બાળકૃષ્ણ માધવરાવ મૂળે

વ્યૂહરચના અને યુદ્ધસંચાલન (strategy and tactics)

વ્યૂહરચના અને યુદ્ધસંચાલન (strategy and tactics) : શત્રુને સંપૂર્ણપણે પરાસ્ત કરી યુદ્ધમાં નિર્ણાયક વિજય હાંસલ કરવા માટે અમલમાં મુકાતા યુદ્ધની રૂપરેખા અને તેનો યુદ્ધના મેદાન પર કરાતો વાસ્તવિક અમલ. યુદ્ધની રૂપરેખાને વ્યૂહરચના (strategy) તથા તે રૂપરેખાના યુદ્ધ દરમિયાન થતા આચરણાત્મક વ્યવહારને યુદ્ધસંચાલન અથવા રણનીતિ (tactics) કહેવામાં આવે છે. આ બંને…

વધુ વાંચો >

વ્યૂહાત્મક હવાઈ હકૂમત (Strategic Air Command)

વ્યૂહાત્મક હવાઈ હકૂમત (Strategic Air Command) : પરમાણુ-યુદ્ધ ફાટી ન નીકળે તેની તકેદારી રાખવા માટે રચવામાં આવેલ ખાસ હકૂમત. તે SACના ટૂંકાક્ષરી નામથી ઓળખાય છે અને તેની રચના 1946માં અમેરિકાના હવાઈ દળ હસ્તક કરવામાં આવી છે. 1947માં નવેસરથી રચવામાં આવેલા અમેરિકાના હવાઈદળમાં આ હકૂમત ભેળવી દેવામાં આવી હતી. તેમાં કુલ…

વધુ વાંચો >

વ્હોલ્કર, પૉલ ઍડૉલ્ફ

વ્હોલ્કર, પૉલ ઍડૉલ્ફ (જ. 1 સપ્ટેમ્બર 1927, કેપ મે, ન્યૂ જર્સી) : વિત્તવ્યવસ્થાપન, એકાઉન્ટિંગ અને જાહેર પ્રશાસનના નિષ્ણાત, અમેરિકાના અનુભવી જાહેર સેવક અને તે દેશની મધ્યસ્થ બૅંકના પૂર્વ ચૅરમૅન (1979–87). મૂળ જર્મન નાગરિકત્વ ધરાવતા પિતાના સંતાન. તેમનું ઉચ્ચ શિક્ષણ અમેરિકાની પ્રિન્સ્ટન અને હાર્વર્ડ યુનિવર્સિટીઓમાં તથા વિશ્વવિખ્યાત લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં…

વધુ વાંચો >

શરણાગતિ

શરણાગતિ : યુદ્ધમાં સંડોવાયેલા પક્ષકારો પૈકી કોઈ એક પક્ષે પોતાની સંપૂર્ણ હાર ઔપચારિક રીતે કબૂલ કરી બીજા પક્ષને તાબે થવાની ઘોષણા. આવી ઘોષણા સાથે યુદ્ધનો તાત્કાલિક અંત આવે છે અને પરાજિત પક્ષ વિજયી પક્ષ સામે પોતાનાં સૈનિકો, શસ્ત્રો તથા યુદ્ધમાં વપરાતાં અન્ય અયુદ્ધકારી કે બિનલડાયક સાધનો સુપરત કરવાની તૈયારી બતાવે…

વધુ વાંચો >

શરાફતહુસેનખાં

શરાફતહુસેનખાં (જ. 30 જુલાઈ 1930, અત્રૌલી, જિલ્લો અલિગઢ, ઉત્તર પ્રદેશ; અ. 6 જુલાઈ 1985, નવી દિલ્હી) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક. તેઓ અત્રૌલી-આગ્રા ઘરાનાના સંગીતકાર હતા. તેમના પિતા લિયાકતહુસેનખાંસાહેબ જાણીતા ગાયક હતા અને જયપુર રિયાસતના દરબારી ગાયક તરીકે ખ્યાતિ પામેલા. માત્ર પાંચ વર્ષની ઉંમરે શરાફતહુસેનખાંએ પોતાની સંગીતસાધનાની શરૂઆત…

