સુબ્રહ્મણ્યમ્, ગુડા વેંકટ (. 1935, અંદિપુડિ, જિ. આંધ્રપ્રદેશ) : – તેલુગુના પ્રસિદ્ધ સાહિત્યકાર. તેમને તેમની કૃતિ ‘આંધ્ર સાહિત્ય વિમર્શ – આંગ્લ પ્રભાવમ્’ માટે 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેઓ ખૂબ પ્રભાવશાળી વિદ્યાર્થી રહેલા. 1957માં તેમણે ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી તેલુગુમાં એમ.એ.ની તથા 1968માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી.

ગુડા વેંકટ સુબ્રહ્મણ્યમ્

1958થી તેઓ વ્યાખ્યાતા તરીકે જોડાયેલા અને હૈદરાબાદ યુનિવર્સિટીમાં તેલુગુ વિભાગના પ્રાધ્યાપક અને વડા તરીકે કામગીરી બજાવતા રહ્યા છે.

આજ સુધીમાં તેમની 30થી વધુ કૃતિઓ પ્રગટ થઈ છે. કેટલાક સાહિત્યિક સંગ્રહો તથા દૈનિકો – સામયિકોનું સંપાદન પણ તેમણે કર્યું છે. તેમની પ્રથમ પ્રગટ થયેલ કૃતિ ‘તેલુગુ સાહિત્યમાં વીર રસ’ (1961) અને ‘રસોલ્લાસમ્’(1980)ને આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી પુરસ્કારો આપવામાં આવેલા.

તેઓ કેટલીય સાહિત્યિક સંસ્થાઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા રહ્યા છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘આંધ્ર સાહિત્ય વિમર્શ – આંગ્લ પ્રભાવમ્’ તેલુગુ કાવ્યશાસ્ત્ર સંબંધી સમીક્ષાગ્રંથ છે. તેની વિશ્લેષણાત્મક સ્પષ્ટતા અને આલોચનાત્મક અંર્તદૃષ્ટિને લીધે સમકાલીન તેલુગુ સાહિત્યમાં તે એક વિશિષ્ટ પ્રદાનરૂપ ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા