બળદેવભાઈ પટેલ
જવાસો (ધમાસો)
જવાસો (ધમાસો) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની આયુર્વેદિક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alhagi pseudahhavgi (Bieb.) Desv. Syn. A. camelorum Fisch. ex DC. (સં. યાસ, યવાસ, દુ:સ્પર્શ; હિં. મ. જવાસા; બં. જવસા; અ. હાજ; ફા. ખારેશુતુર; અં. કૅમલ થોર્ન; પર્સિયન મન્ના પ્લાન્ટ) છે. તે 30-60 સેમી. ઊંચા કાંટાળા, પ્રસરશીલ છોડ…
વધુ વાંચો >જસ્ટિસિયા
જસ્ટિસિયા : દ્વિદળી વર્ગમાં આવેલા ઍકૅન્થેસી કુળની શાકીય કે ક્ષુપીય પ્રજાતિ. તેનું વિતરણ દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 50 જેટલી જાતિઓ નોંધાઈ છે. તેના સહસભ્યોમાં Thunbergia grandiflora (મોહન), પીળો કાંટાશેળિયો, અરડૂસી, રસેલિયા વગેરેનો સમાવેશ થાય છે. તેની જાણીતી જાતિઓમાં Justicia betorica Linn. (તે. તેલ્લારંટુ, તમ, વેલિમુંગિલ, મલા. વેલ્લાકુરુંજી,…
વધુ વાંચો >જળજાંબવો
જળજાંબવો : દ્વિદળી વર્ગમાં આવેલા ઍમરેન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alternanthera sessilis (Linn.) DC. syn. A. triandra Lann.; A. denticulata R. Br.; A. repens Gmel. (મ. કાંચરી, પરળ; ગુ. જળજાંબવો, પાણીની ભાજી, વાજુળ) છે. તેની જાતિઓ A. ficoidea વઘઈમાં, A. paronychoides ભરૂચ, રાજપીપળા અને છોટા ઉદેપુર પાસે, A.…
વધુ વાંચો >જાઈ (ચંબેલી)
જાઈ (ચંબેલી) : દ્વિદળી વર્ગમાં આવેલા ઓલિયેસી કુળની વળવેલ સ્વરૂપે જોવા મળતી ક્ષુપીય વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum officinale Linn છે. તેને ઘણી વાર રૂપભેદ (forma) grandiflorum (Linn) Kobuski, (સં. જાતિ, માલતી; હિં. ચંબેલી, જાતિ; મ. જાઈ : ક. જાજિ મલ્લિગે; તે. જાઈપુષ્પાલુ; મલા. પિચાકમ્; અં. સ્પૅનિશ જૅસ્મિન, કૉમન જૅસ્મિન)…
વધુ વાંચો >જૂઈ (ચમેલી)
જૂઈ (ચમેલી) : દ્વિદળી વર્ગમાં આવેલા ઓલિયેસી કુળની ક્ષુપીય આરોહી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum aurieulatum Vahl. (સં. સુરપ્રિયા, ઉપજાતિ, જૂથિકા; હિં. ચમેલી, જૂઈ, જુહી; બં. ચામિલી; મ. ચમેલી; ક. મોગરાચા ભેદુ, કાદાર મલ્લિગે; તે. અડવિમોલ્લા, એટ્ટડવિમોલ્લા; તા. ઉસિમલ્લિગે) છે. તે ડેક્કન દ્વીપકલ્પ (peninsula) અને દક્ષિણ તરફ ત્રાવણકોર સુધી થાય…
વધુ વાંચો >જૈવ ભૂગોળ (biogeography)
જૈવ ભૂગોળ (biogeography) પૃથ્વી પર સજીવોનું વિતરણ; તેમની રહેણીકરણી અને તે જે પ્રદેશમાં જોવા મળે છે તે પ્રદેશનું પર્યાવરણ; ત્યાં જોવા મળતા અન્ય સજીવોની અને અન્ય કોઈ પણ પરિબળોની તેઓ પર થતી અસર – આ સર્વનો અભ્યાસ તે ભૂગોળની એક શાખા છે. જૈવભૂગોળના અભ્યાસના બે અભિગમ છે : (1) સ્થૈતિક…
વધુ વાંચો >જૈવિક નિયંત્રણ
જૈવિક નિયંત્રણ : નાશક જીવો(pests)ના નિયંત્રણ માટે સજીવોના ઉપયોગને જૈવિક નિયંત્રણ કહે છે. નાશક જીવોના પર્યાવરણમાં કુદરતી દુશ્મન પરોપજીવી, પરભક્ષી (predator) કે રોગકારક સૂક્ષ્મ સજીવોને દાખલ કરવામાં આવે છે અથવા જો તેઓ હાજર હોય તો તેમના ગુણનને પ્રોત્સાહિત કરવામાં આવે છે; જેથી નાશક જીવોની સંખ્યામાં વધારે અસરકારક ઘટાડો થઈ શકે.…
વધુ વાંચો >જૉન્સ, જ્યૉર્જિના સીજર
જૉન્સ, જ્યૉર્જિના સીજર (જ. 6 જુલાઈ 1912, બાલ્ટિમોર; અ. 26 માર્ચ 2005, નોરફોક) : અમેરિકાના કાયચિકિત્સક(physician). અમેરિકામાં પાત્રમાં (in vitro) ફલનના વિકાસનાં (તેમના પતિ હૉવર્ડ ડબ્લ્યૂ. જૉન્સ, જુનિયર સહિત) તેઓ અગ્રણી (pioneer) હતાં. જ્હૉન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ 1978માં ઈસ્ટર્ન વર્જિનિયા મેડિકલ સ્કૂલની ઇસ્પિતાલમાં આ દંપતી જોડાયાં. તેમણે તેની…
વધુ વાંચો >ઝાઇગોમાયસેટિસ
ઝાઇગોમાયસેટિસ : ફૂગના ઝાયગોમાયકોટા વિભાગનો એક વર્ગ. આ વર્ગનું મુખ્ય લક્ષણ જાડી દીવાલ ધરાવતા વિશ્રામી બીજાણુનું નિર્માણ છે. આ બીજાણુને યુગ્મબીજાણુ (zygospore) કહે છે. તેનું સર્જન બે જન્યુધાનીઓ(gametangia)ના સંયોગથી થાય છે. સંકોષીય (coenocytic) મિસિતંતુ (mycelium). અલિંગી પ્રજનન બીજાણુધાનીય બીજાણુ (sporangiospore) દ્વારા અને કશાધારી (flagellate) કોષો તથા તારાકેન્દ્ર (centriole)નો અભાવ –…
વધુ વાંચો >ઝાયગોફાયલેસી
ઝાયગોફાયલેસી : દ્વિદળી (dicotyledons) વર્ગના જિરાનિયેન્સ ગોત્રનું કુળ છે. મોટાભાગના જાતિવિકાસશાસ્ત્રીઓ આ કુળને જિરાનિયેલ્સ ગોત્રમાં મૂકે છે. હચિન્સન તેને માલ્પિઘિયેલ્સ ગોત્રમાં મૂકે છે. આ કુળમાં 27 પ્રજાતિ અને લગભગ 200 જાતિઓનો સમાવેશ થયેલો છે. કુળ મૂળભૂત રીતે ઉષ્ણ પ્રદેશોમાં થતું હોવા છતાં ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધોના સમશીતોષ્ણ પ્રદેશો સુધી વિસ્તરણ…
વધુ વાંચો >