બાળકૃષ્ણ માધવરાવ મૂળે

ઑર્ગેનિઝેશન ઑવ્ અમેરિકન સ્ટેટ્સ (OAS)

ઑર્ગેનિઝેશન ઑવ્ અમેરિકન સ્ટેટ્સ (OAS) : પશ્ચિમ ગોળાર્ધના દેશોએ સામૂહિક આત્મરક્ષણ, પ્રાદેશિક સહકાર અને પરસ્પરના વિવાદોનું શાંતિપૂર્ણ પદ્ધતિ દ્વારા નિરાકરણ લાવવાના હેતુથી રચેલું સંગઠન. 14 એપ્રિલ 1890ના રોજ અમેરિકા ખંડના દેશોના પ્રતિનિધિઓ વૉશિંગ્ટન ખાતે ફર્સ્ટ ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સ ઑવ્ અમેરિકન સ્ટેટ્સના નિમિત્તે એકત્ર થયા ત્યારે આ સંસ્થાનાં બીજ રોપાયાં હતાં. આ…

વધુ વાંચો >

ઑર્ગેનિઝેશન ફૉર ઈકોનૉમિક કોઑપરેશન ઍન્ડ ડેવલપમેન્ટ (OECD)

ઑર્ગેનિઝેશન ફૉર ઈકોનૉમિક કોઑપરેશન ઍન્ડ ડેવલપમેન્ટ (OECD) : આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને આર્થિક વિકાસને પ્રોત્સાહન તથા અલ્પવિકસિત દેશોને સહાય આપવાના હેતુથી ઊભી કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા. યુરોપના 18 દેશો અને અમેરિકા તથા કૅનેડા એમ વીસ દેશોએ 14 ડિસેમ્બર 1960ના રોજ આ સંસ્થાની સ્થાપનાના સંધિપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા અને 30 સપ્ટેમ્બર…

વધુ વાંચો >

ઑર્લેન્ડો

ઑર્લેન્ડો : યુ.એસ.ના ફ્લોરિડા રાજ્યના મધ્યવિસ્તારમાં આવેલા ઑરેન્જ પરગણાનું ઔદ્યોગિક મથક. ભૌ. સ્થાન : 280 32′ ઉ. અ. 810 22′ પ. રે.. 1844ના અરસામાં લશ્કરના એક થાણાના વસવાટમાંથી આ નગર ઊભું થયું હતું; તેને 1856માં પરગણાના મથક તરીકે તથા 1875માં નગર તરીકે માન્યતા આપવામાં આવી હતી. તેનું મૂળ નામ જર્નિગન…

વધુ વાંચો >

ઓલેનેક

ઓલેનેક : રશિયાના મધ્ય સાઇબીરિયાના ઉચ્ચપ્રદેશ પર આવેલી નદી. તે બુકોચન પર્વતમાળાના દક્ષિણ ઢાળ પરથી વહે છે. તે કુલ 2,270 કિમી. લાંબી છે તથા તેના જળપ્રવાહનો કુલ વિસ્તાર 2,19,000 ચોકિમી. છે. તે મુખ્યત્વે રશિયાના યાકુત સ્વાયત્ત સોવિયેત સમાજવાદી પ્રજાસત્તાકના પ્રદેશમાં વહે છે. સુખાના સુધીનો તેનો પ્રવાહ નૌકાવહનક્ષમ છે. તેનો ઉપલો…

વધુ વાંચો >

ઓવરડ્રાફટ

ઓવરડ્રાફટ : ગ્રાહકની ટૂંકા ગાળાની જરૂરિયાત પૂરી થાય તે હેતુથી બૅંક દ્વારા અપાતા ધિરાણનો એક પ્રકાર. આ પ્રકારનું ધિરાણ અમુક રકમ અને અમુક મુદત માટે મંજૂર કરવામાં આવતું હોય છે. આ સગવડ બૅંક માં ચાલુ ખાતું (current account) ધરાવનાર ગ્રાહકને અપાતી હોય છે. ગ્રાહકની શાખપાત્રતા તથા સધ્ધરતા અનુસાર આ પ્રકારનું…

