બાળકૃષ્ણ માધવરાવ મૂળે
સૈરંધ્રી
સૈરંધ્રી : પૌરાણિક કથા પર આધારિત ભારતનું સર્વપ્રથમ રંગીન ચલચિત્ર. નિર્માણવર્ષ : 1933. નિર્માણ સંસ્થા : પ્રભાત ફિલ્મ કંપની, કોલ્હાપુર. દિગ્દર્શક : વી. શાંતારામ. સંગીત-નિર્દેશન : ગોવિંદરાવ ટેમ્બે. મુખ્ય ભૂમિકા : લીલા ચંદ્રગિરિ, માસ્ટર વિનાયક, બાપુરાવ માને, નિંબાળકર. ચલચિત્રનો પ્રકાર : રંગીન. ભાષા : હિંદી અને મરાઠી. રંગીન બનાવવાનું તકનીકી…
વધુ વાંચો >સોડરબ્લૉમ લાર્સ એલૉફ નાથન (જોનાથન)
સોડરબ્લૉમ, લાર્સ એલૉફ નાથન (જોનાથન) (જ. 15 જાન્યુઆરી 1866, ટ્રોનો, સ્વીડન; અ. 12 જુલાઈ 1931, ઉપસાલા, સ્વીડન) : સ્વીડિશ ધર્મગુરુ, લુથેરન ખ્રિસ્તી દેવળના મુખ્ય બિશપ, અગ્રણી ધર્મશાસ્ત્રી તથા ખ્રિસ્તી દેવળોની એકતા મારફત આંતરરાષ્ટ્રીય સમજણ વિસ્તારવાનો સઘન પ્રયાસ કરવા બદલ 1930 વર્ષના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. ખ્રિસ્તી સંપ્રદાયોની એકતા તથા…
વધુ વાંચો >સોમૈયા કરમસીભાઈ જેઠાભાઈ
સોમૈયા, કરમસીભાઈ જેઠાભાઈ (જ. 16 મે 1902, માલુંજા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર; અ. 9 મે 1999, મુંબઈ) : મહારાષ્ટ્રમાં ખાંડ-ઉદ્યોગના વિકાસમાં તથા મુંબઈના ઘાટકોપર પરામાં વૈવિધ્યપૂર્ણ શિક્ષણસંકુલની સ્થાપના તથા તેના વિસ્તરણમાં મહત્વનું યોગદાન કરનાર દૂરંદેશી સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગપતિ. લુહાણા જ્ઞાતિમાં જન્મેલા કરમસીભાઈના પૂર્વજો કચ્છના વતની હતા. તેમના દાદા ઠાકરસીભાઈ કચ્છના તેરા નામના…
વધુ વાંચો >સોરાબજી સોલી જહાંગીર
સોરાબજી, સોલી જહાંગીર (જ. 9 માર્ચ 1930, મુંબઈ) : ભારતના અગ્રણી ધારાશાસ્ત્રી અને દેશના પૂર્વ ઍટર્ની-જનરલ. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. મુંબઈ યુનિવર્સિટીની બી.એ. તથા એલએલ.બી.ની પદવીઓ પ્રાપ્ત કર્યા પછી 1953માં તેમણે મુંબઈમાં વકીલાત શરૂ કરી અને તરત જ એક અગ્રણી ધારાશાસ્ત્રી તરીકે નામના મેળવી. શરૂઆતમાં 1953–1970 દરમિયાન મુંબઈની વડી અદાલતમાં કામ…
વધુ વાંચો >સોલો રૉબર્ટ મૉર્ટન
સોલો, રૉબર્ટ મૉર્ટન (જ. 23 ઑગસ્ટ 1924, બ્રુકલીન, ન્યૂયૉર્ક, અમેરિકા) : 1987ના વર્ષ માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના વિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી. સમગ્ર ઉચ્ચ શિક્ષણ અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં લીધું, જ્યાંથી 1947માં બી.એ., 1949માં એમ.એ. અને 1951માં અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી સંપાદન કરી. દરમિયાન 1949માં તેઓ કેમ્બ્રિજ ખાતેના મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(MIT)માં અધ્યાપક તરીકે…
વધુ વાંચો >સ્કૉટલૅન્ડ-યાર્ડ
સ્કૉટલૅન્ડ-યાર્ડ : ઇંગ્લૅન્ડના પાટનગર લંડન ખાતે આવેલ પોલીસ-મથક. લંડન નગરના એક માર્ગના નામ પરથી આ મથકનું નામ પાડવામાં આવ્યું છે. 1829થી સ્કૉટલૅન્ડ-યાર્ડનું મૂળ મથક જે મકાનમાં હતું તે મકાન તે પૂર્વે સ્કૉટિશ શાહી પરિવારના મુલાકાતીઓ માટે કામચલાઉ નિવાસ તરીકે ઉપયોગમાં લેવાતું હતું. 1829–1967 દરમિયાન લંડન મહાનગરના પોલીસ-વિભાગનું તે મુખ્ય મથક…
વધુ વાંચો >સ્ટિગ્લર જૉર્જ જે.
