બાળકૃષ્ણ માધવરાવ મૂળે
ગોખલે, ચંદ્રકાંત
ગોખલે, ચંદ્રકાંત (જ. 7 જાન્યુઆરી 1921, મિરજ, મહારાષ્ટ્ર; અ. 20 જૂન 2008, પુણે) : મરાઠી રંગભૂમિ અને ચલચિત્રના પીઢ અને ચરિત્ર અભિનેતા. તેમણે તેમની અભિનેતા તરીકેની સિત્તેર વર્ષની કારકિર્દી(1938–2008)માં 80 મરાઠી ચલચિત્રો, 16 હિંદી ચલચિત્રો અને 64 મરાઠી નાટકોમાં અભિનય કર્યો હતો. તેમનું ‘લક્ષ્મીચે ખેળ’ (1938) એ પ્રથમ ચલચિત્ર અને…
વધુ વાંચો >ગોખલે, વિદ્યાધર
ગોખલે, વિદ્યાધર (જ. 4 જાન્યુઆરી 1924, અમરાવતી; અ. 26 સપ્ટેમ્બર 1996, મુંબઈ) : વિખ્યાત મરાઠી નાટ્યકાર તથા અગ્રણી પત્રકાર. પિતા શંભાજીરાવ ભૂતપૂર્વ મધ્યપ્રદેશ(Central Provinces)માં શિક્ષણમંત્રી હતા. શરૂઆતનું શિક્ષણ અમરાવતી ખાતે. 1942ના ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લેવા માટે કૉલેજ છોડી. પછી નાગપુર યુનિવર્સિટીમાંથી 1944માં સંસ્કૃત, મરાઠી અને અર્થશાસ્ત્ર સાથે બી.એ. તથા…
વધુ વાંચો >ગોપાલકૃષ્ણન, અદૂર
ગોપાલકૃષ્ણન, અદૂર (જ. 3 જુલાઈ 1941, અદૂર, કેરળ) : મલયાળમ ચલચિત્રોના વિખ્યાત દિગ્દર્શક, પટકથા અને સંવાદલેખક તથા નિર્માતા. જન્મ કેરળના જમીનદાર કુટુંબમાં. કેરળની જાણીતી ગાંધીગ્રામ સંસ્થાના અર્થશાસ્ત્ર-રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતક. શાળામાં ભણતા ત્યારથી ચલચિત્ર કરતાં નાટકમાં વિશેષ રસ. આઠ વર્ષની ઉંમરે એક નાટકમાં ગૌતમ બુદ્ધની ભૂમિકા ભજવી અને તે દ્વારા…
વધુ વાંચો >ગોપાલન્, એ. કે.
ગોપાલન્, એ. કે. (જ. 1 ઑક્ટોબર 1902, માલિવયી, કેરળ; અ. 21 માર્ચ 1977, તિરુવનંથપુરમ્) : માર્કસવાદી સામ્યવાદી પક્ષના નેતા તથા અગ્રણી સાંસદ. સામંતશાહી કુટુંબમાં જન્મ. પિતા પ્રગતિશીલ વિચારસરણીના મલયાળમ સાપ્તાહિકોના તંત્રી. તેમણે એક માધ્યમિક શાળા શરૂ કરેલી. તેઓ તાલુકા બોર્ડના ચૂંટાયેલા સભ્ય પણ હતા. માતા તરફથી જાહેર પ્રવૃત્તિ માટે પ્રોત્સાહન…
વધુ વાંચો >ગોપીકૃષ્ણ
ગોપીકૃષ્ણ (જ. 22 ઑગસ્ટ 1935, કૉલકાતા; અ. 19 ફેબ્રુઆરી 1994, મુંબઈ) : કથક નૃત્યની બનારસ શૈલીના વિખ્યાત નર્તક. પિતા રાધાકૃષ્ણ સોંથાલિયા કૉલકાતામાં વેપાર કરતા. નાની ઉંમરમાં તેમનું અવસાન થતાં ગોપીકૃષ્ણના દાદા પંડિત સુખદેવ મહારાજની નિશ્રામાં તેમનો ઉછેર થયો હતો. પંડિત સુખદેવ મહારાજ પોતે કલાપ્રેમી હોવાથી ગોપીકૃષ્ણને બાલ્યાવસ્થામાં જ નૃત્યકલાના સંસ્કાર…
વધુ વાંચો >ગોબેલ્સ, પૉલ જૉસેફ
