બાળકૃષ્ણ માધવરાવ મૂળે

કોયના

કોયના : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 17o 25′ ઉ. અ. અને 73o.45′ પૂ. રે. તેના પર પશ્ચિમ મહારાષ્ટ્રમાં પ્રચંડ જળવિદ્યુત પ્રકલ્પ (project) ઊભો કરવામાં આવ્યો છે. એશિયા ખંડમાં આ એક અદ્વિતીય જળવિદ્યુત પ્રકલ્પ ગણવામાં આવે છે. કોયના નદીના કુલ વિસ્તારમાં વાર્ષિક વરસાદ આશરે 5,000 મિમી. પડે છે.…

વધુ વાંચો >

કોયાજી જહાંગીર કુંવરજી

કોયાજી, જહાંગીર કુંવરજી (જ. 11 સપ્ટેમ્બર 1875, મુંબઇ; અ. 14 જુલાઈ 1937, મુંબઇ) : ભારતના અર્થશાસ્ત્રી અને ભારતીય અર્થશાસ્ત્રના નિષ્ણાત. શિક્ષણ મુંબઈ તથા કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં. 1910થી 1930 દરમિયાન કોલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક, 1930થી 1931 દરમિયાન તે જ કૉલેજમાં આચાર્ય અને 1932થી 1935 દરમિયાન આંધ્ર વિશ્વવિદ્યાલયની વિનયન કૉલેજના આચાર્યપદે કાર્ય…

વધુ વાંચો >

કૉરિગન મેઇરિયાડ મૅગ્વાયર

કૉરિગન, મેઇરિયાડ મૅગ્વાયર (જ. 27 જાન્યુઆરી 1944, બેલફાસ્ટ) : ઉત્તર આયર્લૅન્ડના શાંતિ આંદોલનના અગ્રણી સામાજિક કાર્યકર. ચૌદ વર્ષની ઉંમરે શાળાનો ત્યાગ કર્યો અને રોમન કૅથલિકોના ‘લીજિયન ઑવ્ મેરી’ સંગઠનમાં જોડાયા. બાળકલ્યાણ અને વિકાસપ્રવૃત્તિઓમાં સક્રિય બન્યા. ઑગસ્ટ 1976માં આયરિશ રિપબ્લિકન આર્મી(IRA)ના આતંકવાદીઓની એક મોટરગાડી પર બ્રિટિશ સૈનિકોએ ગોળીઓ છોડતાં વાહનચાલકે કાબૂ…

વધુ વાંચો >

કોરિયા

કોરિયા : ચીન અને રશિયાના મિલનસ્થાન આગળ પૂર્વ એશિયામાં દ્વીપકલ્પ રૂપે આવેલો દેશ. સમગ્ર દેશ 34° અને 43° ઉ. અ. તથા 124° અને 131° પૂ. રે. વચ્ચે આવેલો છે. તેનું ક્ષેત્રફળ 2,22,154 ચોકિમી. છે. દ્વીપકલ્પના દક્ષિણ છેડાથી જાપાન માત્ર 195 કિમી. દૂર છે. ચીનનો મંચુરિયાનો પ્રદેશ તેની ઉત્તરે છે. રશિયાની…

વધુ વાંચો >

કૉર્ડા ઍલેકઝાંડર (સર)

કૉર્ડા, ઍલેકઝાંડર (સર) (જ. 16 સપ્ટેમ્બર 1893, ટર્કે, હંગેરી; અ. 23 જાન્યુઆરી 1956, લંડન) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ચલચિત્ર-નિર્માતા અને દિગ્દર્શક. મૂળ નામ સિંડોર કેલ્નર. શિક્ષણ બુડાપેસ્ટની રિફૉર્મિસ્ટ કૉલેજ તથા ત્યાંની રૉયલ યુનિવર્સિટીમાં લીધું. વીસ વર્ષ કરતાં પણ નાની ઉંમરે પત્રકારત્વમાં દાખલ થયા. 1916માં બુડાપેસ્ટ ખાતેના એક નાના મકાનમાં ચલચિત્ર…

વધુ વાંચો >

કૉર્નુ એ. એ.

