બાગ-બગીચા

મોરશિખા [મખમલી (સીલોશિયા)]

મોરશિખા [મખમલી (સીલોશિયા)] : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલ ઍમરેન્થેસી (અપામાર્ગાદિ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Celosia cristata Linn. syn. C. argentea var. cristata (Linn.) Kuntze. (સં. મયૂરશિખા, બર્હિચૂડા; હિં. મોરશિખા, લાલમુર્ગા;  મ. મણયારશિખા, મોરશેંડા, મયૂરશિખા; અં. ગાર્ડન કૉક્સકૉમ્બ) છે. વિતરણ : તે સામાન્યત: આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને એશિયાના કેટલાક…

વધુ વાંચો >

રૉકરી

રૉકરી : જુઓ શૈલોદ્યાન.

વધુ વાંચો >

રૉકી માઉન્ટન નૅશનલ પાર્ક

રૉકી માઉન્ટન નૅશનલ પાર્ક : યુ.એસ.ના ઉત્તર-મધ્ય કૉલોરાડોમાં આવેલો રાષ્ટ્રીય ઉદ્યાન. સ્થાપના : 1915. તેનો એક ભાગ રૉકી પર્વતોની ફ્રન્ટ હારમાળાથી બંધિયાર છે. તેનો વિસ્તાર 1,06,109 હેક્ટર જેટલો છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન 3,000 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતાં શિખરો પણ ધરાવે છે. વળી તેમાં 4,277 મીટર ઊંચાઈવાળાં લૉન્ગ્સ પીક,…

વધુ વાંચો >

રૉન્ડેન નૅશનલ પાર્ક

રૉન્ડેન નૅશનલ પાર્ક : ઉત્તર-મધ્ય નૉર્વેમાં આવેલો રાષ્ટ્રીય ઉદ્યાન. ભૌગોલિક સ્થાન : 61° 50´ ઉ. અ. અને 9° 50´ પૂ. રે. . 1962ના ડિસેમ્બરમાં શાહી આદેશ દ્વારા કુદરતી માહોલ જળવાઈ રહે તે રીતે આયોજન કરી તેનું નિર્માણ કરવામાં આવેલું છે, 1970માં અધિકૃત રીતે તેને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ખુલ્લો મૂકી રાષ્ટ્રને…

વધુ વાંચો >

લૅન્ડ સ્કેઇપ (દૃશ્યભૂમિ)

લૅન્ડ સ્કેઇપ (દૃશ્યભૂમિ) : ભૂમિદૃશ્ય. તે કુદરતી દૃશ્યની સુંદરતા સાથે સંકળાયેલ છે. ઉદ્યાનમાં સપાટ ભૂમિ પર લૉન હોય તેના પ્રમાણમાં થોડો ઊંચો, આછા ઢાળવાળો અને મોટી જગા ખુલ્લી રહે તે રીતે લૉનનો ટેકરો કર્યો હોય તો તે સુંદર લાગે છે અને માનવ- ઉપયોગમાં પણ આવી શકે છે. સપાટ લૉનથી ઉદભવતી…

વધુ વાંચો >

લૉન (lawn)

લૉન (lawn) : વ્યવસ્થિત રીતે કાતરેલા ઘાસવાળી હરિયાળી ભૂમિ. દરેકને આવી લીલી-પોચી લૉન ઉપર ચાલવાનું, બેસવાનું અને તે જોવાનું ગમે છે. સામાન્ય રીતે ઊગતા ઘાસને, આવું એકસરખું લીલુંછમ રાખવું એ પણ એક કળા છે. આ માટે મુખ્યત્વે ધરો (cynodon dactylon દુબ, દૂર્વા; કુળ : પોએસી ઘાસ) વપરાય છે. વિશ્વમાં cynodonની…

વધુ વાંચો >

વનસ્પતિ-ઉદ્યાન

વનસ્પતિ-ઉદ્યાન : જુઓ ઉદ્યાનવિદ્યા.

વધુ વાંચો >

વિલાયતી ખરસાણી

વિલાયતી ખરસાણી : દ્વિદળી વર્ગના યુફોર્બિયેસી કુળની એક શોભન-વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pedilanthus tithymaloides Poit. syn. Euphorbia tithymaloides (અં. સ્લીપર પ્લાન્ટ; જ્યુ બુશ) છે. તે 60-70 સેમી. ઊંચો, બગીચામાં કિનારી પર કે કૂંડામાં ઉગાડાતો છોડ છે. જમીનની નજીકથી એક કરતાં વધારે વાંકાંચૂકાં થડ નીકળે છે. તેનાં પર્ણો અંડાકાર, માંસલ (succulent)…

વધુ વાંચો >

વિલાયતી શિરીષ (રાતો શિરીષ)

વિલાયતી શિરીષ (રાતો શિરીષ) : દ્વિદળી વર્ગમાં આવેલા માઇમોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Enterolobium saman Prain = Samanea saman Merrill syn. Pithecolobium (Pithecellobium) saman Benth. (ગુ. વિલાયતી શિરીષ, રાતો શિરીષ, રાતો સડસડો, સન્મન; બં. બેલાતી સિરિસ; ત. થુંગુમૂંજી; તે. નિદ્રાગાન્નેરુ; અં. રેઇન ટ્રી) છે. તે ઉષ્ણકટિબંધીય અમેરિકાનું મૂલનિવાસી,…

વધુ વાંચો >

વિશ્વસુંદરી (વનસ્પતિ)

વિશ્વસુંદરી (વનસ્પતિ) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ – સીઝાલ્પિનિયાઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Amherstia nobilis wall. છે. કંચન, અશોક, ગુલમહોર, ગરમાળો જેવાં સુંદર વૃક્ષો તેના સહસભ્યો છે. વિશ્વસુંદરી આ બધાંમાં સુંદરતમ વૃક્ષ છે અને મ્યાનમારનું વતની છે. તે ગુજરાતમાં થતું નથી. તેને ‘પુષ્પ-વૃક્ષોની રાણી’ (queen of flowering…

વધુ વાંચો >