ગોબેલ્સ, પૉલ જૉસેફ (જ. 29 ઑક્ટોબર 1897, રીટદ રાઇનલૅન્ડ; અ. 1 મે 1945, બર્લિન) : હિટલરના અગ્રણી સાથીદાર તથા નાઝી શાસનકાળ દરમિયાન જર્મનીના પ્રચારમંત્રી (1933–45). પિતા કૅથલિક ધર્મના અનુયાયી અને કારખાનામાં મુકાદમ. શિક્ષણ બૉન, બર્લિન તથા હેડેનબર્ગ યુનિવર્સિટીઓમાં. 1921માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. અપંગ હોવાથી ફરજિયાત ભરતીમાંથી મુક્તિ મેળવી. પહેલા…
વધુ વાંચો >ગોરિંગ, હરમન વિલ્હેમ
ગોરિંગ, હરમન વિલ્હેમ (જ. 12 જાન્યુઆરી 1893, રોઝેનહેમ, બવેરિયા; અ. 15 ઑક્ટોબર 1946, ન્યૂરેમ્બર્ગ, જર્મની) : નાઝી જર્મનીના અગ્રણી નેતા, ટોચના લશ્કરી અધિકારી તથા હવાઈ દળ ‘લુફ્તવાફ’ અને ‘ગેસ્ટાપો’(છૂપી પોલીસ)ના સ્થાપક. પ્રથમ વિશ્વયુદ્ધ(1914–18)માં જર્મનીના લશ્કરી નેતા રહ્યા તથા 1922માં નાઝી પક્ષમાં દાખલ થયા અને એસ.એ.(Storm troopers)નું સેનાપતિપદ સંભાળ્યું. 1923માં મ્યૂનિકના…
વધુ વાંચો >ગોરે, નારાયણ ગણેશ
ગોરે, નારાયણ ગણેશ (જ. 15 જૂન 1907, હિંદળે, જિ. રત્નાગિરિ; અ. 1 મે 1993, પુણે) : ભારતના અગ્રણી સમાજવાદી નેતા તથા સ્વાતંત્ર્યસેનાની. ગરીબ કુટુંબમાં જન્મ. પિતા સરકારી કારકુન. પ્રાથમિક શિક્ષણ પુણે અને પછી મુંબઈ વિશ્વવિદ્યાલયના બી.એ. (1929) તથા એલએલ.બી. (1935). પુણેના પર્વતી મંદિર અસ્પૃશ્યતાનિવારણ સત્યાગ્રહમાં ભાગ લઈ જાહેર જીવનની શરૂઆત…
વધુ વાંચો >ગોલકોંડા
ગોલકોંડા : હૈદરાબાદથી આશરે 11 કિમી. પશ્ચિમે આવેલું મધ્યકાળથી મહત્વનું અને સમૃદ્ધ ગણાતું ઐતિહાસિક નગર. માર્કો-પોલોએ પોતાની પ્રવાસનોંધમાં તેનો ઉલ્લેખ કર્યો છે. સોળમી અને સત્તરમી સદી(1512–1687)માં તે કુતુબશાહી સામ્રાજ્યનું પાટનગર અને દક્ષિણની મુસ્લિમ સલ્તનતોમાંનું એક શક્તિશાળી રાજ્ય ગણાતું. દક્ષિણની ગોદાવરી અને કૃષ્ણા નદીની ખીણના તથા તેની આસપાસના વિસ્તારમાં આ રાજ્યનો…
વધુ વાંચો >ગૉલ, ચાર્લ્સ આંદ્રે મૅરી, દ
ગૉલ, ચાર્લ્સ આંદ્રે મૅરી, દ (જ. 22 નવેમ્બર 1890, લીલ ફ્રાન્સ; અ. 9 નવેમ્બર 1970, કોલમ્બે) : વિખ્યાત ફ્રેન્ચ સેનાપતિ, રાજદ્વારી મુત્સદ્દી તથા પાંચમા ફ્રેન્ચ પ્રજાસત્તાકના સર્જક અને સર્વસત્તાધીશ નેતા. ઇતિહાસકારો અને સાહિત્યસર્જકોના મધ્યમવર્ગીય કૅથલિક કુટુંબમાં જન્મ. પિતા પૅરિસ ખાતેની જેસ્યુઇટ કૉલેજમાં તત્વજ્ઞાન અને સાહિત્યના પ્રોફેસર. પરંપરાગત શિક્ષણ પ્રાપ્ત કર્યા…
વધુ વાંચો >