બાળકૃષ્ણ માધવરાવ મૂળે
શિરાલી, વિષ્ણુદાસ
શિરાલી, વિષ્ણુદાસ (જ. 16 મે 1907, હુબલી, કર્ણાટક; અ. ?) : વાદ્યવૃંદ(ઑર્કેસ્ટ્રા)ને શુદ્ધ ભારતીય સ્વરૂપ આપનાર તથા ભારતીય અને પાશ્ચાત્ય બંને પ્રકારના સંગીતના જાણકાર ગાયક અને વાદક. તેમણે આઠ વર્ષ (1911-19) સુધી પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર પાસેથી ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની શિક્ષા ગ્રહણ કરી. 192026 દરમિયાન તેમણે તેમના ગુરુ સાથે…
વધુ વાંચો >શિંદે, વિઠ્ઠલ રામજી
શિંદે, વિઠ્ઠલ રામજી (જ. 23 એપ્રિલ 1873, જમખંડી, કર્ણાટક; અ. 2 જાન્યુઆરી 1944, પુણે) : સ્વાતંત્ર્યપૂર્વ કાળમાં ભારતમાં થઈ ગયેલ અગ્રણી સમાજસુધારક તથા હરિજન ઉદ્ધારને વરેલા ‘ડિપ્રેસ્ડ ક્લાસિસ મિશન સોસાયટી ઑવ્ ઇન્ડિયા’ના સંસ્થાપક. પિતા રામજીબાબા તરીકે ઓળખાતા અને જમખંડીના વિઠ્ઠલ મઠમાં દર વર્ષે તુકારામ બીજના રોજ નામસપ્તાહનું આયોજન કરતા. પરિવારમાં…
વધુ વાંચો >શુમાકર ઈ. એફ.
શુમાકર ઈ. એફ. (જ. 1911, જર્મની; અ. 6 સપ્ટેમ્બર 1977, સ્વિટ્ઝર્લૅન્ડ) : વિકાસશીલ દેશો માટે મધ્યવર્તી તકનીકોની હિમાયત કરનાર સ્વતંત્ર વિચારક તથા ‘બુદ્ધિસ્ટ ઇકોનૉમિસ્ટ’ની આર્થિક વિચારસરણીના પ્રવર્તક. આખું નામ અર્ન્સ્ટ ફ્રેડરિક શુમાકર. 1930ના અરસામાં ઇંગ્લૅન્ડની ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં ‘રોડસ સ્કૉલર’ તરીકે અધ્યયન કર્યું અને ત્યારબાદ જર્મની પાછા ગયા ખરા, પરંતુ નાઝીવાદની…
વધુ વાંચો >શુમાકર, માઇકલ
શુમાકર, માઇકલ (જ. 3 જાન્યુઆરી 1969, હર્થ હર્મેલ્દિરા, જર્મની) : ફાર્મુલા વન કાર-રેસના બેતાજ બાદશાહ. તારીખ 10 સપ્ટેમ્બર 2006ના રોજ ઇટાલિયન ગ્રાન્ડ પ્રિક્સમાં વિજય મેળવ્યા પછી તેમણે ઇટાલીના મોન્ઝા ખાતે 2006ની ચાલુ સિઝન બાદ સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરતાં દંતકથારૂપ બની ગયેલા આ જર્મન કાર-રેસરની કારકિર્દીનો ઑક્ટોબર 2006થી અંત આવ્યો છે.…
વધુ વાંચો >શુમ્પિટર, જૉસેફ એ.
