બાળકૃષ્ણ માધવરાવ મૂળે

ઓક્લાહોમા (શહેર)

ઓક્લાહોમા (શહેર) : અમેરિકાના ઓક્લાહોમા રાજ્યની રાજધાની તથા દેશનાં મોટાં વિમાની ઉડ્ડયન અને સંચાલન-મથકોમાંનું એક. ભો. સ્થા. : 350 28′ ઉ. અ. અને 970 30′ પ. રે. ઓક્લાહોમા એટલે ‘red people’. ઉત્તર કૅનેડિયન નદી પર તે રાષ્ટ્રપ્રમુખના જાહેરનામા (1889) દ્વારા વસાવેલું છે. શહેર વિસ્તારની વસ્તી 6,81,054 (2020) છે. તેનો ભૌગોલિક…

વધુ વાંચો >

ઑગસ્ટસ ઑક્ટેવિયસ

ઑગસ્ટસ ઑક્ટેવિયસ (જ. ઈ. પૂ. 23 સપ્ટેમ્બર 63, રોમ, ઇટાલી; અ. ઈ. પૂ. 19 ઑગસ્ટ 14, ઇટાલી) : રોમન સામ્રાજ્યનો પ્રથમ સમ્રાટ, વિચક્ષણ પ્રશાસક તથા બલાઢ્ય સેનાપતિ. મૂળ નામ ગેઈઅસ ઑક્ટેવિયસ. સમ્રાટ તરીકે ગેઈઅસ જૂલિયસ સીઝર ઑક્ટેવિયસ નામ ધારણ કર્યું. રોમન સેનેટે તેને ‘ઑગસ્ટસ’(આદરણીય)નું બિરુદ આપ્યું હતું. જે તે પછીના…

વધુ વાંચો >

ઓચીલ ટેકરીઓ

ઓચીલ ટેકરીઓ : મધ્ય સ્કૉટલૅન્ડમાં આવેલી ટેકરીઓની હારમાળા. તે ફર્થ ઑવ્ ટેથી બ્રિજ ઑવ્ એલન સુધીના આશરે 40 કિમી. વિસ્તારમાં ફેલાયેલી છે. બેન ક્લૅચ એ તેનું ઊંચામાં ઊંચું શિખર છે (721 મીટર). ભૂતકાળમાં તેના પ્રદેશમાંથી કાચું લોખંડ, કોલસા, સીસું તથા તાંબું મોટા પ્રમાણમાં મળી આવતું હતું; પરંતુ કાળક્રમે તેની ખાણો…

વધુ વાંચો >

ઑઝેત્ઝકી, કાર્લ વૉન

ઑઝેત્ઝકી, કાર્લ વૉન (જ. 3 ઑક્ટોબર 1889, હમ્બર્ગ, જર્મની; અ. 4 મે 1938, બર્લિન, જર્મની) : વિશ્વશાંતિના મહાન સમર્થક અને 1935ના શાંતિ માટેના નોબેલ પુરસ્કાર વિજેતા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીના લશ્કરમાં સૈનિક તરીકે જોડાયેલા. રણભૂમિ પર પ્રત્યક્ષ થયેલી ખાનાખરાબીથી વિશ્વશાંતિ માટે લગન ર્દઢ બની. પ્રુશિયાના લશ્કરવાદનો જાહેર વિરોધ કરવા માટે…

વધુ વાંચો >

ઓટાવા

ઓટાવા : કૅનેડાનું પાટનગર તથા તેના કાર્લટન પરગણાનું મથક. ભૌગોલિક સ્થાન : 450 25’ ઉ. અ. અને 750 42’ પ. રે.. તે ઓન્ટારિયો પ્રાંતના દક્ષિણ પૂર્વમાં, ટોરૉન્ટોની ઉત્તર-પૂર્વે 355 કિમી. તથા મોન્ટ્રિયલની પશ્ચિમે 177 કિમી.ના અંતરે આવેલું છે. સત્તરમી અને અઢારમી સદીમાં ભૌગોલિક સાહસ ખેડનારાઓ તથા વ્યાપારીઓના ઉપયોગમાં લેવાતી ત્રણ…

