બળદેવભાઈ કનીજિયા

સુબ્રહ્મણ્યમ્ ગુડા વેંકટ

સુબ્રહ્મણ્યમ્, ગુડા વેંકટ (જ. 1935, અંદિપુડિ, જિ. આંધ્રપ્રદેશ) : – તેલુગુના પ્રસિદ્ધ સાહિત્યકાર. તેમને તેમની કૃતિ ‘આંધ્ર સાહિત્ય વિમર્શ – આંગ્લ પ્રભાવમ્’ માટે 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેઓ ખૂબ પ્રભાવશાળી વિદ્યાર્થી રહેલા. 1957માં તેમણે ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી તેલુગુમાં એમ.એ.ની તથા 1968માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી.…

વધુ વાંચો >

સુય્યા

સુય્યા : અલી મોહમ્મદ લોન (1926-1989) રચિત પૂરા કદનું કાશ્મીરી નાટક. આ કૃતિ બદલ નાટ્યકારને 1972ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તે પહેલાં આ કૃતિને કલા, સંસ્કૃતિ અને ભાષાની રાજ્ય અકાદમી દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ‘સુય્યા’ની રચના દ્વારા નાટ્યકારે કાશ્મીરી નાટ્યક્ષેત્રે નવી દિશા ખુલ્લી કરી છે.…

વધુ વાંચો >

સુલોચનાદેવી આરાધ્ય (શ્રીમતી)

સુલોચનાદેવી આરાધ્ય (શ્રીમતી) (જ. 30 ડિસેમ્બર 1930, હરપાનહલ્લી, જિ. બેલ્લરી, કર્ણાટક) : કન્નડ કવયિત્રી અને સમાજસેવિકા. તેઓ સેવાદળ, હરિજનકલ્યાણ, પ્રૌઢશિક્ષણ, રેડક્રોસ સોસાયટી અને અન્ય સેવાસંસ્થાઓ સાથે સંકળાયેલાં રહેલાં. તેઓ કન્યા પર્વતારોહકોનાં કમિશનર રહેલાં. તેમણે 14 જેટલી કૃતિઓ આપી છે. તેમાં ‘જ્યોતિપથ’ (1974); ‘તેજસ્વિની’ (1976); ‘ઓજસ્વિની’ (1976) તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે.…

વધુ વાંચો >

સુલોચના મદિરેડ્ડી

સુલોચના, મદિરેડ્ડી (જ. 1933, શમ્શાબાદ, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ; અ. 1984) : તેલુગુ નવલકથાકાર. હૈદરાબાદની બી.વી.આર. રેડ્ડી વિમેન્સ કૉલેજમાં અભ્યાસ કર્યો અને ઑસ્માનિયા યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની પદવી મેળવી. ત્યારબાદ તેઓ મદ્રાસાઅલી ખાતે રસાયણશાસ્ત્રનાં શિક્ષિકા તરીકે જોડાયાં તથા હૈદરાબાદમાં સેંટ જૉન ગર્લ્સ હાઈસ્કૂલમાં પણ તેમણે અધ્યાપનકાર્ય કર્યું. તેમની નોંધપાત્ર નવલકથા ‘શિક્ષા’ અને ‘પ્રેમલુ પેલ્લિલ્લુ’…

વધુ વાંચો >

સુલોચના રાણી પદદનાપુડી (શ્રીમતી)

સુલોચના રાણી, પદદનાપુડી (શ્રીમતી) (જ. 2 એપ્રિલ 1939, કજા, જિ. કૃષ્ણા, આંધ્રપ્રદેશ) : તેલુગુ નવલકથાકાર તથા વાર્તાકાર. તેઓ કોકિલા ઑડિયો મૅગેઝિનનાં નિર્માત્રી; ‘વિણ’ નામક મહિલા સંગઠનનાં સ્થાપક-સેક્રેટરી અને રેડક્રોસ સોસાયટીનાં સભ્ય રહ્યાં હતાં. તેમણે તેલુગુમાં 70 જેટલા ગ્રંથો આપ્યા છે. ‘આરાધના’ (1960); ‘સેક્રેટરી’ (1965); ‘મીના’ (1967); ‘જીવન તરંગલુ’ (1968); ‘કીર્તિ…