શુમ્પિટર, જૉસેફ એ. (જ. 1883, ટ્રિશ, ઑસ્ટ્રિયા; અ. 8 જાન્યુઆરી 1950) : અર્થશાસ્ત્રની વિવિધ શાખાઓ પર નિપુણતા ધરાવતા ઑસ્ટ્રિયન અર્થશાસ્ત્રી. તેમના પિતા વણકર હતા. વિયેનાની શાળાઓમાં તેમણે પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું. તેઓ વિચક્ષણ યાદશક્તિ ધરાવતા હતા. 1901માં કાયદાશાસ્ત્રના અધ્યયન માટે તેઓ વિયેના યુનિવર્સિટીમાં દાખલ થયા અને 1906માં તે વિદ્યાશાખામાં ડૉક્ટરેટની…
વધુ વાંચો >શુલ્ટ્ઝ, થિયૉડોર વિલિયમ
શુલ્ટ્ઝ, થિયૉડોર વિલિયમ (જ. 30 એપ્રિલ 1902, અર્લિંગ્ટન પાસે, દક્ષિણ ડાકોટા, અમેરિકા; અ. 26 ફેબ્રુઆરી 1998, શિકાગો) : 1979 વર્ષના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેમણે 1927માં દક્ષિણ ડાકોટા સ્ટેટ કૉલેજમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતકની પદવી તથા 1930માં વિસ્કૉન્સિન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કર્યા બાદ 1930-43ના ગાળામાં આયોવા સ્ટેટ કૉલેજમાં…
વધુ વાંચો >શેઠ, અજિત
શેઠ, અજિત (જ. 19 સપ્ટેમ્બર 1932, મુંબઈ; અ. 23 જાન્યુઆરી 2006, મુંબઈ) : ગુજરાતી કાવ્ય-ગીતોના સ્વરનિયોજક તથા ગાયક. છેલ્લા પાંચ દાયકા (1949-2006) ઉપરાંતના સમયગાળામાં કાવ્ય-સંગીતક્ષેત્રે સ્વરકાર અને ગાયક તરીકેનું તેમનું યોગદાન ચિરસ્મરણીય છે. પિતાનું નામ વૃંદાવન. સમગ્ર શિક્ષણ મુંબઈ ખાતે. 1954માં મુંબઈની સિડનહામ કૉલેજથી બૅંકિંગ વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.કૉમ.ની…
વધુ વાંચો >શેઠ, ઇન્દુમતી ચીમનલાલ
શેઠ, ઇન્દુમતી ચીમનલાલ (જ. 28 નવેમ્બર 1906, અમદાવાદ; અ. 11 માર્ચ 1985, અમદાવાદ) : અગ્રણી ગાંધીવાદી રચનાત્મક કાર્યકર, સમાજસેવિકા અને ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણપ્રધાન. શિક્ષણપ્રેમી, દાનવીર પરિવારમાં જન્મ. પિતાનું નામ ચીમનલાલ નગીનદાસ. માતાનું નામ માણેકબા. માતા-પિતાની ધર્મપરાયણતા તથા વિદ્યાવ્યાસંગના ગુણો તેમનામાં ભારોભાર ઊતર્યા હતા. તેઓ જાણીતા ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈના પિતરાઈ…
વધુ વાંચો >શેઠ, રઘુનાથ
શેઠ, રઘુનાથ (જ. 17 ડિસેમ્બર 1931) : ભારતના અગ્રણી બંસરીવાદક તથા પ્રયોગશીલ સંગીતકાર. તેમણે સંગીતની પ્રાથમિક તાલીમ તેમના વડીલ બંધુ કાશીપ્રસાદ પાસેથી લીધી હતી. કાશીપ્રસાદ પોતે ગાયક હોવા ઉપરાંત બંસરી અને તબલાવાદનના જાણકાર હતા; એટલું જ નહિ, પરંતુ નાટ્યકલામાં પણ તેઓ સક્રિય રુચિ ધરાવતા હતા. 1943માં રઘુનાથ શેઠની સંગીતક્ષેત્રની તાલીમની…
વધુ વાંચો >શેલિંગ, ટૉમસ સી.
શેલિંગ, ટૉમસ સી. (જ. 1921) : વર્ષ 2005ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી. 2005ના નોબેલ પારિતોષિકના તેમના સહવિજેતા છે જેરૂસલેમ ખાતેની હિબ્રૂ યુનિવર્સિટીના ગણિત વિભાગના વડા રૉબર્ટ જે. ઑમન. શેલિંગને આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું ત્યારે તેઓ અમેરિકાની મૅરિલૅન્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાં સન્માનનીય પ્રોફેસર(Professor Emiritus)નું પદ તથા અમેરિકાની…
વધુ વાંચો >