બળદેવભાઈ પટેલ
કશ્યપ શિવરામ લાલા
કશ્યપ, શિવરામ લાલા [જ. 6 નવેમ્બર 1882, જેલમ (પંજાબ); અ. 26 નવેમ્બર 1934, લાહોર] : સુપ્રસિદ્ધ ભારતીય વનસ્પતિશાસ્ત્રી. કાયસ્થ કુટુમ્બની ફક્ત લશ્કરી નોકરી કરવાની પરંપરા તોડીને 1900માં આગ્રાની મેડિકલ સ્કૂલનો ડિપ્લોમા મેળવીને કશ્યપ ડૉક્ટર થયા. ખાનગી વિદ્યાર્થી તરીકે પંજાબ યુનિવર્સિટીની બી.એસસી.ની પરીક્ષામાં પ્રથમ સ્થાને આવી જીવવિજ્ઞાનના મદદનીશ પ્રાધ્યાપક તરીકે જોડાયા…
વધુ વાંચો >કસુંબી
કસુંબી : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી (કમ્પૉસિટી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Carthamus tinctorius Linn. (સં. કુસુમ, કુસુંભ; બં. કુસુફલ, કુસુમ; ગુ. કસુંબો, કુસુંબો, કરડી; હિં. કરાહ, કુસુમ; મ. કરડાઈ, કુરડી; ત. કુસુંબા, સેથુરંગમ; તે. કુસુંબાલુ; અં. ધ સૉફ્લાવર, ફૉલ્સ સેફ્રન, બાસ્ટાર્ડ સેફ્રન) છે. તે નાજુક, બહુશાખિત એકવર્ષાયુ શાકીય…
વધુ વાંચો >કસ્ક્યુટેસી
કસ્ક્યુટેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક પરોપજીવી કુળ. બેંથામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ : દ્વિદળી, ઉપવર્ગ : યુક્તદલા (Gamopetalae), શ્રેણી : દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae), ગોત્ર : પૉલિમોનિયેલિસ, કુળ : કસ્ક્યુટેસી. આ કુળ કૉન્વોલ્વ્યુલેસીમાંથી અલગ પાડવામાં આવ્યું છે. આ કુળ એક-પ્રજાતીય (monogeneric) છે. તે Cuscuta…
વધુ વાંચો >કંપિલો
કંપિલો : દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mallotus philippensis Muell. (સં. કમ્પિલક; હિં. કમલા, સિંદૂર, રોહિણી; બં. કમલા; મ. શેંદૂરી; ગુ. કંપિલો; તે. કુંકુમ, સિંદૂરી; તા. કુંગુમમ; અં. મંકી ફેસ ટ્રી, કમલા ટ્રી) છે. તેના સહસભ્યોમાં હુરા, મોગો, રબર, ઓખરાડ વગેરેનો સમાવેશ થાય છે. તે…
વધુ વાંચો >કાઇનિન
કાઇનિન : વનસ્પતિ અંત:સ્રાવનો એક પ્રકાર. મિલર અને તેમના સહકાર્યકરોએ (1956) હેરિંગના શુક્રકોષીય DNA(ડિઑક્સિ-રાઇબૉન્યૂક્લિઇક ઍસિડ)માંથી શુદ્ધ સ્ફટિક-સ્વરૂપે પ્યુરીન પ્રાપ્ત કર્યું અને તેનું નામ કાઇનેટિન આપ્યું; કારણ કે સંવર્ધન-માધ્યમમાં રહેલા તમાકુના કોષોમાં તે કોષરસ-વિભાજન(cytokinesis)ની ક્રિયાને ઉત્તેજે છે. તે DNAના ડિઑક્સિએડિનોસાઇનમાંથી પ્રાપ્ત થતી નીપજ છે. ‘સાયટોકાઇનિન’ એવાં સંયોજનો માટે વપરાતું નામ છે,…
વધુ વાંચો >કાકડ (ખુસિંબ)
કાકડ (ખુસિંબ) : દ્વિદળી વર્ગમાં આવેલા બસૅરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Garuga pinnata Roxb. (સં. કર્કટક; મ. કાંકડ, કુડક; હિં. કાંકડ, ગંગેરુઆ, ખાખટ; ક. વાલિગે; તે. ગરૂગ ચેટ્ટ; તા. કરિબેંબુ મરમ્; બં. જૂમ; ગુ. કાકડિયો, કડકાડુ.) છે. તે એક મધ્યમ કદનું 15 મી. જેટલું ઊંચું વૃક્ષ છે અને…
વધુ વાંચો >કાકડાશિંગી
કાકડાશિંગી : દ્વિદળી વર્ગમાં આવેલા એનાકાર્ડિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pistacia integerimma L. (સં. કર્કટશૃંગી; મ. કાકડાશિંગી; હિં., બં. કાકડાશૃંગી; અં. ક્રો-ક્વીલ) છે. તેની ડાળી પર કીટકના કારણે ઉત્પન્ન થયેલો રસ જામીને તેની શિંગડા આકારની ફલાકાર ગ્રંથિ બને છે. તેથી તેને કાકડાશિંગી કહે છે. તે મધ્યમકદનું પાનખર વૃક્ષ…
વધુ વાંચો >કાકડી
કાકડી : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis sativus Linn. (સં. કર્કટી, હર્વાસ; હિં. કાકડી, કકડી, ખીરાકકડી; બં. કાંકુડ, વડકાંકુડ; મ. કાંકડી; ક. મુળુસવતિ; તે. દોષકાયા; અં. કકુંબર) છે. તે એક તલસર્પી (trailing) કે આરોહી, એકવર્ષાયુ, રોમિલ વનસ્પતિ છે. તેનાં ફળ વિવિધ કદ અને સ્વરૂપનાં,…
વધુ વાંચો >કાચકો
કાચકો : દ્વિદળી વર્ગમાં આવેલા સિઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Caesalpinia crista Linn. syn. C. bonducella Flem. (સં. પૂતિકરંજ, લતાકરંજ, કૂર્બરાક્ષ; હિં. કટુક રંજા, કરંજવા; બં. લત્તાકરંચા; મ. સાગરગોટા, ગજગા, ગજરા; તા. કાલારકોડી; ક. ગજગ, ગડુગુ; તે. ગુચ્ચેપિક્કા કચકાઈ, ગચ્ચા; અં. ફિવર નટ, બોંડક નટ) છે. તેના સહસભ્યોમાં…
વધુ વાંચો >કાજુ
કાજુ : દ્વિદળી વર્ગમાં આવેલા એનાકાર્ડિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Anacardium occidentale Linn. (સં. કાજૂતક, અગ્નિકૃત; ગુ., હિં. કાજુ; બં. હિગલી-બદામ; ક. ગેરૂ; મલા. ચુમાક; તે. જીડિમામિ; તા. મુદિરિકૈ; અં. કૅશૂનટ) છે. તેના સહસભ્યોમાં અમાની, આંબો, કામઠી, ચારોળી, સમેટ, ભિલામા, પિસ્તાં વગેરેનો સમાવેશ થાય છે. તે એક નાનું,…
વધુ વાંચો >