વધુ વાંચો >

સુશીલ, શિવદેવસિંઘ

સુશીલ, શિવદેવસિંઘ (જ. 30 જાન્યુઆરી 1960, ગુઢા કલ્યાણ, જિ. કથુઆ, જમ્મુ અને કાશ્મીર) : ડોગરી વાર્તાકાર અને કવિ. તેમને તેમની નવલકથા ‘બખરે બખરે સચ’ બદલ 1997ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેઓ સિવિલ ઇજનેરના વ્યવસાયમાં જોડાયા અને 1977થી લેખનપ્રવૃત્તિ તરફ વળ્યા. તેમણે 2 ટૂંકી વાર્તાસંગ્રહો, 3 કાવ્યસંગ્રહો,…

વધુ વાંચો >

સુંદરમ્ કે. એસ. આધવન

સુંદરમ્, કે. એસ. આધવન (જ. 1942, કલ્લીદૈક્કુરિચી, જિ. તિન્નેવેલી, તામિલનાડુ; અ. 1981) : તમિળ વાર્તાકાર તથા નવલકથાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘મુદાલિલ ઇરાવુ વરમ’ માટે 1988ના વર્ષનો મરણોત્તર કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે બી.એસસી. કર્યા પછી નૅશનલ બુક ટ્રસ્ટના સહ-સંપાદક તરીકે કામગીરી કરી હતી. તેમણે 3 નવલકથાઓ અને…

વધુ વાંચો >

સુંદરી

સુંદરી : ભાઈ વીરસિંઘ(1872-1957)ની અતિ લોકપ્રિય નવલકથા. તે મુખ્યત્વે ખત્રી છોકરી સરસ્વતી, પાછળથી જે સુંદર કૌર અથવા સુંદરી તરીકે ઓળખાઈ તેની કથા છે. તેનાં લગ્નની આગલી સાંજે મુઘલ સરદાર તેને તેનાં માબાપના ઘરમાંથી ઉઠાવી જાય છે. શીખ બનેલો તેનો મોટો ભાઈ બલવંતસિંઘ શીખ સૈનિકોની મદદથી તેને બંધનમાંથી છોડાવી લાવે છે.…

વધુ વાંચો >

સૂર્યપંખી ઉર્ફે જાંબલી શક્કરખોરો

સૂર્યપંખી ઉર્ફે જાંબલી શક્કરખોરો : દેખાવે રૂપાળું ને મીઠું ગાતું સામાન્ય પંખી. તે ફ્લાવર પેકર્સ કુટુંબનું નીડર પંખી છે. તેનો Passeriformes વર્ગમાં અને Nectarinia famosa શ્રેણીમાં સમાવેશ થાય છે. તેને અંગ્રેજીમાં Purple Sun Bird કહે છે. તેનું કુળ Nectariniidae છે. ચાંચથી પૂંછડી સુધીની તેની લંબાઈ 10 સેમી.ની છે. પીળી કરેણ,…

વધુ વાંચો >

સૂર્યારાવ કૂટિકુપ્પલા

સૂર્યારાવ, કૂટિકુપ્પલા (જ. 10 ઑક્ટોબર, 1954, કિન્તાલી, જિ. શ્રીકાકુલમ, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી, પછી એમ.ડી. થયા. તબીબી વ્યવસાય સાથે સાહિત્યમાં ઝુકાવ્યું. તેમની માતૃભાષા તેલુગુ હોવા છતાં તેઓ અંગ્રેજીમાં લખે છે. તેમણે અત્યાર સુધીમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘સૂર્ય કિરણનલુ’ (1989), ‘જાબિલી જાવાબુ’ (1994),…

વધુ વાંચો >