બાળકૃષ્ણ માધવરાવ મૂળે

કુમારપ્પા જે. સી.

કુમારપ્પા, જે. સી. (જ. 4 જાન્યુઆરી 1892, તંજાવુર, તામિલનાડુ; અ. 30 જાન્યુઆરી 1960, ગાંધીનિકેતન આશ્રમ, કલ્લુપરી, જિ. મદુરાઈ) : વિખ્યાત ગાંધીવાદી અર્થશાસ્ત્રી, રચનાત્મક કાર્યકર તથા પાયાની કેળવણીના પ્રખર હિમાયતી. મધ્યમ વર્ગના ખ્રિસ્તી કુટુંબમાં જન્મ. પિતા એસ. ડી. કૉર્નેલિયસ જાહેર બાંધકામ ખાતામાં અધિકારી. માતાનું નામ એસ્થર રાજનાયકમ્. તેમનું ભારતીય નામ ચેલ્લાદુરાઈ…

વધુ વાંચો >

કુરિયન વર્ગીસ

કુરિયન, વર્ગીસ (જ. 26 નવેમ્બર 1921, કાલિકટ, કેરળ; અ. 9 સપ્ટેમ્બર 2012, નડિયાદ) : ડેરી-ઉદ્યોગમાં વિશ્વખ્યાતિ ધરાવતા નિષ્ણાત તથા ભારતમાં શ્વેતક્રાંતિના સર્જક. પિતાનું નામ પી. કે. કુરિયન અને માતાનું નામ અણમ્મા. શિક્ષણ બી.એસસી., બી.ઈ., એમ.એસસી., ડી.એસસી. સુધી. 1940માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એસસી. થયા બાદ 1943માં તે જ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ વિષયમાં…

વધુ વાંચો >

કુરોશીઓ

કુરોશીઓ : જાપાનના પૂર્વ કિનારે વહેતો ગરમ સમુદ્રપ્રવાહ. પૅસિફિક મહાસાગરમાં 10° અને 35° ઉ. અ. વચ્ચે કાયમી વેપારી પવનો વાય છે. આથી ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ જન્મે છે. આ પ્રવાહ ઉત્તર ફિલિપ્પાઇનના લ્યુઝોન ટાપુથી શરૂ થઈ તાઇવાનના કિનારે થઈને જાપાનના પૂર્વ કિનારે 35° ઉ. અ. સુધી વહે છે. તાઇવાનથી ઉત્તરે જાપાન…

વધુ વાંચો >

કુલકર્ણી કૃષ્ણાજી પાંડુરંગ

કુલકર્ણી, કૃષ્ણાજી પાંડુરંગ (જ. 5 જાન્યુઆરી 1892, ઇસ્લામપુર; અ. 12 જૂન 1964, મુંબઈ) : મરાઠી ભાષાના વિખ્યાત વ્યુત્પત્તિપંડિત, ભાષાશાસ્ત્રી, ઇતિહાસ-સંશોધક તથા શિક્ષણશાસ્ત્રી. પિતા વતનના ન્યાયાલયમાં અરજીઓ લખી આપવાનું છૂટક કામ કરતા. મામાના સક્રિય પ્રોત્સાહનથી ભણી શક્યા. નાસિક, કોલ્હાપુર, ફલટણ, સાતારા, પુણે તથા મુંબઈમાં શિક્ષણ લીધું. 1916માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત સાથે…

વધુ વાંચો >

‘કુસુમાગ્રજ’

‘કુસુમાગ્રજ’ (જ. 27 ફેબ્રુઆરી 1912, પૂણે; અ. 10 માર્ચ 1999, નાસિક) : 1989ના જ્ઞાનપીઠ ઍવૉર્ડથી સન્માનિત મરાઠી કવિ, નાટ્યકાર તથા નવલકથાકાર. આખું નામ વિષ્ણુ વામન શિરવાડકર. તેઓ ધ્યેયલક્ષી સાહિત્યના હિમાયતી અને સામાજિક સુધારણાના પ્રખર પુરસ્કર્તા હતા. સમગ્ર શિક્ષણ નાસિક ખાતે. કેટલાંક મરાઠી વૃત્તપત્રોમાં કામ કર્યા પછી તેમણે સરસ્વતીને ખોળે માથું…

વધુ વાંચો >

કુંજરુ હૃદયનાથ

કુંજરુ, હૃદયનાથ (જ. 1 ઑક્ટોબર 1887, પ્રયાગરાજ; અ. 3 એપ્રિલ 1978, આગ્રા) : વિખ્યાત ધારાશાસ્ત્રી, કેળવણીકાર, સાંસદ તથા ઉદારમતવાદને વરેલા ભારતીય ચિંતક. કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતા જાણીતા વકીલ. આગ્રા વિશ્વવિદ્યાલયમાંથી બી.એ.ની પદવી પ્રાપ્ત કરી (1905) અને પછી લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાંથી અર્થશાસ્ત્ર સાથે બી.એસસી. થયા અને તરત જ વકીલાત…

વધુ વાંચો >

કૂકરી

કૂકરી : ગુરખા સૈનિકોનું ખાસ પ્રકારનું શસ્ત્ર. તેનું પાનું વળાંકવાળું અને એક તરફ તીક્ષ્ણ ધારવાળું હોય છે. બધી જ કૂકરી કદ તથા વજનમાં એકસરખી હોતી નથી, પરંતુ ગુરખા સૈનિકો શસ્ત્ર તરીકે જે ધારણ કરે છે તેની લંબાઈ આશરે 35.5 સેમી. જેટલી હોય છે. તેનો ઉદગમ પ્રાગૈતિહાસિક કાળમાં હિમાલયના પહાડી પ્રદેશમાં…

વધુ વાંચો >

કૂપમન્સ જાલિંગ સી.

કૂપમન્સ, જાલિંગ સી. (જ. 28 ઑગસ્ટ 1910, ગ્રેવલૅન્ડ, નેધરલૅન્ડ; અ. 26 ફેબ્રુઆરી 1986, ન્યૂહેવન, કનેક્ટિકટ, યુ.એસ.) : વિશ્વવિખ્યાત અર્થમિતિશાસ્ત્રજ્ઞ અને અર્થશાસ્ત્રમાં નોબેલ પારિતોષિકના વિજેતા. ગણિત અને ભૌતિકશાસ્ત્રના વિષયો સાથે યુટ્રેક્ટ યુનિવર્સિટીમાંથી એમ. એ. (1933) તથા લાયડન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચ.ડી.(1936)ની પદવી મેળવી. 1936-38 દરમિયાન નેધરલૅન્ડ સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં અધ્યાપક. 1938-40 દરમિયાન…

વધુ વાંચો >

કૃપાલાની સુચેતા

કૃપાલાની, સુચેતા (જ. 25 જૂન 1908, અંબાલા; અ. 1 ડિસેમ્બર 1974, દિલ્હી) : પ્રખર ગાંધીવાદી મહિલા નેતા અને રાજનીતિજ્ઞ. પિતા મેડિકલ ઑફિસર હતા. વીમેન્સ કૉલેજ, લાહોરમાંથી સ્નાતકની પદવી તથા સેન્ટ સ્ટીફન્સ કૉલેજ, દિલ્હીમાંથી એમ.એ.ની ઉપાધિ પ્રાપ્ત કરી. શિક્ષક તરીકે વ્યાવસાયિક કારકિર્દી શરૂ કરી તથા ત્રણ વર્ષ સુધી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં…

વધુ વાંચો >

કૃષિ

`કૃષિ’ આમુખ; કૃષિ-અર્થશાસ્ત્ર; કૃષિ-અંકશાસ્ત્ર; કૃષિ-રસાયણ; કૃષિ-હવામાનશાસ્ત્ર; કૃષિ-પંચ, રાષ્ટ્રીય; કૃષિપ્રથાનાં વિવિધ સ્વરૂપો; ખેત-યાંત્રિકીકરણ; સૂકા સંભાવ્ય વિસ્તાર કાર્યક્રમ; બિયારણ; સિંચાઈ; રાસાયણિક ખાતર; જંતુનાશક દવાઓ; કૃષિ-વીમા યોજના; નાના ખેડૂતોના વિકાસ માટેની યોજના; કાર્યરત શ્રમનો પુરવઠો; કૃષિ પુન:ધિરાણ નિગમ; કૃષિવિસ્તરણ અને કૃષિશિક્ષણ; કૃષિનગર; કૃષિ યુનિવર્સિટીઓ; કૃષિ-વિસ્તરણ કાર્યક્રમો; કૃષિ-સંશોધન, ભારતમાં; કૃષિ-સંશોધન, ગુજરાતમાં; કૃષિવેરો; કૃષિભૂગોળ આમુખ…

વધુ વાંચો >