વધુ વાંચો >

શર્મા, મુખરામ પંડિત ‘અશાંત’

શર્મા, મુખરામ પંડિત ‘અશાંત’ (જ. ? પૂંઠી, જિ. મેરઠ; અ. ? મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના જાણીતા પટકથા-લેખક તથા ગીતોના અનુવાદક. ‘અશાંત’ એ તેમનું તખલ્લુસ હતું. તેઓ પંડિત મુખરામ શર્મા નામથી ઓળખાતા હતા. તેમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે સંસ્કૃત વિષયમાં ‘શાસ્ત્રી’ની પદવી તથા પંજાબ યુનિવર્સિટીમાંથી હિંદી(ઑનર્સ)ની સ્નાતક સ્તરની…

વધુ વાંચો >

શર્મા, શિવકુમાર

શર્મા, શિવકુમાર (જ. 1933, જમ્મુ) : સંતૂરવાદનમાં વિશ્વસ્તર પર ખ્યાતિ ધરાવતા વાદક. પિતા પંડિત ઉમાદત્ત કાશ્મીરના જાણીતા સંગીતકાર હતા. તેમની પાસેથી શિવકુમારે સાત વર્ષની ઉંમરથી શાસ્ત્રીય કંઠ્યસંગીત શીખવાનું શરૂ કર્યું હતું. સમય જતાં કંઠ્યસંગીતને બદલે વાદ્યસંગીતમાં તેમની રુચિ વિકસી, જેને પરિણામે શિવકુમારે તબલાવાદન શીખવાની શરૂઆત કરી. તબલા ઉપરાંત તેઓ સિતાર…

વધુ વાંચો >

શર્મા, સુખરામ

શર્મા, સુખરામ (જ. ?) : ભારતના રાજકારણમાં ભ્રષ્ટાચારના આરોપોના વારંવાર નિશાન બનેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી. કારકિર્દીની શરૂઆત હિમાચલ પ્રદેશના મંડી ખાતેની નગરપાલિકામાં સામાન્ય કારકુન તરીકે (1954). ભ્રષ્ટાચારના આરોપસર 1962માં તેમને છૂટા કરવામાં આવ્યા અને ત્યારબાદ તેમણે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. શરૂઆતમાં હિમાચલ પ્રદેશની ટેરિટૉરિયલ કાઉન્સિલના સભ્ય (1962-63), ત્યારપછી 1963-85 દરમિયાન…

વધુ વાંચો >

શસ્ત્રો, શસ્ત્રદોટ અને શસ્ત્રનિયંત્રણ

શસ્ત્રો, શસ્ત્રદોટ અને શસ્ત્રનિયંત્રણ શસ્ત્રો : શત્રુપક્ષ પર હુમલો કે આક્રમણ કરી તેને ઈજા કે હાનિ પહોંચાડવા માટે, હિંસક સંઘર્ષમાં શત્રુનો પરાજય કરવા માટે, શત્રુનો તથા તેના શસ્ત્રસરંજામનો નાશ કરવા માટે તથા તેના દ્વારા થતા હુમલા કે આક્રમણથી પોતાના સૈનિકો અને શસ્ત્રસરંજામનું રક્ષણ કરવા માટે ઉપયોગમાં લેવાતાં વિવિધ પ્રકારનાં આયુધો.…

વધુ વાંચો >

શસ્ત્રોનો વ્યાપાર

શસ્ત્રોનો વ્યાપાર : વિવિધ પ્રકારનાં અને વિવિધ પ્રકારની સંહારશક્તિ ધરાવતાં શસ્ત્રાસ્ત્રોનાં ખરીદવેચાણની પ્રક્રિયા. આ વ્યાપારનું સ્વરૂપ મૂળભૂત રીતે આર્થિક કરતાં રાજકીય અને લશ્કરી પ્રકારનું હોવાથી આંતરરાષ્ટ્રીય વ્યાપારના સિદ્ધાંતો તેને લાગુ પડતા નથી; એટલું જ નહિ, પરંતુ મોટાભાગનો આ વ્યાપાર ખુલ્લો હોવા કરતા છદ્મ સ્વરૂપનો જ વધારે હોય છે અને તેથી…

વધુ વાંચો >