બાળકૃષ્ણ માધવરાવ મૂળે

ઉસ્માની શૌકત

ઉસ્માની, શૌકત (જ. 20 ડિસેમ્બર 1901, બીકાનેર; અ. 26 ફેબ્રુઆરી 1978) : ભારતના પ્રખર ક્રાંતિકારી, સ્વાતંત્ર્યસેનાની તથા મજૂર નેતા. સલાટના કુટુંબમાં જન્મ. સાતમી સદીના સુવિખ્યાત કલાકાર ઉસ્તાદ રૂકનુદ્દીનના વંશજ. ખિલાફત આંદોલનમાં જોડાયેલા. 1919માં અફઘાનિસ્તાનમાં મુઝાહિર તરીકે દાખલ થયા અને ત્યાંથી 300 જેટલા યુવા સ્વાધીનતાસેનાનીઓ સાથે 1921માં મૉસ્કો પહોંચ્યા. ત્યાં અન્ય…

વધુ વાંચો >

ઊ થાં

ઊ થાં (U Thant) (જ. 22 જાન્યુઆરી 1909, પૅન્ટાનો; અ. 25 નવેમ્બર 1974, ન્યૂયૉર્ક સિટી) : મ્યાનમારના મુત્સદ્દી, બૌદ્ધ ધર્મના સંનિષ્ઠ અનુયાયી તથા સંયુક્ત રાષ્ટ્રસંઘના ત્રીજા મહામંત્રી (1962-71). રંગૂન વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ દરમિયાન દેશના પછી થનાર પંતપ્રધાન ઊ નુ સાથે પરિચય. પિતાના મૃત્યુને લીધે અભ્યાસ અધૂરો મૂકીને 1928માં પોતાના વતનમાં અંગ્રેજી…

વધુ વાંચો >

ઊર્જા

ઊર્જા વિભાવના : કોઈ પ્રણાલીની કાર્ય કરવાની શક્તિનું પ્રમાણ દર્શાવતો ગુણધર્મ. ભૌતિક વિશ્વને સમજવા માટેની ઊર્જાની વિભાવના ઘણી અગત્યની છે. મૂળ ગ્રીક ભાષાના ‘એનર્જિયા’ (energia) શબ્દ ઉપરથી ઊર્જા શબ્દ યોજાયેલો છે. (en = અંદર અને ergon = કાર્ય). ઊર્જા કાં તો કોઈ ભૌતિક સ્થિર પદાર્થ સાથે (દા. ત., સ્પ્રિંગનું ગૂંચળું)…

વધુ વાંચો >

ઋણમોકૂફી

ઋણમોકૂફી (moratorium) : ઋણની સમયસરની ચુકવણીની ફરજમાંથી અમુક સમય માટે દેવાદારોને અપાતી વૈધિક મુક્તિ. દેશના આંતરિક દેવાદારોને આવી મુક્તિ સરકારના ફરમાન દ્વારા આપવામાં આવે છે, તો ક્યારેક આંતરરાષ્ટ્રીય સ્તર પર તે ઋણ આપનાર સંસ્થા બે પક્ષ વચ્ચે થયેલી સમજૂતી અનુસાર આપે છે. ફરજિયાત ધોરણે ભરતી કરાયેલા (conscripted) સૈનિકોને આવી સવલત…

વધુ વાંચો >

એકમલક્ષી અર્થશાસ્ત્ર

એકમલક્ષી અર્થશાસ્ત્ર (micro-economics) : દરેક આર્થિક ઘટકના વર્તનનો સ્વતંત્ર અને મર્યાદિત પરિપ્રેક્ષ્યમાં થતો અભ્યાસ. સમગ્ર અર્થતંત્ર કે કોઈ એક આર્થિક પદ્ધતિ(system)નો એકસાથે સર્વાંગીણ અભ્યાસ કરવાને બદલે તેના દરેક વિભાગ કે ઘટકને અન્યથી જુદો પાડી, તેમાંથી માત્ર કોઈ એક એકમ સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલી પ્રક્રિયા કે વર્તનનું વિશ્લેષણ એટલે એકમલક્ષી આર્થિક…