વધુ વાંચો >

ઓવેન, રૉબર્ટ

ઓવેન, રૉબર્ટ (જ. 14 મે 1771, યુ. કે.; અ. 17 નવેમ્બર 1858, યુ. કે.) : ઇંગ્લૅન્ડના સમાજવાદી ઉદ્યોગપતિ અને આદર્શપ્રેમી પ્રયોગલક્ષી ચિંતક. 10 વર્ષની ઉંમરે વણકર તરીકે તાલીમ લીધી. 19 વર્ષની ઉંમરે મૅંચેસ્ટરની એક મોટી મિલમાં સુપરિન્ટેન્ડન્ટ નિમાયા. ટૂંક સમયમાં તેમણે પોતાની કાર્યદક્ષતાથી મિલને દેશની પ્રથમ પંક્તિની મિલ બનાવી. તેના…

વધુ વાંચો >

ઓસાકા

ઓસાકા : જાપાનનાં પ્રાચીન નગરોમાંનું એક. દેશનું બીજા ક્રમનું મોટું શહેર. ઉદ્યોગ-વ્યાપારનું ગંજાવર કેન્દ્ર તથા દક્ષિણ હોન્શુ ટાપુના ઓસાકા પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 340 30’ ઉ. અ. અને 1350 30’ પૂ. રે.. ઓસાકા, કોબે તથા ક્યોટો આ ત્રણેના સંયુક્ત ઔદ્યોગિક વિસ્તારને કાઇહાનશીન અથવા કિંકી નામથી ઓળખવામાં આવે છે. આ…

વધુ વાંચો >

ઑસ્ટ્રિયન આર્થિક વિચારધારા (અર્થશાસ્ત્ર)

ઑસ્ટ્રિયન આર્થિક વિચારધારા (અર્થશાસ્ત્ર) : ઓગણીસમી સદીના અંતમાં ઑસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓના પ્રદાનમાંથી વિકાસ પામેલી તથા તુષ્ટિગુણના આત્મલક્ષી ખ્યાલ પર રચાયેલી આર્થિક વિચારધારા. વિયેના યુનિવર્સિટીના અર્થશાત્રના પ્રોફેસર કાર્લ મેંજર (1840-1921) આ વિચારધારાના પ્રણેતા હતા. તેમના અનુગામી અર્થશાસ્ત્રીઓ ફ્રેડરિક વૉન વાઇઝર (1851-1926) અને યુજિન વૉન બોહમ બેવર્કે (1851-1914) આ વિચારધારાને વિકસાવવામાં નોંધપાત્ર ફાળો…

વધુ વાંચો >

ઓસ્લો

ઓસ્લો : નૉર્વેનું પાટનગર. સૌથી મોટું શહેર, પ્રમુખ બંદર તથા મુખ્ય સાંસ્કૃતિક કેન્દ્ર. નૉર્વેના દક્ષિણ પૂર્વમાં, ખુલ્લા દરિયાથી આશરે 97 કિમી. દૂર, ઉદ્યોગવ્યાપારનું મહત્વનું મથક. ભૌગોલિક સ્થાન : તે 590 55′ ઉ. અ. અને 100 45′ પૂ. રે.ની આજુબાજુનો 427 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. સ્થાપના 1024. અહીં 11મી સદીમાં…

વધુ વાંચો >

ઓહલિન, બર્ટિલ

ઓહલિન, બર્ટિલ (જ. 23 એપ્રિલ 1899, કિલપાન, સ્વીડન; અ. 3 ઑગસ્ટ 1979, વાલાડાલીન, સ્વીડન) : 1977ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. વિખ્યાત સ્વીડિશ અર્થશાસ્ત્રી, આંતરરાષ્ટ્રીય ગતિશીલતાના (dynamics of trade) આધુનિક સિદ્ધાંતના પ્રવર્તક તથા સ્વીડનના રાજકીય નેતા. હાર્વર્ડમાં શિક્ષણ લઈને આંતરરાષ્ટ્રીય વ્યાપાર પર લખેલા શોધપ્રબંધ પર સ્ટૉકહોમ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત…

વધુ વાંચો >