સ્ટિગ્લર, જૉર્જ જે. (જ. 17 જાન્યુઆરી 1911, રેન્ટન, વૉશિંગ્ટન, અમેરિકા; અ. 1 ડિસેમ્બર 1991, શિકાગો, ઇલિનોય, અમેરિકા) : વર્ષ 1982ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના વિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી. તેમણે 1931માં વૉશિંગ્ટન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતકની પદવી લીધા બાદ 1932માં નૉર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી વ્યવસ્થાપનક્ષેત્રની પદવી તથા 1938માં શિકાગો યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની…
વધુ વાંચો >સ્ટિગ્લિટ્ઝ જૉસેફ ઇ.
સ્ટિગ્લિટ્ઝ, જૉસેફ ઇ. (જ. 9 ફેબ્રુઆરી 1943, ગૅરી, ઇન્ડિયાના, અમેરિકા) : જાણીતા અમેરિકન અર્થશાસ્ત્રી, વિશ્વવ્યાપાર સંગઠનના પ્રખર હિમાયતી અને વર્ષ 2001ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. શરૂઆતનું શિક્ષણ વતન ગૅરી ખાતેની પબ્લિક સ્કૂલોમાં, જ્યાં નાનપણથી જ વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તેને કારણે જાહેર નીતિમાં રસ જાગ્યો. 1960–1963ના ગાળામાં માત્ર…
વધુ વાંચો >સ્ટેન-ગન
સ્ટેન-ગન : મધ્યમ કદનાં શસ્ત્રોમાં ગણાતી સ્વયંચલિત બંદૂક. તે સ્ટેન મશીન ગન (LMG) અથવા સ્ટેન મશીન કાર્બાઇન (SMC) નામથી પણ ઓળખાય છે. સામાન્ય રીતે તેની લંબાઈ 30 ઇંચની અથવા 76.2 સેન્ટિમીટર જેટલી હોય છે. આ બંદૂકની નળી (બૅરલ) 7.5 ઇંચની લંબાઈ ધરાવે છે. તેના મૅગઝીનમાં 32 જેટલી ગોળીઓ (rounds) એકસાથે…
વધુ વાંચો >સ્ટૅમ્પ
સ્ટૅમ્પ : સરકાર વતી પૈસા લઈને માગણી કરનાર નાગરિકને આપેલ દસ્તાવેજ માટેની કે ટપાલની ટિકિટ. ગુજરાતી ભાષામાં તે સામાન્ય રીતે ટિકિટ તરીકે ઓળખાય છે. તેમાં મુખ્યત્વે ટપાલ પર ચોંટાડવાની ટિકિટો, કોઈ દસ્તાવેજને કાયદેસરતા બક્ષવા માટે તેના પર ચોંટાડેલી અથવા છાપેલી ટિકિટો, મહેસૂલી ટિકિટો વગેરેનો સમાવેશ થાય છે. ઇન્ડિયન સ્ટૅમ્પ-ઍક્ટ 1899ની…
વધુ વાંચો >