વધુ વાંચો >

ઍક્વિનો, કોરાઝોન

ઍક્વિનો, કોરાઝોન (જ. 25 જાન્યુઆરી 1933 તારલેક ફિલિપાઇન્સ આઇલેન્ડઝ, યુ. એસ.; અ. 1 ઑગસ્ટ 2009 મકાતી, મેટ્રો મનિલા, ફિલિપાઇન્સ) : ફિલિપાઇન્સ પ્રજાસત્તાકનાં પ્રમુખ તથા આધુનિક જમાનાનાં એક અગ્રણી મહિલા રાષ્ટ્રનેતા. પિતા જોસ કૉજુઆંગકો – સિનિયર તથા માતા ડિમિટ્રિયા સુમુલૉગનાં 6 સંતાનોમાં તેઓ ચોથું સંતાન. શરૂઆતનું શિક્ષણ સેન્ટ સ્કોલૅસ્ટિકા કૉલેજમાં (1938-45).…

વધુ વાંચો >

ઍક્વિનો, બેનિગ્નો સાઇમન જુ.

ઍક્વિનો, બેનિગ્નો સાઇમન જુ. (જ. 27 નવેમ્બર 1932, તારલેક, ફિલિપાઇન્સ; અ. 21 ઑગસ્ટ 1983, ફિલિપાઇન્સ) : ફિલિપાઇન્સમાં ફર્દિનાન્દ માકૉર્સના પ્રમુખપણા હેઠળ લશ્કરી કાયદાના અમલ દરમિયાન (1972-81) વિરોધપક્ષના પ્રમુખ નેતા. જનરલનું પદ (rank) ધરાવતા ફિલિપાઇન્સના એક ઉચ્ચ લશ્કરી અધિકારીના પૌત્ર, જમીનદાર તથા જાણીતા રાજકીય નેતાના પુત્ર. માત્ર 17 વર્ષની વયે તેઓ…

વધુ વાંચો >

એક્સચેન્જ ઇક્વલાયઝેશન ફંડ

એક્સચેન્જ ઇક્વલાયઝેશન ફંડ : વિનિમય બજારમાં દરમિયાનગીરી કરવાના હેતુથી મધ્યસ્થ અંકુશ હેઠળ ભેગું કરવામાં આવેલું અસ્કામતોનું અલાયદું ભંડોળ. દેશના ચલણના વિનિમયદરમાં ટૂંકા ગાળામાં થતી અનિચ્છનીય ઊથલપાથલને અટકાવવા માટે સોના તથા વિદેશી ચલણ જેવી અસ્કામતોનો તેમાં સમાવેશ થતો હતો. 1930 પછી સુવર્ણધોરણની વ્યવસ્થા રદ થયા પછી દેશનો હૂંડિયામણનો દર બજારનાં પરિબળો…

વધુ વાંચો >

એજવર્થ ફ્રાન્સિસ સિડ્રો

એજવર્થ ફ્રાન્સિસ સિડ્રો (Edgeworth Francis Ysidro) (જ. 8 ફેબ્રુઆરી 1845, આયર્લેન્ડ; અ. 13 ફેબ્રુઆરી 1926, ઑક્સફર્ડ, ઑક્સફર્ડશાયર, ઇગ્લેન્ડ) : નવ્ય પ્રશિષ્ટવાદ (neo-classical) વિચારસરણીના સુવિખ્યાત અંગ્રેજ ગાણિતિક અર્થશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રી. તેમની કેટલીક મૌલિક પરિકલ્પનાઓએ આર્થિક વિશ્લેષણની પદ્ધતિને નવો ઓપ આપ્યો છે. ડબ્લિન તથા ઑક્સફૉર્ડમાં શિક્ષણ. પ્રથમ વર્ગમાં ઑનર્સ પદવી 1869માં મેળવી.…

વધુ વાંચો >

એઝૉર્ઝ

એઝૉર્ઝ : પોર્ટુગલની પશ્ચિમે 1,190 કિમી.ના અંતરે, ઍટલૅંટિક મહાસાગરમાં આવેલા નવ ટાપુઓનું જૂથ. તે ‘વેસ્ટર્ન આઇલૅન્ડ’ના નામથી પણ ઓળખાય છે. પોર્ટુગલના દરિયાઈ સાહસિક ડિયાગો ડી સેનિલે 1427માં તેની શોધ કરી હતી. તેના સાન્તા મારિયા ટાપુ પર 1432માં સર્વપ્રથમ વસવાટ શરૂ થયો હતો. 1480માં આ ટાપુઓનો ઔપચારિક રીતે પોર્ટુગલે કબજો લીધો…

વધુ વાંચો >