનમાંથી પોતાની શક્તિ પ્રમાણે…

વધુ વાંચો >