ઓચીલ ટેકરીઓ : મધ્ય સ્કૉટલૅન્ડમાં આવેલી ટેકરીઓની હારમાળા. તે ફર્થ ઑવ્ ટેથી બ્રિજ ઑવ્ એલન સુધીના આશરે 40 કિમી. વિસ્તારમાં ફેલાયેલી છે. બેન ક્લૅચ એ તેનું ઊંચામાં ઊંચું શિખર છે (721 મીટર). ભૂતકાળમાં તેના પ્રદેશમાંથી કાચું લોખંડ, કોલસા, સીસું તથા તાંબું મોટા પ્રમાણમાં મળી આવતું હતું; પરંતુ કાળક્રમે તેની ખાણો નિ:શેષ થઈ ગઈ છે. હવે આ પ્રદેશ ઘેટાં તથા ઢોરઢાંખરના ગૌચર તરીકે મુખ્યત્વે કામ આવે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે