બાગ-બગીચા
વીંછીકંટો (ઍકેલીફા)
વીંછીકંટો (ઍકેલીફા) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની શાકીય, ક્ષુપ કે વૃક્ષ-પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. કેટલીક જાતિઓ ઉદ્યાનોમાં તેના સુંદર પર્ણ-સમૂહ અને નિલંબ શૂકી (catkin) પ્રકારના પુષ્પવિન્યાસ માટે ઉગાડવામાં આવે છે અને ઓછી કાળજીએ થઈ શકે છે. ભારતમાં તેની 27 જેટલી જાતિઓ થાય છે,…
વધુ વાંચો >વેણીમોગરો
વેણીમોગરો : દ્વિદળી વર્ગમાં આવેલી યુફર્બિયેસી (Euphorbiaceae) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acalypha hispida syn. A. sanderiana છે. એકેલિફાના છોડ મુખ્યત્વે એનાં પાનની શોભાને માટે જાણીતા છે; પરંતુ આ જાતનાં પાન સામાન્ય પ્રકારનાં લીલાં, થોડાં લંબગોળ અણીવાળાં અને મધ્યમ કદનાં હોય છે. પણ એનાં ફૂલ 20થી 40 સેમી. લાંબી…
વધુ વાંચો >વેનિડિયમ
વેનિડિયમ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની પ્રજાતિ. આ કુળના ફૂલ તરીકે ઓળખાતા ખરેખર પુષ્પસમૂહ સ્તબક છે. તેની એક શોભન-જાતિનું નામ Venidium fastuosum છે. તે 60 સેમી.થી 70 સેમી. ઊંચી શાકીય જાતિ છે. તેને સુંદર ડેઝીનાં ફૂલ સમૂહ જેવાં ફૂલ સમૂહ(સ્તબક) આવે છે. સ્તબકના પુષ્પો કિરણોની માફક ફેલાતી હોય…
વધુ વાંચો >શૈલોદ્યાન (rockery)
શૈલોદ્યાન (rockery) : નાના-મોટા પથ્થરોની વચ્ચે શોભન-વનસ્પતિઓ રોપી તૈયાર કરવામાં આવતો ઉદ્યાન. બાગબગીચાઓમાં શૈલોદ્યાનની રચનામાં અનેક વિવિધતાઓ જોવા મળે છે. નાના, ગોળ અને લીસા પથ્થરોને નાના પહાડની જેમ ગોઠવી વચ્ચે વચ્ચે એકાદ-બે છોડ રોપવામાં આવે છે. આવી રચના મકાનના પ્રવેશદ્વારની પાસે સુંદર લાગે છે. આ રચનામાં પહાડ થોડા મોટા હોય…
વધુ વાંચો >સંધેસરો (સફેદ ગુલમહોર)
સંધેસરો (સફેદ ગુલમહોર) : દ્વિદળી વર્ગમાં આવેલા સીઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Delonix elata Gamble syn. Poinciana elata Linn. (સં. સિદ્ધેશ્વર, સિદ્ધનાથ; હિં. ગુલતુર્રા, સફેદ ગુલમૌર; મ. સંખેસર; તે. સંકેસુલા, વટનારાયણા; ત. વડનારાયણા; ક. કેંપુકેન્જીગા). તે 6.0 મી.થી 9.0 મી. ઊંચું ટટ્ટાર વૃક્ષ છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ…
વધુ વાંચો >સ્ટર્ક્યુલીઆ
સ્ટર્ક્યુલીઆ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સ્ટર્ક્યુલીએસી કુળની વૃક્ષ પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધમાં – ખાસ કરીને દક્ષિણ-પૂર્વ એશિયામાં થયેલું છે. ભારતમાં તેની લગભગ 12 જેટલી જાતિઓ થાય છે. તે હિમાલયના પહાડી પ્રદેશોમાં તથા પૂર્વ, મધ્ય અને દક્ષિણ ભારતનાં શુષ્ક કે અર્ધશુષ્ક વનોમાં મળી આવે છે. ગુજરાતમાં તેની બે જાતિઓ જોવા…
વધુ વાંચો >સ્ટેટીસ (statice)
સ્ટેટીસ (statice) : દ્વિદળી વર્ગમાં આવેલા પ્લમ્બેજિનેસી કુળની વનસ્પતિ. તેના મુખ્ય બે પ્રકાર છે : (1) બહુવાર્ષિક અને (2) વાર્ષિક (annual). મોટા ભાગની જાતો વાર્ષિક છે. તેનાં પુષ્પો ફૂલદાનીમાં લાંબો વખત ટકે છે. પુષ્પ શિયાળામાં બેસે છે. સ્ટેટીસને ‘sea lavender’ અથવા ‘sea pink’ પણ કહે છે. suworowy 40 સેમી.થી 45…
વધુ વાંચો >સ્ટૉક્સ
સ્ટૉક્સ : દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી (ક્રુસિફેરી) કુળની વનસ્પતિ. તેને Matthiola પણ કહે છે. આ પ્રજાતિ એકવર્ષાયુ, દ્વિવર્ષાયુ કે બહુવર્ષાયુ, શાકીય કે ઉપક્ષુપ (sub-shrub) છે અને પશ્ચિમ અને દક્ષિણ યુરોપ, મધ્ય અને પશ્ચિમ એશિયા અને આફ્રિકામાં થાય છે. ભારતમાં તેની એક જાતિનો પ્રવેશ કરાવાયો છે અને તેને ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે…
વધુ વાંચો >સ્પેથોડિયા
સ્પેથોડિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા બિગ્નૉનિયેસી કુળની એક નાની પ્રજાતિ. તે ઉષ્ણકટિબંધીય આફ્રિકાની મૂલનિવાસી (native) છે અને તેને શોભન-વનસ્પતિ તરીકે ઉછેરવામાં આવે છે. ભારતમાં તેની બે જાતિઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. સ્પેથોડિયા Spathodia campanulata Beauv. (હિં. રુગતૂરા, તા. પાટડી, તે. પાટડિયા, અં. આફ્રિકન ટ્યૂલિપ ટ્રી, સ્ક્વર્ટ ટ્રી) અનુકૂળ સંજોગોમાં…
વધુ વાંચો >સ્વીટ વીલીઅમ
સ્વીટ વીલીઅમ : દ્વિદળી વર્ગમાં આવેલા કેર્યોફાઇલેસી કુળની એક શોભન વનસ્પતિની જાત. તેનું વૈજ્ઞાનિક નામ Dianthus barbatus chinensis છે. ‘ડાયન્થસ’ કે ‘પિંક’ તરીકે જાણીતી જાતિ કરતાં થોડી અલગ વનસ્પતિ છે. તેની બહુવર્ષાયુ જાત ગુજરાતમાં સારી રીતે થતી નથી; પરંતુ એકવર્ષાયુ જાત શિયાળામાં ઉછેરી શકાય છે. તે શિયાળુ છોડ તરીકે થાય…
વધુ વાંચો >