બાગ-બગીચા

આર્કટૉટિસ

આર્કટૉટિસ : લૅટિન Arctotis grandis L. કુળ Asteraceae (Compositae). સહસભ્યો : સૂરજમુખી, ગુલદાઉદી, ડેહલિયા, ભાંગરો વગેરે. એક કે દ્વિવર્ષાયુ, નાનો 40-60 સેમી. સુધી પથરાતો 50 સેમી. સુધી ઊંચો વધતો શિયાળુ મોસમી ફૂલછોડ. લાંબી ડાળીઓમાંથી ભૂરાશ પડતાં સફેદ પુષ્પો (જર્બેરા જેવાં) લટકતાં રહે છે. તેની પાંખડીઓ નીચે જોડાયેલી અને ઉપરથી છૂટી…

વધુ વાંચો >

ઉદ્યાન

ઉદ્યાન (park) : કુદરતી સૌંદર્યને માણવા માટે તૈયાર કરવામાં આવેલો ભૂમિવિસ્તાર. તે માટે માનવી અનાદિકાળથી પ્રયત્ન કરી રહ્યો છે. ગામ અને નગરો વસ્યાં ન હતાં ત્યાં સુધી તો તેને પ્રકૃતિસૌંદર્ય સહજ જ પ્રાપ્ય હતું, પરંતુ ગામ અને નગરોની પ્રસ્થાપનાથી નૈસર્ગિક સૌંદર્ય તેનાથી દૂર સરકતું ગયું. તેથી માનવીએ કુદરતી સૌંદર્યના ઉપભોગ…

વધુ વાંચો >

એક્ઝોરા

એક્ઝોરા : તે કુળ Rubiaceaeની એક પ્રજાતિ (genus) છે. આ છોડની ઘણી રંગબેરંગી જાતો બગીચામાં વવાય છે. તે બહુવર્ષાયુ છોડ છે. સામસામાં આંતરદંડીય (interpetiolar) ઉપપત્રોવાળાં પર્ણો, ઝૂમખાંમાં ફૂલો અને અધ:સ્થ બીજાશયની ટોચે બિંબ ધરાવે છે. તેની બગીચામાં વવાતી કેટલીક જાતો નીચે પ્રમાણે છે : (1)       પીળા રંગવાળાં પુષ્પો  I. lutea…

વધુ વાંચો >

એજીરેટમ

એજીરેટમ (અજગંધા, ધોળી સાદોડી) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની શાકીય કે ક્ષુપ-સ્વરૂપ ધરાવતી પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય અમેરિકામાં થયેલું છે. તેની બે જાતિઓ ભારતની પ્રાકૃતિક (naturalized) પરિસ્થિતિમાં એકરૂપ થઈ શકી છે. Ageratum conyzoides L. (ગુ. અજગંધા, ધોળી સાદોડી; બં. દોચુંટી, ઉચુંટી; ક. ઉરાલ્ગીડ્ડા; મલા. આપ્પા, મુર્યામ્પાચા; અં. ગોટ-વીડ, વ્હાઇટ…

વધુ વાંચો >

ઍન્ટિગૉનન

ઍન્ટિગૉનન : દ્વિદળી વર્ગમાં આવેલા પૉલિગૉનેસી કુળની ખડતલ આરોહી પ્રજાતિ. તે ઉષ્ણકટિબંધીય અમેરિકાની મૂલનિવાસી છે અને ઉષ્ણ પ્રદેશોમાં શોભન-વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. ભારતમાં Antigonon leptopus Hook. & Arn.(ગુ. આઇસક્રીમ વેલ, અં. કોરલ ક્રીપર, પિંક કોરલીટા, સેન્ડવિચ આઇલૅંડ ક્રીપર)નો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. તે વાડો ઉપર, કમાન, દીવાલ કે જાળી…

વધુ વાંચો >

ગેલાર્ડિયા

ગેલાર્ડિયા : કુળ- Compositae (Asteraceae)નો મોસમી 40­–50 સેમી. ઊંચો ફૂલછોડ. ગુ. તપ્તવર્ણા, અં. Blanket flower. ફૂલને બેસતાં 3­–4 માસ લાગે છે, પણ પછી 5–­6 માસ સુધી ફૂલોના ઢગલાથી છોડ લચી પડે છે. તે પુષ્પગુચ્છ, હાર, કટફ્લાવર કે ફૂલદાનીમાં શોભે છે. તેમાંની ઘણી જાતો હાલમાં બગીચામાં વવાય છે. જેમ કે એકલ…

વધુ વાંચો >

ટર્ફ

ટર્ફ : વિશિષ્ટ પ્રકારના ઘાસથી ખીચોખીચ છવાયેલ જમીન. એવી જમીન તૈયાર કરીને તેને ટાઇલ્સની માફક ટુકડા કાઢીને બીજી જગ્યાએ રોપી દેવામાં તે વપરાય છે. બગીચામાં જે લૉન ઉગાડવામાં આવે છે તેને પણ ટર્ફ જ કહે છે. સારી ટર્ફ એ કહેવાય, કે જે જમીન  ઉપર પૂરેપૂરી પથરાઈ ગઈ હોય અને લીલીછમ,…

વધુ વાંચો >

રૉકી માઉન્ટન નૅશનલ પાર્ક

રૉકી માઉન્ટન નૅશનલ પાર્ક : યુ.એસ.ના ઉત્તર-મધ્ય કૉલોરાડોમાં આવેલો રાષ્ટ્રીય ઉદ્યાન. સ્થાપના : 1915. તેનો એક ભાગ રૉકી પર્વતોની ફ્રન્ટ હારમાળાથી બંધિયાર છે. તેનો વિસ્તાર 1,06,109 હેક્ટર જેટલો છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન 3,000 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતાં શિખરો પણ ધરાવે છે. વળી તેમાં 4,277 મીટર ઊંચાઈવાળાં લૉન્ગ્સ પીક,…

વધુ વાંચો >

રૉન્ડેન નૅશનલ પાર્ક

રૉન્ડેન નૅશનલ પાર્ક : ઉત્તર-મધ્ય નૉર્વેમાં આવેલો રાષ્ટ્રીય ઉદ્યાન. ભૌગોલિક સ્થાન : 61° 50´ ઉ. અ. અને 9° 50´ પૂ. રે. . 1962ના ડિસેમ્બરમાં શાહી આદેશ દ્વારા કુદરતી માહોલ જળવાઈ રહે તે રીતે આયોજન કરી તેનું નિર્માણ કરવામાં આવેલું છે, 1970માં અધિકૃત રીતે તેને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ખુલ્લો મૂકી રાષ્ટ્રને…

વધુ વાંચો >

નખીવેલ

નખીવેલ : દ્વિદળી વર્ગના બિગ્નોનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Doxontha unjuis – cati Rehd syn. Bignonia unjuiscati L. છે. તે ખૂબ મોટી સૂત્રારોહી વનસ્પતિ છે. તેનાં પર્ણો સમ્મુખ, સંયુક્ત, બે પર્ણિકાઓ અંડાકાર કે ભાલાકાર, અગ્રસ્થ પર્ણિકા ત્રણ, વિભક્ત (partite) અંકુશ આકારના સૂત્રમાં રૂપાંતર પામેલી; પુષ્પો યુગ્મમાં, કક્ષીય, પીળા…

વધુ વાંચો >