કૉર્નુ, એ. એ. : (જ. 25 ઑગસ્ટ 1801, ગાઝ, ઑસ્ટ્રિયા; અ. 31 માર્ચ 1877, પૅરિસ) : ફ્રેન્ચ અર્થશાસ્ત્રી અને ગણિતજ્ઞ. અર્થશાસ્ત્રના સૈદ્ધાંતિક વિશ્લેષણમાં ગાણિતિક તકનીકી પદ્ધતિઓનો ઉપયોગ કરનારા તે સર્વપ્રથમ અર્થશાસ્ત્રી ગણાય છે. તેમનું સૈદ્ધાંતિક વિશ્લેષણ મુખ્યત્વે બજારની સમતુલાની પ્રક્રિયાને આંશિક કે એકદેશીય રૂપે સ્પર્શે છે, જેમાં બધા પ્રકારનાં બજારસ્વરૂપો…

વધુ વાંચો >

કૉર્પોરેટવાદ

કૉર્પોરેટવાદ (corporativism) : રાજ્યને અધીન રહીને સમાજની વિવિધ આર્થિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને નિગમ(corpo-ration)રૂપે સંયોજિત કરવાની હિમાયત કરતી વિચારધારા. રાજકુમાર ક્લેમેન્સ મેટરનિક(1773-1859)ના દરબારના તત્વજ્ઞ ઍદમ મ્યૂલર, ઑસ્ટ્રિયન અર્થશાસ્ત્રી ઓથમર સ્પાન અને ઇટાલીના ક્રિશ્ચન ડેમોક્રૅટિક પક્ષના નેતા ગિસેપી ટોનિઓલો આ વિચારધારાના મુખ્ય સમર્થકો ગણાય છે, પરંતુ વ્યવહારમાં તેનો અમલ કરવાનો જશ બે…

વધુ વાંચો >

કોલ હેલ્મૂટ

કોલ, હેલ્મૂટ (જ. 3 એપ્રિલ 1930, લુડવિગશેફેનહ્રાઇન, જર્મની; અ. 16 જૂન 2017, લુડવિગશેફેનહ્રાઇન, જર્મની) : જર્મનીના અગ્રણી મુત્સદ્દી તથા પહેલાં પશ્ચિમ જર્મનીના (1982) તથા પૂર્વ અને પશ્ચિમ જર્મનીના એકીકરણ પછી સંયુક્ત જર્મનીના ચાન્સેલર (1990). ફ્રૅન્કફર્ટ તથા હાઇડલબર્ગ ખાતે ઇતિહાસ તથા કાયદાશાસ્ત્રનું શિક્ષણ લીધું. 1958માં હાઇડલબર્ગ યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી.ની પદવી…

વધુ વાંચો >

કોલંબિયા

કોલંબિયા : દક્ષિણ અમેરિકાની વાયવ્યે આવેલો પ્રજાસત્તાક દેશ.  ભૌગોલિક સ્થાન 4°. 00′ ઉ. અ. અને 72°.00′ પૂ. રે.ની આજુબાજુનો 11,40,108 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. નૈર્ઋત્યમાં અમેરિકા ખંડની શોધ કરનાર ક્રિસ્તોફર કોલંબસ પરથી આ દેશનું નામ કોલંબિયા પડ્યું છે. કદની દૃષ્ટિએ લૅટિન અમેરિકામાં તેનો ચોથો ક્રમ છે. તેની અગ્નિ…

વધુ વાંચો >

કોલ્હટકર ભાઉરાવ

કોલ્હટકર, ભાઉરાવ : (જ. 9 માર્ચ 1863, વડોદરા; અ. 13 ફેબ્રુઆરી 1901, પુણે) : મરાઠી રંગભૂમિના વિખ્યાત ગાયક અને નટ. પિતા બાપુજી અને માતા ભાગીરથીબાઈ. શિક્ષણ વડોદરા ખાતે. ત્યાં જ પોલીસ કમિશનરની કચેરીમાં કારકુન. સુંદર રૂપ, મધુર અવાજ અને ઉત્કૃષ્ટ ગાયક હોવાથી. વિખ્યાત મરાઠી નાટ્યકાર બળવંત પાંડુરંગ કિર્લોસ્કર(1843-1885)ના આમંત્રણથી મરાઠી…

વધુ વાંચો >