વધુ વાંચો >

ઓડર-નીસે રેખા

ઓડર-નીસે રેખા (Oder-Neisse Line) : બીજા વિશ્વયુદ્ધ પછી જર્મની અને પોલૅન્ડની સરહદ નિર્ધારિત કરતી રેખા. 1919ની વર્સાઇલ્સની સંધિએ ઓડર નદીનું આંતરરાષ્ટ્રીય મહત્વ સ્વીકારી આંતરરાષ્ટ્રીય ઓડર કમિશનની નિમણૂક કરી હતી. 1945માં પોટ્સ્ડૅમ પરિષદે ઓડર-નીસે રેખાને યુદ્ધોત્તર જર્મનીની પૂર્વ તરફની કામચલાઉ સરહદ તરીકે જાહેર કરી હતી. તે પહેલાં યોજાયેલી યાલ્ટા પરિષદ(1945)માં ઓડર-નીસે…

વધુ વાંચો >

ઓડિંગા (અજુમા) ઓ ગિંગા

ઓડિંગા (અજુમા) ઓ ગિંગા (જ. ઑક્ટોબર 1911-12, કેન્યા; અ. 20 જાન્યુઆરી 1994, નૈરોબી, કેન્યા) : પોતાના દેશમાં ‘ડબલ ઓ’ (OO) નામથી ઓળખાતા કેનિયાના રાષ્ટ્રવાદી નેતા તથા સ્વાતંત્ર્ય ચળવળમાં જોમો કેન્યાટાના વફાદાર સાથી કાર્યકર. તેમનું શિક્ષણ યુગાન્ડાની મેકેરેની યુનિવર્સિટી કૉલેજમાં થયું હતું. શરૂઆતમાં શિક્ષક તરીકે કાર્ય કરેલું. દેશની વિધાન પરિષદમાં આફ્રિકાના…

વધુ વાંચો >

ઑન્ટેરિયો

ઑન્ટેરિયો : વિસ્તારની ર્દષ્ટિએ બીજા ક્રમે આવતો, કૅનેડાનો પ્રાંત. ભોગોલિક સ્થાન : તે આશરે 420થી 570 ઉ. અ. અને 800થી 950 પ. રે. વચ્ચેનો કુલ 10,68,580 ચો.કિમી. (ભૂમિવિસ્તાર : 8,91,190 ચોકિમી. અને જળવિસ્તાર : 1,77,390 ચોકિમી.) જેટલો વિસ્તાર આવરી લે છે. આ પ્રાંત ઉત્તર તરફના હડસનના અખાત અને જેમ્સના અખાત…

વધુ વાંચો >

ઑન્ટેરિયો (સરોવર)

ઑન્ટેરિયો (સરોવર) : ઉત્તર અમેરિકામાં આવેલું તથા અમુક અંશે અમેરિકા અને કૅનેડાની સરહદ નક્કી કરતું સરોવર. ગ્રેટ લેઇક્સના નામથી ઓળખાતાં પાંચ સરોવરો પૈકી આ સૌથી નાનું સરોવર છે. પૂર્વથી પશ્ચિમ તરફ તે 310 કિમી. તો ઉત્તરથી દક્ષિણ તરફ તે 85 કિમી. જેટલું વિસ્તરેલું છે. તેનો કુલ વિસ્તાર આશરે 18,941 ચોકિમી.…

વધુ વાંચો >

ઓપન જનરલ લાયસન્સ (OGL)

ઓપન જનરલ લાયસન્સ (OGL) : પરદેશથી વસ્તુની આયાત માટે પરવાના સુલભ કરવાની જોગવાઈ. મુક્ત આંતરરાષ્ટ્રીય વ્યાપારને લીધે ઊભી થયેલી સમસ્યાઓના નિરાકરણ માટે અને ખાસ કરીને પોતાના દેશનાં આર્થિક હિતોના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું નિયમન કરવાની નીતિ અખત્યાર કરવામાં આવી, જેના ફળસ્વરૂપે આયાતો અંકુશિત બની. બધી જ આયાતોનું સ્વરૂપ એકસરખું હોતું…

વધુ વાંચો >